________________
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
જાતની ય સમજણ નહીંને ! આ થોડું-ઘણું જ્ઞાન આપ્યું હોયને, તે જાગૃતિ રહે એ લોકોને. ચોખ્ખો હોય તો. બીજી સમજણ નહીં કે હું શું કરી રહ્યો છું ?! બુદ્ધિ ફસવે. તેની પોતાને ખબર ના પડે ને ! બુદ્ધિ બધાંને ફસવે. ના જોવાનું હોય તે ય દેખાડે.
આ બાબતમાં નીરુબેન જોયાં મેં. એક દહાડો અવળો વિચાર ના આવે. અમારા હાથે કોઈકને મારતાં હોઈએને, તો ય વિચાર નહીં. એનું કંઈ હિતનું કારણ જોયું હશે તેથી મારતા હશે !
પ્રશ્નકર્તા : અને એવું જ હોય છે. દાદાશ્રી : હવે એ આમની બુદ્ધિ શી રીતે પહોંચે ?
પ્રશ્નકર્તા: આખું કેવળ કરુણા અને કલ્યાણ સિવાય બીજું કંઈ અહીં છે નહીં.
દાદાશ્રી : ધીમે ધીમે એનું ય રાગે પડી જશે.
પ્રશ્નકર્તા : આ જ્ઞાનમાં તો જગતમાં પણ કોઈને દોષિત જોવાનું નથી, તો જ્ઞાની પુરુષના તો દોષ જોવાતા હશે ? જગત નિર્દોષ જોવાનું છે. પોતાની જ ભૂલથી દોષ દેખાય છે.
દાદાશ્રી : હા, પણ એવું ભાન રહે નહીં ને માણસને ! ભાન રહે તો આવું કરે ય નહીંને બિચારો ? જોખમ ખેડે નહીં ને આ તો ? બહુ મોટું જોખમ કહેવાયને ! તેથી તો પેલા ભાઈને કહેલું કે આઠ વાગ્યાથી વહેલું તમારે આવવું નહીં. અમે ચા પીતાં હોઈએ ને દોઢ કપ પીતાં હોય કે બે કપ પીતાં હોઈએ ! ત્યારે એની બુદ્ધિ બતાડશે કે આટલું બધું બે કપ પીવાની શી જરૂર ? એક પીધી હોય તો ય શું ખોટું ?
મહીં ઠંડક રહે છે એટલું જ સારું છે ને !
પ્રશ્નકર્તા : આપ તો કહો છોને કે, એક ક્ષણ પણ અમારો મોક્ષનો ધ્યેય અમે ચૂકીએ નહીં.
દાદાશ્રી : એક મિનિટે ય, એક ક્ષણે ય ના ચૂકાય.
પ્રશ્નકર્તા ઃ હવે આખું મોક્ષમાર્ગમાં રહેવું અને આ વ્યવહાર પાછો. એક એક વ્યક્તિને દુ:ખદાયી ના થાય, એનો રોગ નીકળે, એટલું કડક બોલવું પડે, એ બધું કરવાનું.
દાદાશ્રી : પછી બે બહારવટિયાની વાતે ય વાંચીએ. પ્રશ્નકર્તા : એ પણ કરવાનું ને મોક્ષ ચૂકવાનો નહીં.
દાદાશ્રી : બે બહારવટિયાની વાતે ય વાંચવાની. એ ચોપડી હાથમાં આવી હોય તે પૂરી કરવાની. પેપર વાંચવાની ફાઈલનો ય નિકાલ કરવાનો અને આ કહે છે અમારે કામ વધારે છે ! લે, આ કામવાળા આવ્યા ! અહીં પાણી મૂક્યું હોય ને તો અહીં ધરે મને, મારે ના પીવું હોય તો ય ! એ જાણે કે આ થઈ ગયું કામ ! મારે ના પીવું હોય તો ય ધરે. હું કહ્યું કે, “ના, હમણે નહીં.” એને એ કામ માને.
આપણે જે કર્મ ના બંધાય કહીએ છીએને, તે પાંચ આજ્ઞા પાળતો હોય, એંસી ટકા તો. નહીં તો બધાં કર્મ બંધાય જ. આજ્ઞા ના પાળીએ એટલે કર્મ બંધાય જ. મારી પાસે આખો દહાડો ય બેસી રહે તો કશું વળે નહીં. અને મારી પાસે છ મહિના ભેગો ના થયો પણ આજ્ઞા પાળતો હોય તેનું કલ્યાણ થાય. બાકી અહીં તો બધાને ઠંડક લાગેને, તે બધા બેસી જ રહેને ! કૂતરું ય અહીંથી ખસે નહીં, બળ્યું ! મારીએ તોય પાછું અહીં આવીને બેસે. અમે ઔરંગાબાદ ગયા હતા. તે કૂતરું મારી પાસેથી ખસતું ન હતું.
સરળતે જ્ઞાતીકૃપા અપાર ! મોક્ષમાર્ગ હાથમાં આવ્યા પછી જે તમારાથી દોડાય એવું આમનાથી
પ્રશ્નકર્તા: જોવા જેવું તો મહીલું જ છે, કે ચા પીતી વખતે આપ મહીં કેવી રીતે વીતરાગતામાં રહો છો !
દાદાશ્રી : એવી જોવાની શક્તિ ક્યાંથી લાવે ? એ તો આપણા જ્ઞાનથી