________________
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
અમારે આત્મા પ્રગટ નહોતો થયો ?
દાદાશ્રી : થયો'તો. પણ તે ધીમે ધીમે આ ભૂલો દેખાય એવું હું કરતો હતો, આવરણ તોડતો હતો.
૯૫
જેટલાં દોષ ઉત્પન્ન થાય છે એટલાં દોષ દેખાયા સિવાય જાય નહીં, જો દેખાયા સિવાય ગયો તો આ અક્રમ વિજ્ઞાન ન હોય. એવું આ વિજ્ઞાન
છે. વિજ્ઞાન છે આ તો !
દોષો પ્રતિક્રમણથી ધોવાય. કોઈની અથડામણમાં આવે એટલે પાછા દોષો દેખાવા માંડે ને અથડામણ ના આવે તો દોષ ઢંકાયેલો રહે. પાંચસો-પાંચસો દોષો રોજના દેખાવા માંડે એટલે જાણજો કે પૂર્ણાહુતિ પાસે આવી રહી છે.
પ્રશ્નકર્તા : પણ દાદા, આ જ્ઞાન લીધા પછી આપણી જાગૃતિ એવી આવે, આપણા પોતાના દોષ દેખાયને, ખૂબ બધા પાપો દેખાય અને તેનો
ગભરાટ થાય.
દાદાશ્રી : તેનો ગભરાટ રાખવાથી શું ફાયદો ? દેખનાર, હોળી જોનારો માણસ દાઝે ખરો !
પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : હોળી દાઝે, પણ હોળી જોનારો કંઈ દાઝે ! એ તો ચંદુભાઈને થાય, ત્યારે ખભો થાબડવો કે ભઈ, થાય છે બા. કર્યો છે તે થાય, કહીએ.
પ્રશ્નકર્તા : પણ તે ગરમી લાગે ને દૂરથી હઉં, દાદા !
દાદાશ્રી : હા, લાગે, લાગે.
પ્રશ્નકર્તા ઃ એટલાં બધાં પાપો કરેલાં દાદા, ક્યારે છૂટકારો મળે એમ થાય ! દાદાશ્રી : હા, એ હિસાબ વગરના, પાર વગરના દોષો કરેલા ! પ્રશ્નકર્તા : અને એ જ્યારે દેખાય ત્યારે એમ થાય, કે આ દાદા નહીં
F
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
મળ્યા હોત તો અમારું શું થાત !
દાદાશ્રી : પાપ પોતાનું દેખાયું ત્યારથી જ જાણીએ કે આપણી કઈ ડિગ્રી થઈ ! આ જગતમાં કોઈ પોતાનું પાપ જોઈ શકે નહીં. કોઈ દહાડો દોષ જોઈ શકે નહીં. દોષ જુએ તો ભગવાન થાય.
પ્રશ્નકર્તા : વહુના, કોઈના દોષો ના દેખાય એવું કરો.
દાદાશ્રી : ના, દોષો તો દેખાય બળ્યા, એ દેખાય છે તેથી તો આત્મા જ્ઞાતા છે ને પેલું જ્ઞેય છે.
પ્રશ્નકર્તા : પણ દોષો દેખાય નહીં એવું ના થાય ?
દાદાશ્રી : ના, ના દેખાય તો તો આત્મા જતો રહે. આત્મા છે તો દોષ દેખાય છે, પણ દોષો નથી, શેય છે એ.
વીતરાગોની નિર્દોષ દ્રષ્ટિ !
વીતરાગોની કેવી દ્રષ્ટિ ! શું દ્રષ્ટિએ એમણે જોયું કે જગત નિર્દોષ દેખાયું !! હૈં સાહેબ !! આપણે વીતરાગોને પૂછીએ કે સાહેબ, તમે તો કેવી, કંઈ આંખે એવું જોયું તે આ જગત તમને નિર્દોષ દેખાયું ? ત્યારે એ કહે, “એ જ્ઞાનીને પૂછજો. અમે તમને જવાબ આપવા ના આપીએ.' ડીટેલમાં વિગતવાર જ્ઞાનીને પૂછજો. મેં જોયું એ એમણે તો જોયું પણ મેં ય જોયું એ !
પ્રશ્નકર્તા : એટલે દાદા, નિર્દોષ જાણવા, નિર્દોષ ગણવા નહીં એમ ? અને દોષિત જાણવા એમ ?
દાદાશ્રી : આપણા જ્ઞાનમાં દોષિત નહીં, નિર્દોષ જ જાણવા. દોષિત કોઈ હોતો જ નથી. દોષિત ભ્રાંત દ્રષ્ટિથી છે. ભ્રાંત દ્રષ્ટિ બે ભાગ પાડે છે. આ
દોષિત છે ને આ નિર્દોષ છે. આ પાપી છે ને આ પુણ્યશાળી છે. અને આ દ્રષ્ટિએ એક જ છે કે નિર્દોષ જ છે. અને તે તાળાં વાસી દીધેલાં. બુદ્ધિને એ બોલવાનો સ્કોપ જ ના રહ્યો. બુદ્ધિને ડખો કરવાનો સ્કોપ જ ના રહ્યો. બુદ્ધિબેન ત્યાંથી પાછાં ફરી જાય કે આપણું હવે ચાલતું નથી. ઘેર ચાલો. એ કંઈ ઓછી