Book Title: Nijdosh Darshan Thi Nirdosh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 44
________________ નિજદોષ દર્શનથી... નિર્દોષ ! ૬૭ પ્રશ્નકર્તા : પણ ભૂલ શું શું છે એ બધી દેખાવી જોઈએ ને ! દાદાશ્રી : એ તો ધીમે ધીમે દેખાતી જશે. તમને આ વાત કરું છું તેમ તેમ દેખાશે. તમારી ભૂલ જોવાની દ્રષ્ટિ ઉત્પન્ન થશે. તમારી ઇચ્છા થશે કે મારે હવે ભૂલ ખોળી કાઢવી છે તો જડ્યા વગર રહે નહીં ! હવે જે તમારા ઉદય છેને, તે ઉદયમાં જે દોષ છે તે રીઝર્વોયર (સરોવર)નો માલ છે એટલે નવું આવક નથી એમાં અને જાવક છે ચાલુ. તે પહેલાં જોશબંધ હોય, બે-પાંચ વરસ પછી ખાલી થઈ જાય. પછી બૂમ પાડો તો ય ના પડે અને અમુક વર્ષો પછી તો આની ઓર જ દશા આવશે. અને તે અમે સેફસાઈડ કરી આપેલું છે. તમારે એટલું લક્ષમાં રહેવું જોઈએ કે સેફસાઈડ કરેલું યાદ ન આવવું જોઈએ. સુટેવો ને કુટેવો બેઉ સેફસાઈડ નથી કરી આપણે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : પછી દાદા, મને આમ કેમ થાય છે ? આજે ગુસ્સો થઈ ગયો હતો. અરે, ગુસ્સે થઈ ગયો, તેને જો ને ! તેં જાણ્યું છેને ? પહેલાં જાણતા નહોતા, પહેલાં તો મેં જ કર્યું એમ કહેતા હતા. તે હવે જુદું પડ્યું ને ? પ્રશ્નકર્તા : હા. સ્વરૂપ પ્રાપ્તિ પછી... દાદાશ્રી : આ સાયન્સ છે. સાયન્સ એટલે સાયન્સ. પચ્ચીસ પ્રકારના મોહ, ચાર્જમોહ મેં બિલકુલ બંધ કરી દીધાં છે. અને ડિસ્ચાર્જ મોહ તો રહેવાનો જ અને ડિસ્ચાર્જ મોહ તો ભગવાન મહાવીરને પણ હતો. એમના ગજા પ્રમાણે, કારણ કે એ ખપાવીને ગયેલા હોય અને આપણે ખપાવ્યા વગરના હોય. એ દસના દેવાદાર હોય અને આપણે લાખના દેવાદાર હોઈએ. એમણે દેવાનો નિકાલ કરી નાખેલો અને તમે ય નિકાલ કરી નાખશો. બસ, દેવાનો નિકાલ જ કરવા બેઠા ત્યાં આગળ આપણે સમભાવે નિકાલ કરીએ છીએને ? હા, નિકાલ જ કરી નાખવાનો છે. નિજદોષ દર્શનથી... નિર્દોષ ! સુટેવો ને કુટેવો બેઉ ભ્રાંતિ છે. આપણે ભ્રાંતિની બહાર નીકળ્યા હવે. જે માલ આપણો ન હોય એને સંઘરીએ કેમ કરીને ? Fe આપણે દોષને જોવાના. દોષ કેટલાં દેખાય છે તે જાણવું આપણે. દોષને દોષ જુઓ અને ગુણને ગુણ જુઓ. એટલે શુભને ગુણ કહ્યો અને અશુભને દોષ કહ્યો. અને તે આત્મભાષામાં નથી. આત્મભાષામાં દોષ કે ગુણ કશું છે જ નહીં. આ લોકભાષાની વાત છે, ભ્રાંતિ ભાષાની વાત છે. આત્મભાષામાં તો દોષ નામ જ નથી કશું. મહાવીર ભગવાનને કોઈ દોષિત દેખાતો જ નહોતો. ગજવું કાપનાર ય દોષિત નહોતો દેખાતો. ખીલા માર્યા તેનો દોષ નહોતો દેખાયો. ઊલટું એના પર કરુણા આવી કે આનું શું થશે બિચારાનું. જોખમદારી તો આવી ને પોતાનું સ્વરૂપ જાણતો નથી. જો સ્વરૂપ જાણતો હોત ને માર્યું હોત તો તો ભગવાનને એમની પર કરુણા ના આવત કે, એ તો જ્ઞાની છે. પણ સ્વરૂપને જાણતો નથી એટલે પોતે કર્તા થયો અને સ્વરૂપને જો જાણતો હોય તો તે અકર્તા હતો, એટલે વાંધો નહોતો. એટલે વાત ટૂંકમાં સમજી લેવાની છે. લોંગકટ (લાંબો રસ્તો) છે જ નહીં, આ શોર્ટકટ (ટૂંકો રસ્તો) વસ્તુ છે. તમને આત્માની જાગૃતિ આવી ગઈ, શરૂઆત થઈ ગઈ, એ બહુ મોટામાં મોટું કાર્ય થઈ ગયું. એક ક્ષણવાર આત્મા છું એવું લક્ષ ના બેસે કોઈને, તો લક્ષ બેસે એ તો મોટામાં મોટી વસ્તુ થઈ. તે દહાડે પાપો ય ધોવાઈ જાય છે. તેથી તમને એ લક્ષમાં રહ્યા કરે છે, નિરંતર ચૂકાતું નથી. હવે કર્મનો ઉદય જરા ભારે હોયને તે તમને મૂંઝવે જરા, સફોકેશન કરે. તે ઘડીએ તમને નડતું નથી. તમારો આત્મા જતો રહ્યો નથી. પણ તે ઘડીએ આત્માનું સુખ આવતું બંધ થાય અને અમને સુખ આવતું બંધ ના થાય, અમને તો નિરંતર રહ્યા કરે. ઊભરાયા કરે ઊલટું, જોડેવાળાને ય સુખ લાગે. અમારી જોડે બેઠા હોયને તેને સુખ લાગે. સુખ ઊભરાયા જ કરે એટલું આત્માનું સુખ છે, આ દેહ હોવા છતાંય, આ કળિયુગ હોવા છતાંય ! હવે ભૂલ થાય છે તે દેખાય છે, ખબર પડે છે બધી ?

Loading...

Page Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77