Book Title: Nijdosh Darshan Thi Nirdosh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 36
________________ નિજદોષ દર્શનથી... નિર્દોષ ! નિજદોષ દર્શનથી... નિર્દોષ ! જોઈએ, તો જ ભૂલ દેખાઈ જાયને ?! દેખનારો ‘ક્લીયર’ હોય તો જ દેખી શકે. તેથી અમે કહીએ છીએને કે ૩૬૦ વાળા જે ભગવાન છે ને તે સંપૂર્ણ ‘ક્લીયર’ (ચોખા) છે અને અમારું ‘અનક્લીયરન્સ’ દેખાડે છે. આ જ્ઞાન મળ્યા પછી બધાને ‘બે’ તો થાય જ. પેલામાં પણ ‘બે’ હોય છે. જેને જ્ઞાન ના મળ્યું હોય, તેને ય ‘બે’ હોય છે અને આ પણ ‘બે’ હોય છે. આ જ્ઞાન પછી અંદર ને બહાર જોઈ શકે. તે અંદર ભૂલ વગરનું ચારિત્ર આ છે, એવું એ દર્શનમાં જોઈ શકે ! અને ભૂલ વગરનું ચારિત્ર જેટલું એનાં દર્શનમાં ઊંચું ગયું, એટલી છે તે ભૂલો એને દેખાય. મહીં જેટલું ટ્રાન્સ્પેરન્ટ (પારદર્શક) ને ક્લીયર થયું, અરિસો શુદ્ધ થયો કે તરત મહીં દેખાય. એમાં ઝળકે ભૂલો ! તમારે ભૂલો ઝળકે છે કે નહીં ? પ્રશ્નકર્તા: દેખાય છે. ભૂલ વગરનું ચારિત્ર જેનાં દર્શનમાં હોય અને ભૂલવાળું ચારિત્ર જેનાં વર્તનમાં હોય એટલે દેખાય ? દાદાશ્રી : એટલે તરત ખબર પડે કે પેલું ભૂલ વગરનું. એટલે ભૂલ વગરનું ચારિત્ર દર્શનમાં હોય, તે કહી આપે કે આ ભૂલ થઈ. અલૌકિક સામાયિક એ પુરુષાર્થ ! એટલે ભૂલો દેખાવા માંડીને, તે જેટલી દેખાય એટલી જાય. તમને થોડી ભૂલો દેખાય છે ? રોજ પાંચ-દસ દેખાતી જાય છે ને ? એ દેખાઈ, એટલે દેખાવાનું વધતું જશે. હજુ તો બહુ દેખાશે. જેમ જેમ દેખાતી જાય, તેમ તેમ આવરણ ખૂલતાં જાય ને તેમ વધુ દેખાતી જાય. અમુક દોષો બંધ થાય એવું નથી, એ તો માર ખાશે ત્યારે અનુભવ થશે, ત્યારે દોષો બંધ થશે. હું જાણું કે આ અનુભવ વગર બંધ ના થાય. બંધ કરાવીએ તે ખોટું છે. જેટલું કરવું હોય એટલું થાય એવું છે અને તે કરે છે કેટલાક મહાત્માઓ. પુરુષાર્થ છે પણ એ બધા માણસોને આવડતો નથી. આપણે ત્યાં જે પેલું સામાયિક કરાવે છેને, એ મોટો પુરુષાર્થ છે. ભૂલનો સ્વભાવ કેવો છે કે ભૂલ દેખાઈ કે ભૂલ જવાની તૈયારી કરી દે. ભૂલ ઊભી ના રહે. દોષ થાય તેનો વાંધો નથી પણ દોષ દેખાવો જોઈએ. દોષ થાય છે તેનો દંડ નથી પણ ભૂલો દેખાય છે તેનું ઈનામ મળે છે. કોઈને પોતાની ભૂલો ના દેખાય. આત્મા પ્રાપ્ત થયા પછી નિષ્પક્ષપાતી થાય એટલે ભૂલો દેખાવાની શરૂ થાય. આ જ્ઞાન આપ્યા પછી તમે નિષ્પક્ષપાતી થયા એટલે દેહનો પક્ષપાત તમને પાડોશી જેટલો રહ્યો. એટલે જે ભૂલ હોય તે દેખાયા કરે. દેખાઈ એટલે જવા માંડે. ત અડે કશું શુદ્ધ ઉપયોગીતે ! હવે આ જ્ઞાન જ તમારી જે ભૂલો છે તે દેખાડે છે. ‘ચંદુભાઈ’ કોઈની જોડે ઊગ્ર થઈ ગયા તો ‘તમને' માલમ પડી જાય કે ઓહોહો, ભૂલ કેટલી બધી હતી ! એટલે ભૂલો દેખાય એનું નામ આત્મા. નિષ્પક્ષપાત થયો, એનું નામ આત્મા. જ્યાં સુધી તમે આત્મા છો, ત્યાં સુધી દોષ અડે નહીં. જો તમે શુદ્ધ ઉપયોગમાં હો, તો તમારા હાથે કોઈ વસ્તુ ખોટી થાય તો ય તમને અડે નહીં. શુદ્ધ ઉપયોગીને કોઈ કર્મ અડે નહીં. એટલે અમને આચાર્ય મહારાજ પૂછે છે કે અમે ઊઘાડે પગે ફરીએ છીએ, જીવોની અહિંસા પાળવા માટે અને તમે તો મોટરમાં ફરો છો. તમારું જ્ઞાન સાચું છે, એ અમે કબૂલ કરીએ છીએ પણ તમને દોષ નહીં લાગતો હોય ? મેં કહ્યું કે અમે શુદ્ધ ઉપયોગી છીએ. આરોપ આપ્યું અટકે આગળનું વિજ્ઞાત ! સામો નિર્દોષ દેખાય તો દોષિત કોણ દેખાય ? પ્રશ્નકર્તા : જેની પાસે અજ્ઞાન વધારે હોય એને વધારે દોષિત લાગે. દાદાશ્રી : હા, સામો માણસ દોષિત લાગે. અને જેની પાસે જ્ઞાન જ હોય, તેને સામો માણસ દોષિત બિલકુલ લાગે નહીં. હવે દોષિત લાગે નહીં. છતાંય દોષ કોનો ? કોઈનો દોષ તો હોવો જોઈએ ને ? આ જેટલાં દોષ બને છે એ બધા જ તમારા પોતાનાં જ દોષ

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77