Book Title: Nijdosh Darshan Thi Nirdosh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 61
________________ ૧૦૨ નિજદોષ દર્શનથી... નિર્દોષ ! નિજદોષ દર્શનથી.... નિર્દોષ ! ૧૧ પ્રકૃતિ જોયા કરવાની. હવે આ અડપલાં કોણ કરે છે ? પ્રશ્નકર્તા : પુદ્ગલ ? દાદાશ્રી : બુદ્ધિ. નહીં તો પરિણામ તો બધાં જે છે એને જોયા કરવાનાં છે આપણે. જુએ તો આપણે આત્મા થઈ ગયા અને પેલું દોષો જુઓ તો પ્રકૃતિ થઈ જશો. પ્રશ્નકર્તા: દાદા, લોકો એમ કહે છે કે “અમે તો તમારી પ્રકૃતિની ભૂલ કાઢીએ છીએ ને અમે એને જોઈએ છીએ કે આ તમારી ભૂલ કાઢે છે. દાદાશ્રી : ના, એ ભૂલ કાઢનાર જોઈ શકે નહીં અને જોનાર ભૂલ કાઢે નહીં. આ તો કાયદા હોય ને ?! પ્રશ્નકર્તા : એટલે તમે કહો કે, ભૂલ કાઢીને કહો કે અમે જોઈએ છીએ અમે ભૂલ કાઢીએ છીએ, ધેટ મીન્સ (તેનો અર્થ).... દાદાશ્રી : કોઈ ભૂલ કાઢનાર જોઈ શકે નહીં અને જોનાર હોય તે ભૂલ કાઢી શકે નહીં. એ પેલું જોવું ને આ જોવામાં ફેર છે. પેલું ઇન્દ્રિયગમ્ય જોનાર અને પેલું અતીન્દ્રિય છે, તે જ્ઞાનગમ્ય જોનાર છે એટલે આ જોયું કહેવાય નહીં. પ્રશ્નકર્તા : જો કોઈની પણ ભૂલ કાઢી, ધેટ મીન્સ.. દાદાશ્રી : કોઈની પણ ભૂલ કાઢવી એ તો મોટામાં મોટો ગુનો છે. કારણ કે આ જગત નિર્દોષ છે. અને આ જ્ઞાતગમ્ય કહેવાય ! પ્રશ્નકર્તા: પણ દાદા, આપણે આ ડિસ્ચાર્જ તરીકે જોઈએ છીએ કે આ જો ચંદુભાઈ ખોટી ભૂલ કાઢે છે કોઈની, એ જુએ છે, એ શું તો ? દાદાશ્રી : એ ચંદુભાઈ જે જુએ છે ભૂલ કાઢતી વખતે, એ જુએ છે બુદ્ધિગમ્ય છે. પ્રશ્નકર્તા: ના, એટલે આ ચંદુભાઈ ચંદુભાઈને જુએ છે એ બુદ્ધિગમ્ય દાદાશ્રી : હા, એ બુદ્ધિગમ્ય છે. અને પેલું જ્ઞાનગમ્ય ક્યારે કહેવાય કે કોઈની ભૂલ કાઢે નહીં અને જુએ ત્યારે જ્ઞાનગમ્ય કહેવાય. પ્રશ્નકર્તા: હા, પણ દાદા, રોજીંદા વ્યવહારમાં કોઈ વખત કહેવું તો પડે કે આ વસ્તુ સારી નથી. દાદાશ્રી : પણ ‘કહેવું પડે’ એ કાયદો ના હોય, કહેવાઈ જાય, એવી નિર્બળતા હોય જ. અમે હઉ કોઈને મારી જોડે રહેતાં હોયને, તેને કહીએ કે આ શું કરવા ભૂલ કરી પાછી ?” એવું કહીએ. પણ કહેવાઈ જાય, શું કહ્યું ? એવી સહેજ નિર્બળતા ભરાઈ પડેલી હોય બધાને. પણ એમ આપણે સમજવું કે “આ ભૂલ થઈ. આવું ન થવું જોઈએ'. ... એણે પોતે એમ માનવું જોઈએ કે આ ખોટું છે. તો ભૂલો કાઢવાની આદત એ ધીમે ધીમે ડિસ્ચાર્જ થતી થતી ખલાસ થઈ જશે. પેલું ડિસ્ચાર્જ થઈ રહ્યું છે બધું. પોતાની ભૂલોતે પોતે જ વઢે ! દરેક અડચણો આવે છેને, પહેલી સહન કરવાની તાકાત આવે, પછી અડચણો આવે છે. નહીં તો માણસ ત્યાં ને ત્યાં ખલાસ થઈ જાય. એટલે કાયદા એવાં છે બધા. પ્રશ્નકર્તા : દાદા, એ ‘વ્યવસ્થિત શક્તિ’ કરે ? દાદાશ્રી : એનું નામ જ ‘વ્યવસ્થિત’. એટલે એવાં સંજોગ ઊભા થઈને પછી છે તે, શક્તિ ય ઉત્પન્ન થશે, નહીં તો એ માણસ શુંનું શું થઈ જાય ! માટે કોઈ રીતે ગભરાવાનું કોઈ કારણ નથી. આપણે તો દાદા છે ને હું છું, બસ, બીજું કાંઈ નથી આ દુનિયામાં. દાદા છે ને હું છું, બેઉ. દાદાના જેવી દરઅસલ ખુમારી રહેવી જોઈએ. કોઈ બાપોય ઉપરી નથી એવી. ઉપરીના ઉપરી કહ્યા દાદાને !

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77