________________
*
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
એ છે એકાંતે અહંકારી ! પોતાના દોષ દેખાય છે હવે ? પ્રશ્નકર્તા: હા, એ દેખાય છે.
દાદાશ્રી : નહીં તો પોતે પોતાનો એક દોષ ના દેખાય. અહંકારી માણસ પોતાનો દોષ જોઈ શકે નહીં. ફક્ત મોટા મોટા દોષ જાણે ખરો કે આ બેચાર દોષ છે મારામાં, પણ બધા જોઈ શકે નહીં !
કોઈનો દોષ થાય તેમાં તીર્થંકરો હાથ ઘાલતા ન હતા. આ હાથ ઘાલે છે, તે એટલો અહંકાર છે. દોષિત જોનારો અહંકાર છે અને દોષે ય અહંકાર છે. બેઉ અહંકાર છે !
નિજદોષ દર્શનથી. નિર્દોષ !
ભાળો સામાને પણ અકર્તા ! તમે કશું બોલ્યા, તે પેલાને દોષ દેખાય તો એનો ફાયદો શું થાય ? પ્રશ્નકર્તા : ફાયદો શાનો થાય ? નુકસાન જ થાયને ! દાદાશ્રી : કયા જ્ઞાનના આધારે એ દોષ જુએ છે ?
પ્રશ્નકર્તા: એમાં જ્ઞાન ક્યાં આવ્યું ? એ તો અજ્ઞાનતાને લઈને દોષ જુએ છેને ?
દાદાશ્રી : હા, પણ એણે શાન લીધેલું હોય છતાંય દોષ જુએ છે તો ? એ પોતાનું જ્ઞાન જ કાચું કરે છે. પોતે કર્તા નથી ને સામાને કર્તા જુએ છે. એ પોતે જ કર્તા થયા બરાબર છે. સામાને કંઈક અંશે કર્તા જુએ એટલે પોતે કાચો પડી ગયો. એ આપણું જ્ઞાન કહે છે. પછી પ્રકૃતિ ભલે વઢમ્વઢા કરે પણ કર્તા ના જોવો. પ્રકૃતિ તો વઢી ય પડે !
પ્રશ્નકર્તા : કેટલીક વખત બેહદ વઢી પડે છે એ શું ?
દાદાશ્રી : બેહદ ? અરે, એ તો સારું, મારમાર ના કરે એટલું સારું કહેવાય. નહીં તો એથીએ આગળ જાય, બંદૂકો લઈને ફરી વળે, પ્રકૃતિ તો !
| હા, તે બધું ય બને, મહીં અંદર જે માલ ભરેલો એવો નીકળે ! પણ કર્તા જોયો તો એ આપણું જ્ઞાન કાચું પડી ગયું. કારણ કે આ બધું પરસત્તા જ કરે છે, તમારે એવું જ્ઞાન કાચું પડી જાય છે ?
પ્રશ્નકર્તા : હા, ઘણી વખત પડી જાય.
દાદાશ્રી : પ્રકૃતિ વઢે તેનો વાંધો નહીં, પણ “એને’ કર્તા ના જુએ. પ્રકૃતિ તો પોતે ડ્રોઈગ કર્યું હોયને, ગયે અવતાર ફિલમ પાડી, તે પ્રમાણે લઢે હઉ, મારમાર હઉ કરે ! પણ આપણે કર્તા ના જોવો.
આખા દહાડામાં કોઈનોય કશો ગુનો થતો હોતો નથી. જેટલાં કોઈકના દોષ દેખાય છે, તેટલી હજુ કચાશ ! બધો જ તમારો હિસાબ છે.
પ્રશ્નકર્તા : અને દોષ કરનારો પણ ? દાદાશ્રી : એ પણ અહંકાર છે અને દોષિત જોનારો ય અહંકાર છે. પ્રશ્નકર્તા : દોષ એ પણ અહંકાર એમ કેમ કહો છો ?
દાદાશ્રી : એટલે કે દોષને કરનારો જ, બસ. છતાં દોષ કરનારો અહંકારી ના પણ હોય. આપણું જ્ઞાન લીધેલું હોય અને પાંચ આજ્ઞા બરોબર પાળતો હોય, એના દોષને દોષ ગણાતો નથી. કારણ કે ‘પોતે’ સામો પોતાના દોષ જોનાર હોય. પણ એમાં દોષ એ ભરેલો માલ છે, ‘તમારો’ દોષ નથી. એવું એ સાપેક્ષતા છે એમાં, એકાંતિક નથી. પણ દોષ જોનારો તો અહંકારી જ હોય.
પ્રશ્નકર્તા : એટલે દાદા, દોષ કરનારો અહંકારી ન પણ હોય ? દાદાશ્રી : ના પણ હોય. પ્રશ્નકર્તા દોષ જોનારો અહંકારી હોય જ. દાદાશ્રી : હોય જ એકાંતે. એકાંતે હોય જ. આ દુનિયામાં દોષ જોનારો