________________
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
નિજદોષ દર્શનથી.... નિર્દોષ ! ત્યાંથી. અહીંથી શબ્દો એવા નીકળે કે પેલો દોષ ત્યાં ખરી પડે.
દાદાશ્રી : ખરી પડેને ? બરોબર છે.
હવે તમને દોષ દેખાય છે એ તમને શી રીતે ખબર પડે ? ત્યારે કહે, ચંદુભાઈ ગુસ્સે થાય તે તમને ગમે નહીં. એ જાણ્યું કે આ ચંદુભાઈમાં આ દોષ હતો. પકડાયો દોષ. એ દોષ તમે જોયાં. ચંદુભાઈનામાં જે દોષ હતા એ તમે જોયા. ‘દીઠાં નહીં નિજદોષ તો કરીએ કોણ ઉપાય ?” નિજદોષ જોવાની દ્રષ્ટિ ઉત્પન્ન થઈ ગઈ એટલે પરમાત્મા થવાની તૈયારી થઈ, કહે છે. અને નિજદોષ તો કોઈને ય ના દેખાય. અહંકાર છે ત્યાં સુધી અણુએ અણુમાં દોષ છે. ભ્રાંતિ જાય ત્યારે ખબર પડે કે ઓહોહો ! ચંદુભાઈ ક્રોધ કરે છે. તે આપણને ગમે નહીં. ચંદુભાઈ આમ કરે છે, એ ચંદુભાઈનો દોષ પકડાયો. પકડાય કે ના પકડાય દોષ બધાં ?
કોઈકને દુઃખ થાય એવું બોલી ગયાં હોય ચંદુભાઈ તો ચંદુભાઈને કહેવું કે પ્રતિક્રમણ કરો, કેમ આમ કરો છો ?
પ્રશ્નકર્તા : શૂટ એટ સાઈટ, તરત જ.
દાદાશ્રી : હા, આખો દહાડો નહીં, પણ એ તો લાગે આપણને કે આ દોષ આ સામેનાને દુઃખ થાય એવું બોલ્યો છે તેનું પ્રતિક્રમણ કરવાનું અને તે કરે છે આપણા મહાત્માઓ. શુદ્ધાત્માને પ્રતિક્રમણ શું કરવાનું ? જે અતિક્રમણ કરતો જ નથી, તેને પ્રતિક્રમણ શું કરવાનું ? આ તો જેણે કર્યું તેને કહીએ, તમે કરો. આખો સિદ્ધાંત મોઢે રાખવો પડશે આ તો. અને રહે છે પણ, લખે તો ભૂલી જાય. આખો સિદ્ધાંત મોંઢે યાદ રહે છે ને ? હા... એમનાથી ઉંમરને લઈને થોડું ઓછું અવાય તો ય પણ બધું મોઢે, લક્ષમાં રહેવાનું બધું ય. આપણે તો કામ સાથે કામ છે ને ? છૂટવા સાથે કામ છે ને આપણે ?
પ્રશ્નકર્તા : મને તો તમારી એક વાત બહુ ગમેલી ત્યાં ઔરંગાબાદમાં બોલેલા.
પ્રશ્નકર્તા : પકડાય. પણ દાદા, તમારું વાક્ય ગયું હતું. દોષ દીઠો ને ગયો. દેખાણું એટલે ગયો.
દાદાશ્રી : હા.
દાદાશ્રી : દોષ દેખાયો એટલે ગયો. ત્યારે તેથી શાસ્ત્રકારોએ કહ્યું, મહાવીર ભગવાને કહ્યું હતું કે તું દોષને જોઈ લે. દોષમાં એકાગ્રતા થવાથી એટલે જોયું નહીં અને આંધળો રહ્યો, તેથી દોષ તને વળગ્યો. હવે એ દોષને તું જોઉં તો ચાલ્યો જશે. હવે એ દાવો શું માંડે છે ? એ પુદ્ગલ આપણને કહે છે કે તમે તો શુદ્ધાત્મા થઈ ગયા, મારું શું ? તો આપણે કહીએ, હવે મારે ને તારે શું લેવા-દેવા ? ત્યારે કહે, “ના, એવું ચાલે નહીં. એ તમે બગાડવું હતું. આ તે જેવું હતું એવું કરી આપો. નહીં તો તમે છુટકારો ના થાય. ત્યારે કહે, શી રીતે છૂટકારો થાય ? ત્યારે કહે, જે અજ્ઞાનતાથી તમે જોયું તેથી અમે બંધાયા તમારી જોડે અને જ્ઞાનથી જુઓ તો અમે છુટી જઈએ. એટલે જ્ઞાને કરીને દોષ ગાળ્યા સિવાય એ દોષ જાય નહીં. અજ્ઞાને બાંધેલા જ્ઞાન કરીને છૂટે. એટલે આપણે જોયાં. જ્ઞાન એટલે જોવું. જોયું એ છૂટ્યું. પછી ગમે તેવું હોય. અને છતાંય અક્રમ વિજ્ઞાન છે... ક્રમિકમાં બધો ડહાપણવાળો માર્ગ હોય. છોડતો છોડતો આવ્યો હોય અને અહીં તો છોડતો છોડતો નહીં આવેલો. એટલે
પ્રશ્નકર્તા: કે મારા પ્રતિક્રમણ દોષ થતાં પહેલાં થઈ જાય છે. દોષ પહેલાં તમારા પ્રતિક્રમણ પહોંચે છે.
દાદાશ્રી : હા, આ પ્રતિક્રમણ શૂટ ઓન સાઈટ. દોષ થતાં પહેલાં ચાલુ જ થઈ જાય એની મેળે. આપણને ખબરે ય ના પડે કે ક્યાંથી ઊભું થઈ ગયું ! કારણ કે જાગૃતિનું ફળ છે.
આવરણ તૂટ્ય દોષ ભળાય ! ભૂલો નહોતી દેખાતી. આત્મા પ્રગટ નહોતો તેથી ભૂલ નથી દેખાતી. આ તો હવે આટલી બધી ભૂલો દેખાય છે, એનું શું કારણ છે ? આત્મા પ્રગટ થયો છે.
પ્રશ્નકર્તા : શરૂઆતમાં અમને જ્યારે ભૂલ નહોતી દેખાતી, ત્યારે શું