________________
નિજદોષ દર્શનથી.... નિર્દોષ !
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
અને જાગૃતિથી બધા પોતાના દોષો, બધું જ દેખાય. સામાના દોષ કાઢવા એનું નામ જાગૃતિ નથી. એ તો અજ્ઞાનીને બહુ હોય. સામાના દોષ બિલકુલ દેખાય નહીં, પોતાના દોષ દેખવામાં બિલકુલ નવરો પડે જ નહીં, એનું નામ જાગૃતિ.
એટલે થઈ ગયા જ્ઞાતી ! પ્રશ્નકર્તા : જેટલા વિભાવ થાય એ બધા દોષ ગણાય ને ?
દાદાશ્રી : હવે વિભાવ થાય જ નહીં. હવે જે દોષ દેખાય છેને, તે માનસિક દોષ દેખાય છે. મન:પર્યવને લઈને, માનસિક દોષો, બુદ્ધિના દોષો, અહંકારના દોષો એટલે અંતઃકરણના બધા દોષો તેમને દેખાય. ચંદુભાઈના દોષ તમને દેખાય કે નહીં ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : ચંદુભાઈના દોષ તમને દેખાયા કે તમે થઈ ગયા જ્ઞાની. આ તો તમે મને હજી દસેક કલાક મળ્યા હશો.
આ તો મેં તમારા હાથમાં, જે હીરાની કિંમત ના થાય એવું તમારા હાથમાં મૂકેલું છે. પણ એ હીરો બાળકના હાથમાં આવવાથી એની વેલ્યુ જ નથી !
દીસે ધોધ દોષ તણા.. ક્ષણે ક્ષણે દોષ દેખાય છે ને? પ્રશ્નકર્તા : ક્ષણે ક્ષણે તો નહીં, થોડા થોડા દેખાય છે.
દાદાશ્રી : હજી તો ક્ષણે ક્ષણે દેખાશે. હજુ તો બહુ દોષ છે. પાર વગરનાં છે, પણ દેખાતા નથી હજુ. આ કોઈને દસ દોષ પોતાના ના દેખાય. બે-ત્રણ હશે એમ બોલે, કારણ કે દોષ દેખાય ત્યારથી તો મોક્ષે જવાની તૈયારી થઈ.
તે દોષનો ધોધ દેખાય છેને, બધો. હવે જેટલા દેખાય એટલા ગયા. પાછાં
બીજે દહાડે એટલા ઉત્પન્ન થયા કરશે. નિરંતર વહ્યા જ કરશે. જ્યાં સુધી નિર્દોષ ના બનાવે ત્યાં સુધી વહ્યા કરશે. હવે હલકાં થવાશે !
દોષો ધોધબંધ દેખાય એવું કરો, કશું મહેનત પુષ્કળ છે બહુ ય !!! તમને જે તમારું સ્વરૂપ છે તે સ્વરૂપ અને ચંદુલાલ જુદા. ચંદુલાલનો ખભો થાબડો ! ચંદુલાલ સારું કરીને આવ્યા હોય તે દહાડે કહીએ, તમે તો આટલી ઊંમરે સારો લાભ ઉઠાવ્યો, તમે છૂટશો તો અમને છોડશો. તમે જ્યાં સુધી વળગેલા હશો
ત્યાં સુધી અમારો ઉકેલ નહીં આવે. માટે આપણે કહેવું કે ‘વહેલા પરવારીને સત્સંગમાં જાવ’. ‘ચંદુભાઈ આમ કરો, તેમ કરો', એવું ઊલટું તમારે કહેવાનું. તમે તો ઉપરી થયા અને ‘છોકરા જોડે આટલું હાય હાય શું કરો છો ?” એમ તમારે કહેવાનું. કયા અવતારમાં છોકરાં નહોતાં. કૂતરા, બિલાડીમાં છોકરાં વગર તો એકુંય અવતાર ગયો નથી ને ? બળ્યા, જોય સાચાં છોકરાં ! આ તો લૌકિક વસ્તુ છે. આ તો કંઈ સાચું છે ?
આ તો રિલેટિવ છે. આ દૂધી બૂમો પાડે છે, મારાં છોકરાં કેટલા ? સો દૂધીયાં બેઠાં હોય તો સો ય તારાં છોકરાં ! પાને પાને દૂધીયું બેસે તેમ આ લોકોને દોઢ-દોઢ વર્ષે, બબ્બે વર્ષે એક-એક દૂધીયું બેસ્યા કરે !!! આ દૂધીયામાં ય જીવ રહ્યો છે ને આમાંય જીવ રહેલો છે. પેલામાં એકેન્દ્રિય જીવ રહેલો છે ને આમાં પંચેન્દ્રિય જીવ છે. પણ જીવ તો બન્ને જગ્યાએ રહેલો છે ને ! જીવ તો એવડો ને એવડો જ છે ને !
એટલે પોતાના દોષ દેખાય છે ને ? ચંદુભાઈને કહેવાયેય ખરું કે ‘ચંદુભાઈ, આમ શા હારુ કરો છો ? અમે તમારો છૂટકો કરવા માગીએ છીએ, તમારો થશે તો અમારો થશે.” તે ચંદુભાઈ શુદ્ધ થશે ત્યારે આપણો છૂટકારો થશે !
એટલે આપણે મહીં પોતાને જ કહેવું કે “ચંદુભાઈ, તમારો જ દોષ છે, ત્યારે જ આ ભાંજગડ ઊભી થઈ ને આવાં તમને ભેગા થયા, નહીં તો આવાં ભેગા થતા હશે ?! નહીં તો આમ ફૂલ ચઢાવે એવાં માણસ ભેગા થાય. જુઓને, મને ફૂલા ચઢાવે એવા માણસ ભેગા નથી થતાં ?! હૈ ?! આપને સમજાયુંને ?