________________
૮૫
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
નિજદોષ દર્શનથી.... નિર્દોષ !
બહાર કંઈ દોષ થયો હોય તો અહીં આગળ નાશ થઈ જાય, પણ અહીં આગળ પાપ કર્યું તે “વજલેપો ભવિષ્યતિ'. એટલે મેં કહ્યું. “ધોઈ નાખજો.’ ત્યારે કહે, ‘હા. ભૂલ્યો. હવે કોઈ દહાડો આવું નહીં થાય.” મેં કહ્યું, કોઈનીય દોષ જોશો નહીં, અહીં ના જોવો, બાર જઈને જોવો. બહાર જઈને જોશો તો અહીં આગળ એ ધોવાઈ જશે પણ અહીં જુએ તો વજલેપ થઈ જાય. સહેજેય કોઈનો દોષ ના જોવાય. ગમે તેવું ઊંધું કરતો હોય, તો દોષ ના જોવાય અને જોવાઈ જાય તો આપણે ધોઈ નાખવો જોઈએ અને નહીં તો એ વજલેપ થઈ જાય.
એટલે અહીં તો ધોઈ નાખવું તરત જ. વિચાર અવળો આવ્યો કે તરત ધોઈ નાખવું. કોઈ ઊંધું કરે કે છતું કરે, તે આપણે જોવાની જરૂર નથી.
આ ધર્મસ્થાન કહેવાય. ઘેર ભૂલ કરી હોય તો અહીં આગળ સત્સંગમાં એ ભૂલ ભૂંસાઈ જાય. પણ ધર્મસ્થાનમાં ભૂલ થઈ, તો નિકાચીત થાય.
પ્રશ્નકર્તા : દાદા પાસે બેઠા હોય તો ય નિકાચીત થાય ?
દાદાશ્રી : ના થાય. પણ એનો જે લાભ મળતો હોય તે ના મળે ને ! એનો લાભ મળતો હોય તે ના થાય. તે આવી ભૂલો થાય છે, એટલે ચેતવીએ તમને. ભૂલ થાય તેથી કરીને જ્ઞાન જતું રહેતું નથી. ચેતવવાથી ચોખ્ખું થાય ને ?
દેખે દોષ જ્ઞાતીતાં, તેતે.. તને અમારો દોષ દેખાય કોઈ દહાડો ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : કોઈ દહાડો ય નહીં ? અને આ પહેલી વખત આ બિચારાને અમારો દોષ દેખાય છે. તેથી અમે અજાણ્યા માણસને બહુ અમારા ટચમાં રાખતા નથી. બુદ્ધિ વાપરે તો દોષ જ દેખાય માણસને, પડી જાય. એ તો નર્કે જાય, સમજણ વગરના. અલ્યા, જ્ઞાની પુરુષને, જે આખા લોકને તારે, તેનામાં ય દોષ ખોળી કાઢ્યા ?! પણ આ અજાણ્યા માણસ, સમજણ નહીં. તેથી અમે
બહુ ટચમાં ના રાખીએ. એક-બે કલાક રાખીએ. નીરુબેન એકલાને જ, એમને દોષ નહીં દેખાયા, કેટલાંય વર્ષથી જોડે રહે છે પણ એક અક્ષરેય દોષ નહીં દેખાયો ! એક સેકન્ડેય દોષ ના દેખાયો તે આ નીરુબેન ! તે ભારે કહેવાય ? તને કોઈક દહાડો દેખાતો હશે, નહીં ? કોઈ દહાડોય નહીં ?
પ્રશ્નકર્તા : દાદા, આપનું તો આ વિજ્ઞાન, એ વાતોની તો અદભૂતતા જ છે ! અહીં દોષ જોવાનું તો કંઈ કારણ જ નથી. સંપૂર્ણ જ્ઞાનદશા વર્તતી હોય જેમને !!
દાદાશ્રી : એવું છેને કે તમારા જૈનો હોયને તે સારાં, આવડો છોકરો હોય તે ય કહે કે દાદાજી કહે એ સાચું, બીજું નહીં. એવું માને છે બધાંય. અને આ બીજો બધો કાચો માલ.
પ્રશ્નકર્તા : આપ નિરંતર એકદમ સૂક્ષ્મતમમાં ઉપયોગમાં વર્તતા હોય, ત્યાં દોષ રહે જ નહીં ને કશું ? પછી આપના દોષ કેમ જોવાય ?
દાદાશ્રી : એવી સમજણ નહીંને, એક્ય સમજણ નહીં.
પ્રશ્નકર્તા : કેવળજ્ઞાન સ્વરૂપે વર્તતા હો પછી બહારનું ગમે તેવું હોય, શ્રીમદ્ રાજચંદ્ર તો એટલે સુધી કીધું કે જ્ઞાનીને સનેપાત થાય, તો ય એમના દોષ ના જોવાય.
દાદાશ્રી : પણ એ સમજણ હોવી જોઈએ ને ! સમજણ કંઈ સહેલી વસ્તુ છે !
પ્રશ્નકર્તા : ઊલટાંનું આ પૂછવામાં, પેલું વાતચીત કરવામાં વિનય ચૂકાય એ બધી ભૂલો અમારી અમારે ધોવાની હોય.
દાદાશ્રી : જ્યાં નહીં જોવાનું ત્યાં એ જોઈ નાખે, એ અજાયબી જ છે ને ! બીજી જગ્યાએ દોષ જુએને, તો હું એ ભાંગી આપું. અને અહીં દોષ જુએ તો કોણ ભાંગે એનું ? કોઈ ભાંગનારું જ રહ્યું નહીંને ! એટલે હું ચેતવી દઉં કે અલ્યા, જો કે, અહીં ચેતતો રહેજે. મહ સમજણ નહીં ને બિચારાને ! કોઈ