________________
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
કે પ્રવર્તનમાં આવે જ. એટલે પૂરેપૂરું જાણ્યું નથી. આ તો સ્થૂળ જાણ્યું. જાણ્યાનું ફળ શું ? તરત જ પ્રવર્તનમાં આવે. એટલે આ સ્થૂળ જાણ્યું છે, હજુ તો એનું સૂક્ષ્મ, સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ થશે ત્યારે પ્રવર્તનમાં આવશે.
ન છોડવો કદિ સત્સંગ ‘આ’ !
આ સત્સંગમાં તો માર પડતો હોય તો ય માર ખઈને પણ આ સત્સંગ છોડવો નહીં. મરી જવું તો ય આવા સત્સંગમાં મરી જવું, પણ બહાર ના મરવું. કારણ કે જે હેતુ માટે મર્યો, તે હેતુ એનો જોઈન્ટ થઈ જાય છે. અહીં કોઈ મારતું નથીને ? મારે તો જતો રહું ? આ જગત કાયદેસર ગોઠવાયેલું છે. હવે એમાં કોઈના દોષ જુએ તો શું થાય ? કોઈનો દોષ હશે ખરો ?
પ્રશ્નકર્તા : કોઈનો દોષ તો નહીં હોય, પણ મને એવું દેખાય છે.
દાદાશ્રી : જે દેખાય છે, એ દર્શન ખોટું હોય. આપણે એક વસ્તુ અહીંથી જોઈએ, એ હોય ઘોડો અને બળદ જેવું દેખાય તો આપણે બળદ છે એવું બોલીએ. પણ ત્યાં જઈને તપાસ કરીએ તો ખબર પડે કે ઘોડો છે, તો આપણે ના સમજીએ કે આપણી આંખો વીક (નબળી) થયેલી છે ! એટલે ફરીવાર કે જે દેખાય એવું નક્કી જ ના માનીએ.
૮૩
પ્રશ્નકર્તા : આપના વિઝન (દ્રષ્ટિ)થી કોઈનાં દોષ નથી છતાં મને આવું કેમ દેખાય છે ?
દાદાશ્રી : તને દેખાય છે એમાં તું જ્ઞાન ગોઠવતો નથીને ! અજ્ઞાનને ચાલુ રહેવા દઉં છું. આ દાદાના ચશ્મા પહેરે તો દોષ ના દેખાય. પણ પેલાં ચશ્માથી જો જો કર્યા કરે છે. નહીં તો આ જગતમાં કોઈ દોષિત છે જ નહીં ! આ મારી ઊંડામાં ઊંડી શોધખોળ છે.
વાળવી, દોષ જોવાતી શક્તિને !
કોઈનો દોષ જ જોવો નહીં. ત્યારથી જ ડાહ્યા થઈ જાય. દોષ કોઈનો ખરેખર છે નહીં. આ તો વગર કામનો મેજીસ્ટ્રેટ થઈ જાય છે. પોતાના દોષ
૪
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
પૂરા દેખાતા નથી અને બીજાના જોવા તૈયાર થયા. દોષ જોવાની માણસનામાં શક્તિ છે, એ પોતાના દોષ જોવા માટે જ છે. બીજાના દોષો જોવા માટે નથી. તેનો દુરુપયોગ થવાથી પોતાનાં દોષ જોવાની શક્તિ બંધ થઈ ગઈ. બીજાના દોષ કાઢવા માટે નથી આ. એ એના પોતાના દોષ નહીં કાઢે ને ? આપણે બીજાના દોષ કાઢીએ તો એમને ગમે છે ?
પ્રશ્નકર્તા : નથી ગમતું.
દાદાશ્રી : ના ગમતો વેપાર બંધ ના કરીએ આપણે ? 'વ્યવસ્થિત' કર્તા ત્યાં ભૂલ કોતી ?
જાગૃતિ રાખવી એવો નિશ્ચય હોવો જોઈએ. ભૂલનો સવાલ નથી. આપણે અહીં ભૂલ થતી જ નથી. ભૂલ તો ‘જેની’ થાય, એને પાછું પોતાને સમજણ પડે કે આ ભૂલ થઈ, પણ વ્યવસ્થિત કરે છે, પણ પોતે નિમિત્ત થયો, માટે એનું આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરવું જોઈએ કે, ‘આવું ના હોવું જોઈએ.' નહીં તો પછી ચાલે જ નહીં ને ! વસ્તુ જ આખી જુદી છે. કરે છે વ્યવસ્થિત. આપણે ત્યાં એટલે કોઈનો દોષ જોવાનો હોતો જ નથી ને !
આ સત્સંગમાં કોઈની ભૂલ જોવાની દ્રષ્ટિ છોડી દેજો. ભૂલ થતી જ નથી કોઈની. એ બધું ‘વ્યવસ્થિત’ કરે છે. માટે ભૂલની દ્રષ્ટિ જ કાઢી નાખવી. નહીં તો આપણો આત્મા બગડી જાય.
પ્રશ્નકર્તા : ભૂલની દ્રષ્ટિ રહે તો પગથિયું ઊતરી પડે ને ?
દાદાશ્રી : ખલાસ થઈ જાય માણસ ! બધું વ્યવસ્થિત’ કરે છે. આ
જ્ઞાન મળ્યા પછી બધું વ્યવસ્થિતના આધીન થાય છે. વજ્રલેપો ભવિષ્યતિ...
અન્ય ક્ષેત્રે કૃતમ્ પાપમ્ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ, ધર્મ ક્ષેત્રે કૃતમ્ પાપમ્ વજ્રલેપો ભવિષ્યતિ.