Book Title: Nijdosh Darshan Thi Nirdosh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 51
________________ નિજદોષ દર્શનથી... નિર્દોષ ! ૮૧ નિજદોષ દર્શનથી... નિર્દોષ ! પહેલાં તો મેં ઈનામ કાઢ્યું હતું, આજથી ત્રીસેક વર્ષ ઉપર ઈન્ડિયામાં ઈનામ કાઢ્યું હતું કે મને કોઈ પણ માણસ મારશે એને પાંચસો રૂપિયા રોકડા આપીશ. પણ કોઈ ધોલ મારનાર નીકળ્યો નહીં. કોઈ દુઃખી હોય કે ‘ભાઈ, દુઃખનો માર્યો તું અહીં ઉછીના ખોળવા એના કરતાં આ લઈ જાને !' ત્યારે એ કહે, ‘ના બા. એ ઉછીના ખોળવા સારુ પણ તમને ધોલ મારીને મારી શી દશા થાય આ દુનિયા બિલકુલ કાયદેસર ચાલે છે, ભગવાન ચલાવતા નથી છતાં સ્ટ્રોંગ કાયદેસર છે. ભગવાનની હાજરીથી ચાલે છે આ. એટલે કોઈ પણ તમારી જોડે દોષ કરે તો તે તમારો જ પડઘો છે. દુનિયામાં કોઈનો દોષ હોતો જ નથી. મને જગત આખાનાં જીવમાત્ર નિર્દોષ જ દેખાય છે. આ જે દોષિત દેખાય છે એ જ ભ્રાંતિ. આપણું વિજ્ઞાન એવું કહે છે કે કોઈ પણ માણસનો દોષ દેખાય તે તમારો દોષ છે. તમારા દોષથી એ રીએક્શન (પ્રત્યાઘાત) આવેલું છે. આત્મા ય વીતરાગ છે અને પ્રકૃતિ ય વીતરાગ છે. પણ તમે જેવો દોષ કાઢો એટલે એનું રીએક્શન આવે. ત્યારે દોષ બને એ ડિસ્ચાર્જ રૂપે. બધું નિર્દોષ જ છે. દોષિત દેખાય છે એ જ આપણો દોષ છે. કોઈ જીવનો દોષ છે જ નહીં. એવું દેખાયું તો જ્ઞાન કહેવાય, પણ એ દેખાય નહીંને? પ્રશ્નકર્તા : દોષિત જોવો નથી છતાં દોષિત દેખાય એ ડિસ્ચાર્જ કહેવાયને ? દાદાશ્રી : ડિસ્ચાર્જ. ડિસ્ચાર્જ ટુ બી હેબીચ્યએટેડ. પોતાની સત્તા નહીં એ હેબીટ્યુએટેડ કહેવાય. પ્રશ્નકર્તા : દોષિત દેખાય તો એ ડિસ્ચાર્જ કેવી રીતે કહેવાય ? દાદાશ્રી : દોષિત જોવાનો ભાવ છૂટ્યો એટલે ડિસ્ચાર્જ કહેવાયને ! પણ એ એણે પૂરેપૂરી આજ્ઞા પાળી નથી. એ ધીમે ધીમે આજ્ઞા પાળતો જશે, તેમ તેમ ચોખ્ખું થઈ જશે. ત્યાં સુધી એનું પ્રતિક્રમણ કરવું પડે. પ્રશ્નકર્તા : પણ બેઝીકલી એવું ફીટ થઈ ગયું છે કે નિર્દોષ જ છે. પણ કોઈકવાર એવું દોષિત દેખાઈ જાય છે. દાદાશ્રી : એટલે જ એ હેબીટ્યુએટેડ છે, કહ્યુંને. ના કરવું હોય તો ય થઈ જાય. પ્રશ્નકર્તા : અમારાં લોકોની દ્રષ્ટિ હજી નિર્દોષ કેમ નથી થતી ? દાદાશ્રી : દ્રષ્ટિ નિર્દોષ જ છે. પ્રશ્નકર્તા : નિર્દોષ દેખાવું જોઈએ, એમ ભાવ છે, પણ છતાંય બીજાના દોષ દેખાય છે. દાદાશ્રી : દોષ દેખાય છે, એ જેને દેખાય છેને, તેને આપણે ‘જોઈએ’ છીએ, બસ. બાકી જે માલ ભરેલો હોય તેવો જ નીકળે ને ? પ્રશ્નકર્તા : પણ એનું પ્રતિક્રમણ કરવું પડે ને ? દાદાશ્રી : પ્રતિક્રમણ કરવું જ પડેને ! શા માટે એવો માલ ભર્યો હતો ?! શ્રદ્ધાથી શરૂ, વર્તનથી પૂર્ણ.. એટલે આ આપણું જ્ઞાન શુદ્ધ જ્ઞાન છે. સમજણે ય શુદ્ધ છે. જગત આખું નિર્દોષ દેખાવું જોઈએ. પહેલું નિર્દોષ શ્રદ્ધામાં આવ્યું. હવે ધીમે ધીમે સમજણમાં આવશે, જ્ઞાનમાં આવશે. પોતે શુદ્ધાત્મા જ છે ને ! ગજવું કાપે તો ય નિર્દોષ દેખાવો જોઈએ. જે જાણ્યું એ પાછું આપણી શ્રદ્ધામાં પૂરેપૂરું આવે, ત્યાર પછી વર્તનમાં આવે. એટલે પૂરેપૂરું શ્રદ્ધામાં હજુ આવ્યું નથી. જેમ જેમ શ્રદ્ધામાં આવતું જશે એમ વર્તનમાં આવતું જશે. તે બધો પ્રયોગ ધીમે ધીમે થાય. એવું ઓચિંતું ના બની શકે કંઈ ! પણ જાણે ત્યાર પછી એ પ્રયોગમાં આવેને ?! પ્રશ્નકર્તા : આ જાણ્યું તો ઘણાં વખતથી છે જ ને ? દાદાશ્રી : ના. પણ એ જાણ્યું ના કહેવાય. જાણ્યું એનું નામ કહેવાય

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77