Book Title: Nijdosh Darshan Thi Nirdosh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 60
________________ નિજદોષ દર્શનથી.. નિર્દોષ ! ૧ નિજદોષ દર્શનથી... નિર્દોષ ! દાદાશ્રી : પ્રકૃતિ તો આપણને માલમ જ પડી જાય. એ આપણને ખબર જ પડી જાય કે આ પ્રકૃતિ આવી જ છે અને ઓછી ખબર પડી હોય તો દહાડે દહાડે સમજ વધતી જાય ! પણ છેવટે ‘ફૂલ’ સમજમાં આવે. એટલે આપણે ફક્ત કરવાનું શું છે કે આ ચંદુભાઈ શું કરી રહ્યા છે તે આપણે જોયા કરવાની જરૂર છે, એ જ શુદ્ધ ઉપયોગ છે. પ્રશ્નકર્તા : પોતાની પ્રકૃતિને જોવાનું હોય, એમાં જોવાય નહીં ને પાછું ચૂકી જવાય તો એમાં કઈ વસ્તુ કામ કરતી હોય છે ? દાદાશ્રી : આવરણ. એ આવરણ તોડવું પડે એ તો. પ્રશ્નકર્તા : એ કેવી રીતે તૂટે ? દાદાશ્રી : આપણે અહીં વિધિઓથી તૂટતું જાય દહાડે દહાડે, તેમ તેમ દેખાતું જાય. આ તો બધું આવરણમય જ હતું, કશું દેખાતું ન હોતું, તે ધીમે ધીમે દેખાવા માંડ્યું. એ આવરણ જોવા ના દે બધુંય. અત્યારે બધાય દોષ દેખાય નહીં. કેટલા દેખાય છે ? દસ-પંદર દેખાય છે ? પ્રશ્નકર્તા : ઘણાં દેખાય છે. દાદાશ્રી : સો-સો ? પ્રશ્નકર્તા : ચેઈન ચાલ્યા કરે. દાદાશ્રી : તો ય પૂરાં ના દેખાય. આવરણ રહેને પાછાં. ઘણા દોષ હોય. અમારે વિધિ કરતી વખતે ય અમને સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ દોષો થયા કરે, જે સામાને નુકસાન ન કરે એવો, પણ એ દોષ અમને થાય તે ખબર પડે. તરત અમારે એને સાફ કરવાં પડે, ચાલે જ નહીંને ! દેખાય એટલા તો સાફ કરવાં જ પડે. ઘઉં પોતાના જ વીણો તે પ્રશ્નકર્તા : બીજાની પ્રકૃતિ જોવાની જે આદત ન હોય એને શું કહેવાય ? દાદાશ્રી : બીજાની પ્રકૃતિ જોવી તો દોષ કાઢવો નહીં. સમજવો ખરો કે “આ દોષ છે’ પણ આપણે કાઢવો નહીં. એ એમનાં પોતાનાં દોષ જોતાં શીખ્યા છે, એટલે આપણે કાઢવાની જરૂર ખરી ? પ્રશ્નકર્તા : ના, એ આપણા દોષ કાઢે તો આપણે શું કરવાનું ? દાદાશ્રી : એ આપણાં કાઢે તો ફરી આપણે જો એનાં કાઢવાં જઈએ તો વધતું જાય દહાડે દહાડે. એના કરતાં આપણે બંધ કરીએ તો કો'ક દહાડો વિચાર આવે કે “આ કંઈ થાકતાં નથી. મારે એકલાને જ થકવ થકવ કર્યા કરે.એટલે એ થાકીને બંધ થઈ જાય. બીજાનો દોષ કાઢવો એ ટાઈમ યુઝલેસ (નકામો) વાપરવા જેવું છે. પોતાના દોષનું બધું પાર વગરનું ઠેકાણું ના હોય ને બીજાના દોષ જુએ. અલ્યા ભઈ, તું તારા ઘઉં વીણને ! પારકાં ઘઉં વીણે ને અહીં ઘેર તારાં વીણ્યાં વગરનાં દળ્યા કરું છું ! શું ? પ્રશ્નકર્તા : પણ એવું હોય દાદા, કે આપણા તો ઘઉં વીણેલાં હોય, પણ આપણે વીણતા હોય ને વ્યવહાર જેની સાથે હોય, તો એ આપણામાં આવીને પાછાં વીણ્યાં વગરનાં નાખી જતાં હોય ભેગાં અને આપણે કહીએ કે ભઈ, આવું ના કરીએ. દાદાશ્રી : વીધ્યા વગરના નાખે ક્યારે કે આપણાં આમ વીણ્યા વગરનાં હોયને, તો જ નાખે. એ વીણેલાં હોય તો ના નાખે. એ તો કાયદા છે બધા. આ તો ઈન્દ્રિયગમ્ય જ્ઞાત.... પ્રશ્નકર્તા : ના, પણ દાદા આપણે સમભાવે નિકાલ કરતા હોઈએ કોઈ વસ્તુનો, કે ‘ભઈ આ વસ્તુ સારી નથી.’ કે આની અંદર આમાં કલેશ થાય છે, કે આની અંદર, આને લીધે કંઈ વ્યવહાર બગડે છે. પણ સામે સમભાવે નિકાલ કરવાને બદલે એમ કહે, ‘હું તો કરીશ. તારાથી થાય એ કરી લે.’ તો પછી ત્યાં કઈ રીતે વ્યવહાર કરવો ?! દાદાશ્રી : એવું છેને, આ બધાં બુદ્ધિનાં અડપલાં છે. જ્યાં પરિણામ જ, જે પરિણામ ફરે નહીં, ત્યાં જોયા કરવાનું કે પરિણામ શું થાય છે એ ! સામાની

Loading...

Page Navigation
1 ... 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77