________________
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
નિજદોષ દર્શનથી . નિર્દોષ !
ધોઈ નાખીશ કે જેથી તમારું અજવાળું રહે અને તમને નિર્દોષ દેખાતું જાય. અને જોડે જોડે પાંચ આજ્ઞા આપીશું. એ પાંચ આજ્ઞામાં રહેશો તો એ જે આપેલું જ્ઞાન છે, તેને સહેજે ય ફ્રેક્ટર નહીં થવા દે.
ત્યારથી થયું સમક્તિ ! પોતાનો દોષ દેખાય ત્યારથી સમકિત થયું કહેવાય. પોતાનો દોષ દેખાય ત્યારે જાણવું કે પોતે જાગૃત થયો છે. નહીં તો બધું ઊંઘમાં જ ચાલે છે. દોષ ખલાસ થયા કે ના થયા, તેની બહુ ચિંતા કરવા જેવી નથી પણ જાગૃતિની મુખ્ય જરૂર છે. જાગૃતિ થયા પછી નવા દોષ ઊભા થાય નહીં ને જૂના દોષ હોય તે નીકળ્યા કરે. આપણે એ દોષોને જોવાના કે કેવી રીતે દોષો થાય છે !
જેટલાં દોષો દેખાય તેટલાં વિદાયગીરી લેવા માંડે. જે તે ચીકણા હોય તે બે દહાડા, ત્રણ દહાડા, પાંચ દહાડા, મહિને કે વર્ષે પણ એ દેખાય એટલે ચાલવા જ માંડે, અરે, ભાગવા જ માંડે. ઘરમાં જો ચોર પેઠો હોય તો તે ક્યાં સુધી બેસી રહે ? માલિક જાણતો ન હોય ત્યાં સુધી. માલિક જો જાણે તો તરત જ ચોર નાસવા માંડે.
અંતે તો એ પ્રાત ગુણો ! પ્રશ્નકર્તા : દાદા, આપણે દોષ નહીં જોવાના ને ગુણો જોવાના ?
દાદાશ્રી : ના. દોષો ય નહીં જોવાના ને ગુણો ય નહીં જોવાના. આ દેખાય છે એ ગુણો તો બધા પ્રાકૃત ગુણો છે. તે એકે ય ટકાઉ નથી. દાનેશ્વરી હોય તે પાંચ વર્ષથી માંડીને પચાસ વર્ષ સુધી એ જ ગુણમાં રહ્યો હોય, પણ સનેપાત થાય ત્યારે એ ગુણ ફરી જાય. આ ગુણો તો વાત, પિત્ત અને કફથી રહ્યા છે અને એ ત્રણેમાં મેલ થાય તો સનેપાત થાય ! આવા ગુણો તો અનંત અવતારથી ભેળા કર કર કર્યા છે. છતાં, આમ પ્રાકૃત દોષો ભેગા ના કરવા જોઈએ. પ્રાકૃત સારા ગુણો પ્રાપ્ત કરે તો ક્યારેક આત્મા પ્રાપ્ત કરી શકશે. દયા, શાંતિ એ બધા ગુણો હોય તે પણ જો વાત, પિત્ત ને કફ બગડ્યાં તો તે બધાને માર માર કરે. આ તો પ્રકૃતિનાં લક્ષણ કહેવાય. આવાં ગુણોથી
પુણ્યાનુબંધી પુણ્ય બંધાય. તેનાથી કોઈક અવતારમાં ‘જ્ઞાની પુરુષ’ મળી આવે, તો કામ થાય. પણ આવાં ગુણોમાં બેસી રહેવું નહીં. કારણ કે ક્યારે એમાં ફેરફાર થઈ જાય એ કહેવાય નહીં. એ પોતાના શુદ્ધાત્માના ગુણો નથી. આ તો પ્રાકૃત ગુણો છે. એને તો અમે ભમરડાં કહીએ છીએ.
આખું જગત પ્રાકૃત ગુણોમાં જ છે. આખું જગત ભમરડાં છાપ છે. આ તો સામાયિક-પ્રતિક્રમણ પ્રકૃતિ કરાવે અને પોતાને માથે લે છે ને કહે છે કે મેં કર્યું !” તે ભગવાનને પૂછે તો ભગવાન કહે કે, “આ તો તું કાંઈ જ કરતો નથી.’ આ કોઈ દિવસ પગ ફાટતો હોય તો કહે, ‘હું શું કરું ?” પ્રકૃતિ પરાણે કરાવે છે ને કહે છે કે “મેં કર્યું !” અને તેથી તો એ આવતા અવતારનું બીજ નાખે છે. આ તો ઉદયકર્મથી થાય અને એનો ગર્વ લે. આ ઉદયકર્મનો ગર્વ લે એને સાધુ શી રીતે કહેવાય ? સાધુ મહારાજોની એક ભૂલ, કે જે ઉદયકર્મનો ગર્વ લે છે. એ જો ભૂલ થતી હોય અને તેટલી એક ભૂલ જ જો ભાંગે તો તો કામ જ થઈ જાય. ઉદયકર્મનો ગર્વ મહારાજને છે કે નહીં એટલું જ જોવાનું હોય, બીજું બહારનું કશું જ જોવાનું ના હોય. એમને બીજાં કષાયો હશે તો ચાલશે પણ ઉદયકર્મનો ગર્વ ના હોવો જોઈએ. બસ, આટલું જ જોવાનું હોય.
દરેક જીવ અનંત દોષનું ભાજન છે. કૃપાળુદેવે કહ્યું, ‘હું તો દોષ અનંતનું, ભાજન છું કરુણાળ’ એવું બોલજે.
મોટામાં મોટો દોષ ! ભગવાને સંસારી દોષને દોષ ગણ્યો નથી. ‘તારા સ્વરૂપનું અજ્ઞાન’ એ જ મોટામાં મોટો દોષ છે. આ તો હું ચંદુભાઈ છું’ ત્યાં સુધી બીજા દોષો ય ઊભા છે અને એક વખત પોતાના સ્વરૂપનું ભાન થાય તો પછી બીજાં દોષો હંડતા થાય !
આ તો પોતાની એક ભૂલ દેખાતી નથી. આપણે કહીએ, “શેઠ. તમારામાં કંઈક દોષ તો ખરોને ?” ત્યારે કહે, ‘હા, થોડોક સહેજ ક્રોધ છે અને સહેજ લોભ છે. બીજું કાંઈ દોષ નથી.’ આ તું ત્યાં અનંત બોલે છે ને અહીં પાછો...’ ‘બે” જ છે એવું મોઢે બોલે છે ! આપણે પૂછીએ ત્યારે એ જાણે કે