Book Title: Nijdosh Darshan Thi Nirdosh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 48
________________ નિજદોષ દર્શનથી. નિર્દોષ ! નિજદોષ દર્શનથી.... નિર્દોષ ! એકાંતે અહંકારી હોય જ. મહત્ત્વ છે ભૂલતા ભાતનું ! ભૂલની તરત ખબર પડે તો ભૂલ કરે જ નહીંને ! પણ પછી ચોવીસ કલાક થાય તો ય ના ખબર પડે. પ્રશ્નકર્તા : એ તો પેલું ભોગવટાનું પરિણામ આવેને, એટલે ખબર પડે. દાદાશ્રી : એ તો છ મહિને આવે પરિણામ, પોતાની જાતને કશું ખબર છે ? ત્યાર પછી ખબર પડે. વગર વેદને ખબર પડે ત્યારે જાણવું કે જ્ઞાન પ્રગટ થયું છે ! આ જ્ઞાન ને આ અજ્ઞાન એવો ભેદ પડી જવો જોઈએ. પ્રશ્નકર્તા : પોતાની ભૂલ ખબર પડે પછી ભૂલ અટકે ખરી ? દાદાશ્રી : ના અટકે એનો સવાલ નથી. ખબર પડે એટલે બહુ થઈ ગયું. ભૂલ અટકે કે ના અટકે, એ તો માફી જ છે. ભૂલ ખબર નથી પડતી તેને માફી નથી. ના અટકે એનો સવાલ નથી. બેભાનપણાને માફી નથી. બેભાનપણાથી ભૂલ થાય છે. પ્રશ્નકર્તા : એવું બેભાનપણે કેટલીય વાર ઉત્પન્ન થયું હોય. બાકી કેટલીય બાજુ બેભાનપણું રહેતું હશે તો ત્યાં ભૂલો થયા કરતી હોય ને ? દાદાશ્રી : થયા જ કરેને પણ, થયા કરતી હોય નહીં, થયા જ કરે છે ! પ્રશ્નકર્તા : એ બેભાનપણું છૂટે અને ભૂલ દેખાય, એવું શી રીતે બની પ્રશ્નકર્તા : આમાં તો દાદા તરત ખ્યાલ આવેલો કે આવું થશે. આ ભાઈએ કહ્યું કે તરત ખબર પડી ગઈ કે લોચા વાળ્યા. દાદાશ્રી : ના, પણ આપણી પોતાની મેળે કશું ખબર ના પડે. પ્રશ્નકર્તા : આ જાતે જ ખબર પડી ગઈ. શકે ? દાદાશ્રી : એ કહ્યું, એણે ચેતવ્યો એટલે પાછું જોયું તે પોતાની મેળે કોઈ કહે નહીં, નિમિત્ત બને નહીં. પ્રશ્નકર્તા : આ ભાઈએ કહ્યું ને પછી તરત જ મને સ્ટ્રાઈક થયું, કે આ ભૂલ થઈ. દાદાશ્રી : ભૂલ થઈ ખબર પડે છે ને ? ભૂલ થઈ તો સુધારે ને પણ ? ખબર પડી જાય તો, એ તો તરત ભાંગી નાખેને ? દાદાશ્રી : એ તો જાગૃતિ આવવી જોઈએ. આખો દહાડો માફી માંગ માંગ કર્યા કરવી. આખો દહાડો માફી માગવાની ટેવ જ પાડી દેવી. પાપ જ બંધાયા કરે છે. અવળું જોવાની દ્રષ્ટિ જ થઈ ગયેલી છે. ત્યાં પુરુષાર્થ કે કૃપા ? પ્રશ્નકર્તા : ભૂલ દેખાય, એ તો પુરુષાર્થ જબરો કરવો પડે ? દાદાશ્રી : પુરુષાર્થ નહીં, કૃપા જોઈએ. પુરુષાર્થથી તો અહીં આગળ ઘણી દોડધામ કરે તો ય કશું વળે નહીં. પુરુષાર્થની તો આમાં જરૂર જ નથી. એટલે અહીં તો કપા મેળવવાની ! એટલે શું કે દાદાને રાજી રાખવાના અને રાજી ક્યારે થાય ? એમની આજ્ઞામાં રહે તો ! એ એટલું જ જુએ કે આ કેટલી આજ્ઞામાં રહે છે ? ફૂલના હાર લાવ્યો કે કશું બીજું કર્યું એ જુએ નહીં, હારનો પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : ત્યારે સારું. ભૂલ તો બહાર થયા જ કરવાની. તને ખબર પડશે, તે ભાન થતું જશે. પોતાની મેળે ભાન થાય ભૂલનું. ત્યારે હું કહું કે આ જ્ઞાની ! ભૂલમાં જ ચાલ્યા કરે માણસ. ભૂલને જ સત્ય માનીને ચાલ્યા કરે. પછી પોતાને જરા વેદન આવે ત્યાર પછી વિચારે કે સાલું આમ કેમ થાય

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77