________________
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
જાગૃત ને જાગૃત રહેવાય. એ સારું કહેવાય. જ્યારે અંધારાની ભૂલો તો કોઈને દેખાય જ નહીં. એમાં પોતે જ પ્રમાદી હોય, અપરાધી હોય અને દેખાડનાર ય ના મળે. જ્યારે ઇલેક્ટ્રિસિટીવાળી ભૂલો તો કોઈ બતાવનારે મળી રહે. પોતાની ભૂલો પોતાને કરડે તેને અમે ઇલેક્ટ્રિસિટીવાળી ભૂલો કહીએ અને અંધારાની ભૂલો એટલે પોતાની ભૂલો પોતાને ના કરડે. જે ભૂલ કરડે તે તો તરત જ દેખાઈ જાય પણ જે ના કરડે તે જાણ બહાર જતી રહે. અંધારાની ભૂલો અને અંધારાની વાત એના કરતાં કઠણ માણસની અજવાળાની ભૂલો સારી, પછી ભલેને જથ્થાબંધ હોય. જ્યારે ના ગમતી અવસ્થાઓ આવી હોય, કોઈ મારે પથ્થર વડે, ત્યારે ભૂલો દેખાય. સ્ટ્રોંગ પરમાણુવાળી ભૂલો હોય તે તરત જ દેખાય, બહુ કડક હોય. જે બાજુ પેસે એ બાજુ ગરકી જાય. સંસારમાં પેસે તો એમાં ગરકી જાય અને જ્ઞાનમાં પેસે તો એમાં ગરકી જાય.
ભૂલો જ પજવે છે !
‘હું જાણું છું' એ અંધારાની ભૂલ તો બહુ ભારે ભૂલ અને પાછું ‘હવે કંઈ વાંધો નથી’ એ તો મારી જ નાખે. આ તો જ્ઞાની પુરુષ વગર કોઈ બોલી જ ના શકે કે “મારામાં એકુંય ભૂલ નથી રહી.” દરેક ભૂલોને જોઈને ભાંગવાની છે. આપણે “શુદ્ધાત્મા’ અને બહારની બાબતમાં ‘હું કશું જાણું નહીં” એમ રાખવાનું, એથી વાંધો જ નહીં આવે. પણ ‘હું જાણું છું' એવો રોગ તો પેસવો જ ના જોઈએ. આપણે તો ‘શુદ્ધાત્મા’. ‘શુદ્ધાત્મા’માં એકેય દોષ ના હોય પણ ચંદુલાલમાં જે જે દોષ દેખાય તેમ તેમ તેનો નિકાલ કરવાનો. અંધારાની ભૂલો અને અંધારામાં દટાઈ રહેલી ભૂલો ના દેખાય. જેમ જેમ જાગૃતિ વધે તેમ તેમ વધારે વધારે ભૂલો દેખાય. સ્થળ ભૂલો ય ભાંગે તો આંખનું લાઈટ ફેરફાર થઈ જાય ! અંધારામાં ભરેલી ભૂલો અંધારામાં ક્યાંથી દેખાય ? ભૂલો જેમ જેમ નીકળતી જાય તેમ તેમ વાણી ય એવી નીકળતી જાય કે કોઈ બે ઘડી સાંભળતો રહે !
દાદા “ડૉક્ટર' દોષોતાં !
પ્રગટે ક્વળજ્ઞાત, અંતિમ દોષ જતાં ! | ‘મારામાં ભૂલ જ નથી” એવું તો ક્યારેય ના બોલાય, બોલાય જ નહીં. ‘કેવળ’ થયા પછી જ ભૂલો ના રહે. ભગવાન મહાવીરને કેવળજ્ઞાન ઉપર્યું ત્યાં સુધી દોષો દેખાતા હતા. ભગવાનને કેવળજ્ઞાન ઉપર્યું તે કાળ અને પોતાના દોષ દેખાતા બંધ થવાનો કાળ એક જ હતો ! તે બન્ને ય સમકાલીન હતા ! છેલ્લા દોષનું દેખાવું બંધ થવું અને આ બાજુ કેવળજ્ઞાન ઊભું થવું. એવો નિયમ છે. જાગૃતિ તો નિરંતર રહેવી જોઈએ. આ તો દિવસે ય કોથળામાં આત્મા પૂરી રાખે તો કેમ ચાલશે ! દોષો જોતા જઈને ધોવાથી આગળ વધાય, પ્રગતિ થાય, નહીંતર પણ આજ્ઞામાં રહેવાથી લાભ તો છે. તેનાથી આત્મા જળવાઈ રહે. જાગૃતિ માટે સત્સંગ અને પુરુષાર્થ જોઈએ. સત્સંગમાં રહેવા માટે પહેલાં આજ્ઞામાં રહેવું જોઈએ.
અંધારતી ભૂલો... અરે, મનમાં ભાંડેલી ગાળ કે અંધારામાં કરેલાં કૃત્યો ભયંકર છે ! પેલો જાણે કે “મને કોણ જોવાનું છે ને કોણ આને જાણવાનું છે ?” અલ્યા, આ ન્હોય પોપાબાઈનું રાજ ! આ તો ભયંકર ગુનો છે ! આ બધાંને અંધારાની
ભૂલો તો ઘણી જ છે એ જો જાણીએ તો ભૂલો દેખાતી થાય ને પછી ભૂલો ઓછી થતી જાય. અમે બધાંના દોષ ઓછા જોતાં રહીએ ? એવી અમને નવરાશે ય ના હોય. એ તો બહુ પુશ્ચ ભેગી થાય ત્યારે તમારા દોષ દેખાડીએ. આ દોષોથી મહીં ભારે રોગ ઊભો થાય. પર્ય જાગે ત્યારે અમે સિદ્ધિ બળે એનું ઑપરેશન કરીને કાઢી નાખીએ. આ ડૉક્ટરો કરે છે તે ઑપરેશન કરતાં લાખ ગણી મહેનત અમારા ઑપરેશનમાં હોય !!
દોષ કાઢવાતી કૉલેજ ! હસતાં-રમતાં દોષ કાઢવાની કૉલેજ જ આ છે ! નહીં તો દોષ તો રાગવૈષ વગર જાય નહીં. હસતાં-રમતાં ચાલે આ કૉલેજ એ ય અજાયબી જ છે ને ! અક્રમની અજાયબી છે ને !
પ્રશ્નકર્તા : આપના શબ્દો એવાં નીકળે કે એ દોષ નીકળ્યા કરતો હોય