________________
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
૧૦૯
રિયલ છે અને રિલેટિવમાં ૩૫૬ ડિગ્રી છે. આ કાળમાં રિલેટિવ પૂર્ણતાએ જઈ શકાય તેમ નથી. પણ અમને તેનો વાંધો નથી. કારણ કે મહીં અપાર સુખ વર્યા કરે છે !
તેથી ‘અમારો' ત ઉપરી કોઈ ? જેને જેટલી ભૂલો ના દેખાય તેને તેટલી તે ભૂલો ઉપરી. જેની બધી જ ભૂલો ખલાસ થાય તેનો કોઈ ઉપરી જ નહીં. મારો કોઈ ઉપરી છે જ નહીં તેથી હું બધાનો ઉપરી, ઉપરીનો ય ઉપરી ! કારણ કે અમારામાં સ્થળ દોષો તો હોય જ નહીં. સૂક્ષ્મ દોષો પણ ચાલ્યા ગયેલા. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ હોય, તેના અમે સંપૂર્ણ જ્ઞાતા-દ્રષ્ટા હોઈએ. ભગવાન મહાવીર પણ આ જ કરતા હતા.
માટે “જ્ઞાતી' દેહધારી પરમાત્મા !
૧૧૦
નિજદોષ દર્શનથી. નિર્દોષ ! ભૂલો બહારની પબ્લિક પણ જોઈ શકે અને સૂક્ષ્મ ભૂલો બુદ્ધિજીવીઓ જોઈ શકે. આ બે ભૂલો ‘જ્ઞાની પુરુષ' પાસે ના હોય ! પછી સૂક્ષ્મતર દોષો તે જ્ઞાનીઓને જ દેખાય. અને અમે સૂક્ષ્મતમમાં બેઠા છીએ.
મારી જે સૂક્ષ્મતર ને સુક્ષ્મતમ ભુલ હોય, જે કેવળજ્ઞાનને રોકતી હોય, કેવળજ્ઞાનને આંતરે એવી ભૂલ હોય, તે ભૂલ “ભગવાન” “મને' દેખાડે. ત્યારે ‘હું જાણુંને, કે “મારો ઉપરી છે આ.” એવી ના ખબર પડે ? આપણી ભૂલ દેખાડે એ ભગવાન ઉપરી ખરો કે નહીં ?
પ્રશ્નકર્તા : હા, બરાબર છે.
દાદાશ્રી : તેથી અમે કહીએ છીએ કે, આ ભૂલ જે અમને દેખાડે છે એ ચૌદ લોકનો નાથ છે. એ ચૌદ લોકના નાથનાં દર્શન કરો. ભૂલ દેખાડનાર કોણ છે ? ચૌદ લોકનો નાથ !
અને એ દાદા ભગવાન તો મેં જોયેલા છે, સંપૂર્ણ દશામાં છે અંદર. એની ગેરેન્ટી આપું છું. હું જ એમને ભજું છું ને ! અને તમને ય કહું છું કે ‘ભઈ, તમે દર્શન કરી જાવ.” દાદા ભગવાન ૩૬૦ ડિગ્રી ને મારે ૩૫૬ ડિગ્રી છે. એટલે અમે બે જુદાં છીએ, એ પુરવાર થઈ ગયું કે નહીં ?
પ્રશ્નકર્તા : હાસ્તો ને !
દાદાશ્રી : અમે બે જુદા છીએ. મહીં પ્રગટ થયેલા છે એ દાદા ભગવાન છે. એ સંપૂર્ણ પ્રગટ થઈ ગયા છે, ઝળહળ જ્યોતિ સ્વરૂપ !
a a a
જ્ઞાની પુરુષમાં દેખાય એવી સ્થળ ભૂલો ના હોય. આ દોષની તમને વ્યાખ્યા આપું. સ્થૂળ ભૂલ એટલે શું ? મારી કંઈક ભૂલ થાય તો જે જાગ્રત માણસ હોય તે સમજી જાય કે આમણે કંઈક ભૂલ ખાધી. સૂક્ષ્મ ભૂલ એટલે કે અહીં પચીસ હજાર માણસો બેઠા હોય તો હું સમજી જાઉં કે દોષ થયો. પણ પેલા પચીસ હજારમાંથી માંડ પાંચેક જ સૂક્ષ્મ ભૂલને સમજી શકે. સૂક્ષ્મ દોષ તો બુદ્ધિથી પણ દેખાય, જ્યારે સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો એ જ્ઞાને કરીને જ દેખાય. સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો મનુષ્યોને ના દેખાય. દેવોને અવધિજ્ઞાનથી જુએ તો જ દેખાય. છતાં એ દોષો કોઈને નુકસાન કરતાં નથી, એવા સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો અમારે રહેલા છે અને તે ય આ કળિકાળની વિચિત્રતાને લીધે !
‘જ્ઞાની પુરુષ” પોતે દેહધારીરૂપે પરમાત્મા જ કહેવાય. જેને એક પણ ચૂળ ભૂલ નથી કે એક પણ સૂક્ષ્મ ભૂલ નથી.
મહીંથી ભગવાન દેખાડે દોષો... જગત બે જાતની ભૂલ જોઈ શકે, એક સ્થળ અને એક સૂક્ષ્મ સ્થળ