________________
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
દોડાય નહીં. આ તો બધું પાછું પ્રમાદી ખાતું. અમારે ઊંચકવા પડે. એટલે આ છે તે બિલાડીનાં બચ્ચા જેવાં છે. બિલાડીને એનાં બચ્ચાને જાતે ઊંચકીને ફરવું પડે ને તમે વાંદરાનાં બચ્ચા જેવાં છો. તમે પકડીને રાખો, છોડો નહીં, ચોક્કસ ! ડિઝાઈન એટલે ડિઝાઈન !! અને આમને તો અમારે ઊંચકવા પડે ! કારણ કે એમની સરળતા જોઈને અમે ખુશ હોઈએ. અને ખુશ હોઈએ એટલે ઊંચકીને ફરીએ.
સરળતા તે બધું જ ખુલ્લું કરી નાખે. બધાં જ કબાટ ઊઘાડાં કરી નાખે. લ્યો સાહેબ, જોઈ લો. કહેશે કે, અમારી પાસે આ માલ છે. અને અસરળતા એટલે એક જ કબાટ ખુલ્લું કરે. બીજું તો, કહેશે તો ઊઘાડીશ, નહીં તો નહીં ઉઘાડીએ. અને આ તો કહેતાં પહેલાં બધાં જ ઊઘાડાં કરી નાખે. સરળતા તમે સમજ્યા ?!
ગુણ જોતાં ગુણ પ્રગટે !
અને સામાનો ગુણ જોયો કે ગુણ ઉત્પન્ન થશે. બસ ! આપણે ગાળ ભાંડીએ ને કોઈ ના બોલે, એટલે આપણે જાણીએ કે આમાં કેવા સરસ ગુણ છે ! તો આપણને એ ગુણો ઉત્પન્ન થાય. અને કોઈનો દોષ છે જ નહીં આ દુનિયામાં. પોતાના દોષથી જ છે આ બધું ય.
તિજર્મ એટલે તિજદોષ !
આ કરમ, કરમ ગાય છે પણ કરમ શું છે તેનું તેમને ભાન નથી. પોતાનાં કર્મ એટલે નિજદોષ. આત્મા નિર્દોષ છે. પણ નિજદોષે કરીને બંધાયેલો છે. જેટલા દોષ દેખાતા થાય એટલી મુક્તિ અનુભવાય. કોઈ કોઈ દોષોને તો
લાખ-લાખ પડ હોય એટલે લાખ-લાખ વાર જોઈએ ત્યારે એ નીકળતા જાય. દોષો તો મન-વચન-કાયામાં ભરેલા જ છે. અમે જાતે જ્ઞાનમાં જોયું છે કે જગત શેનાથી બંધાયું છે. માત્ર નિજદોષથી બંધાયું છે. નર્યો ભૂલોનો ભંડાર મહીં ભરેલો છે. ક્ષણે ક્ષણે દોષ દેખાય ત્યારે કામ થયું કહેવાય. આ બધો માલ તમે ભરી લાવ્યા તે પૂછ્યા વગરનો જ ને ! શુદ્ધાત્માનું લક્ષ બેઠું એટલે ભૂલો દેખાય. છતાં ભૂલો ના દેખાય એ નર્યો પ્રમાદ કહેવાય.
૯૦
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
શુદ્ધ ઉપયોગ, આત્મા તણો...
આત્માનો શુદ્ધ ઉપયોગ એટલે શું ? એને વીલો ના મૂકાય. પા કલાક ઝોક આવી હોય તો પતંગની દોર અંગૂઠાને વીંટીને ઝોક ખાવી. તેમ આત્માની બાબતમાં જરાય અજાગૃતિ ના રખાય. આ મન-વચન-કાયાનો દોષ તો ક્ષણે ક્ષણે દેખાવો જોઈએ. આ દુષમકાળમાં દોષ વગર કાયા જ ના હોય. જેટલા દોષ દેખાયા એટલા (જ્ઞાનનાં) કિરણ વધ્યાં કહેવાય. આ કાળમાં આ અક્રમ જ્ઞાન તો ગજબનું પ્રાપ્ત થયું છે. તમારે માત્ર જાગૃતિ રાખીને ભરેલા માલને ખાલી કરવાનો છે, ધો ધો કરવાનો છે.
અનંત ભૂલો છે. ભૂલોને લીધે ઊંઘ આવી જાય છે. નહીં તો ઊંઘ શાની ? ઊંઘ આવે એ તો વેરી ગણાય. પ્રમાદચર્યા કહેવાય ! શુભ ઉપયોગમાં પણ પ્રમાદને અશુભ ઉપયોગ કહે છે. જ્ઞાની પુરુષ તો એક જ કલાક ઊંધે. નિરંતર જાગૃત રહે. ખોરાક ઓછો થઈ ગયો હોય, ઊંઘ ઓછી થઈ ગઈ હોય ત્યારે જાગૃતિ વધે. નહીં તો પ્રમાદચર્યા રહે. ઊંધ ખૂબ આવે તે પ્રમાદ કહેવાય. પ્રમાદ એ તો આત્માને ગાંસડી બાંધ્યા બરાબર. જ્યારે ઊંઘ ઘટે, ખોરાક ઘટે ત્યારે જાણવું કે પ્રમાદ ઘટ્યો. ભૂલ ભાંગે ત્યારે એના મોં પર લાઈટ આવે. સુંદર વાણી નીકળે, લોકો એની પાછળ ફરે. ભૂલ નથી જ એવું જો માનીને બેસી રહે તો પછી ભૂલ દેખાય જ ક્યાંથી ? પછી નિરાંતે સૂઈ રહે. આપણા ઋષિમુનિઓ ઊંધે નહીં. બહુ જાગ્રત રહે.
ભૂલો, અજવાળાતી...
સ્થૂળ ભૂલો તો સામસામી ટકરામણ થાય એટલે બંધ થઈ જાય. પણ સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ એટલી બધી હોય છે કે એ જેમ જેમ નીકળતી જાય તેમ તેમ માણસની સુગંધ આવતી જાય. આ ભૂલો તો અંધારાની ભૂલો. તે પોતાને દેખાય નહીં. એ તો જ્ઞાની પુરુષ પ્રકાશ ફેંકે એટલે દેખાય. એના કરતાં અજવાળાની ભૂલો સારી. ઇલેક્ટ્રિસિટીવાળી હોય તે પોતાને તરત દેખાય.
પ્રશ્નકર્તા : ઇલેક્ટ્રિસિટીવાળી ભૂલો શું છે ?
દાદાશ્રી : એ બધી છતી ભૂલો અકળામણ થઈને જતી રહે. એનાથી