Book Title: Nijdosh Darshan Thi Nirdosh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 46
________________ નિજદોષ દર્શનથી... નિર્દોષ ! ૭૧ નિજદોષ દર્શનથી... નિર્દોષ ! આમ થાય કર્મો ચોખાં ! પ્રશ્નકર્તા : મહાત્માઓનું એવું સ્ટેજ ક્યારે આવશે કે પ્રતિક્રમણ કરવાના જ ઊડી જશે ? દાદાશ્રી : એટેક કરવાનું ભૂલી ગયો એટલે પ્રતિક્રમણ કરવાનું ભૂલી જશે, ઘરમાં ટોકાય કઈ ભૂલતે ? જીવન બધું બગડી ગયું છે, આવું જીવન ના હોવું જોઈએ. જીવન તો પ્રેમમય હોવું જોઈએ. જ્યાં પ્રેમ હોય ત્યાં ભૂલ્લો જ ના કઢાય. ભૂલ કાઢવી હોય તો સમજ બરાબર પાડવી. એને આપણે કહીએ, ‘આમ કરવા જેવું છે.” તો એ પેલી કહેશે, ‘સારું થયું મને કહ્યું.’ ઉપકાર માને. ‘ચામાં ખાંડ નથી”, કહેશે. અલ્યા, પી જા ને છાનોમાનો. વખતે એને ખબર પડશેને ? એ આપણને કહે ઉલટી, કે તમે ખાંડ માંગી નહીં ?! ત્યારે કહીએ, તમને ખબર પડે ત્યારે મોકલજો. જીવન જીવતાં નથી આવડતું. ઘરમાં ભૂલ કઢાય નહીં. કાઢે કે ના કાઢે આપણા લોકો ? પ્રશ્નકર્તા : દરરોજ કાઢે. દાદાશ્રી : બાપની, માની, છોકરાની, બધાંની ભૂલો કાઢે મૂઓ. પોતાની એકલાની જ ના કાઢે ! કેવો ડાહ્યો ! અક્કલવાળો ! એટલે આવી વાંકી જાત છે આ. હવે ડાહ્યા થઈ જજો એટલે અતિક્રમણ નહીં કરવાનું. કોઈ વખત આમ છાંટો ઉડ્યો એટલે આપણે તરત જાણવું કે આ ડાઘ પડ્યો એટલે તરત ધોઈ નાખવું. ભૂલ તો થાય, ના થાય એવું નહીં, પણ ભૂલ ધોઈ નાખવી એ આપણું કામ. પ્રશ્નકર્તા: પણ ડાઘ દેખાય એવી દ્રષ્ટિ મળવી જોઈએ. દાદાશ્રી : એ આપણને મળી છે. બીજા લોકોને તો મળી જ ના હોય ને આપણને તો મળી છે ને કે આ ભૂલ થઈ, આપણી ભૂલ ખબર પડે. આપણી જાગૃતિ એવી છે કે ભૂલો બધી દેખાડે. થોડી થોડી દેખાય, જેમ જેમ પડળ ખસતાં જાય તેમ તેમ દેખાતાં જાય. જ્યારે ઘરના માણસો નિર્દોષ દેખાય ને પોતાના જ દોષ દેખાય ત્યારે સાચાં પ્રતિક્રમણ થાય. પ્રશ્નકર્તા : જૂનાં દોષોનાં ક્યાં સુધી પ્રતિક્રમણ કરવાનાં ? દાદાશ્રી : દોષો હોય ત્યાં સુધી અને આપણા દોષને લઈને સામાને દુ:ખ થાય એવું હોય તો જ કહેવાનું, ‘ચંદુલાલ એના પ્રતિક્રમણ કરો'. નહીં તો કરવાની જરૂર નહીં. પ્રશ્નકર્તા : આ જન્મમાં એવાં દોષો કર્યા ના હોય, પરંતુ ભૂતકાળમાં પહેલાના જન્મમાં એવા દોષો કર્યા હોય કે જેના પ્રતિક્રમણ કરી એમાંથી છૂટી જવું હોય તો કઈ રીતે કરવું ? ક્યાં સુધી કરવું ? દાદાશ્રી : ગયા અવતારમાં દોષો થયેલા તેની શી રીતે ખબર પડે આપણને ? જે ક્લેઈમ કરતો આવે તેનું નિવારણ થાય. ક્લેઈમ જ ના કરતાં હોય તો ? એટલે ક્લેઈમ કરતો આવે તેનું પ્રતિક્રમણ કરવું. બીજા કોઈને લેવાદેવા નથી. કોઈ મનમાં યાદ આવ્યા કરતું હોય, જેના તરફ મન બગડ્યા કરતું હોય, તેના પ્રતિક્રમણ કરવા. જગત આખું નિર્દોષ છે જ પણ નિર્દોષ દેખાતું નથી, એનું શું કારણ ? એ આપણા એટેક(વાળા) સ્વભાવને જ લઈને. આપણને ગાળ ભાંડે તે ય નિર્દોષ છે, માર મારે તે ય નિર્દોષ છે. નુકસાન કરે તે ય નિર્દોષ છે. કારણ કે આપણો હિસાબ જ છે આ બધી. આપણો હિસાબ આપણને એ પાછો આપે છે. તે આપણે પાછું ફરી એને આપીએ તે ફરી નવો હિસાબ બાંધીએ છીએ. એટલે આપણે ‘વ્યવસ્થિત’ માનીએ એટલે બસ. કહી દેવાનું કે ‘લો, હિસાબ ચોખ્ખો ચૂકતે થઈ ગયો.” નિર્દોષ જોશે તો મોક્ષ થશે. દોષિત જોયો એટલે પછી તમે આત્મા જોયો જ નથી. સામાનામાં તમે જો આત્મા જુઓ તો એ દોષિત નથી.

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77