________________
નિજદોષ દર્શનથી... નિર્દોષ !!
૬૩
નિજદોષ દર્શનથી . નિર્દોષ !
આ તો જાગૃતિ જ નથી. એક પણ માણસ એવો નથી કે જેને જાગૃતિ હોય. આ ભાઈને જ્યાં સુધી “જ્ઞાન” આપ્યું નથી, ત્યાં સુધી એમનામાં કોઈ પણ જાતની જાગૃતિ ના હોય. જ્ઞાન આપ્યા પછી એનામાં જાગૃતિ ઉત્પન્ન થાય. પછી ભૂલ થાય તો જાગૃતિને લીધે ભૂલો દેખાય. વર્લ્ડમાં કોઈને જાગૃતિ જ ના હોય અને પોતાની એક બે ભૂલો દેખાય. બીજી ભૂલ દેખાય નહીં. આ તો જ્ઞાન પછી તમને તમારી તો બધી જ ભૂલો દેખાય, એ આ જાગૃતિને લઈને !
કારણ કે “ચંદુભાઈ નથી, હું શુદ્ધાત્મા છું’ એ સમજાય પછી જ નિષ્પક્ષપાતી થવાય. કોઈનો સહેજેય દોષ દેખાય નહીં અને પોતાના બધા જ દોષો દેખાય ત્યારે પોતાનું કામ પૂરું થયું કહેવાય. પહેલાં તો હું જ છું’ એમ રહેતું, તેથી નિષ્પક્ષપાતી નહોતા થયા. હવે નિષ્પક્ષપાતી થયા એટલે પોતાના બધા જ દોષો દેખાવાનું શરૂ થાય અને ઉપયોગ અંદર તરફ જ હોય, એટલે બીજાના દોષો ના દેખાય ! પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે ‘આ’ ‘જ્ઞાન’ પરિણમવાનું શરૂ થઈ જાય. પોતાના દોષ દેખાવા માંડ્યા એટલે બીજાના દોષ ના દેખાય. આ નિર્દોષ જગતમાં કોઈ દોષિત છે જ નહીં, ત્યાં દોષ કોને અપાય ? દોષ છે ત્યાં સુધી દોષ એ અહંકાર ભાગ છે ને એ ભાગ ધોવાશે નહીં, ત્યાં સુધી બધા દોષ નીકળશે નહીં, ત્યાં સુધી અહંકાર નિર્મૂળ નહીં થાય. અહંકાર નિર્મૂળ થાય ત્યાં સુધી દોષો ધોવાના છે.
તેમ તેમ પ્રગટે આતમ ઉજાસ ! પ્રશ્નકર્તા: આત્માનો અધ્યાસ પડે પછી ભૂલો એની મેળે ઓછી થતી જાય ?
દાદાશ્રી : ચોક્કસ, ભૂલો ઓછી થાય એનું નામ જ આત્માનો અધ્યાસ. દેહાધ્યાસે જો જાય, તેમ તેમ આ ઉત્પન્ન થાય.
પહેલાં તો સમકિત થાય તો ય બધા દોષ ના દેખાય એવું સમકિત હોય છે. પછી જાગૃતિ વધતી જાય, તેમ દોષ પોતાના દેખાતા જાય ! પોતાના દોષ દેખાય એ તો ક્ષાયક સમકિત કહેવાય. એ ક્ષાયક સમકિત લોકોને અહીં આગળ મફતમાં ભેલાડીએ છીએ. એકલું મફતમાં નહીં, ઊલટાં આપણે કહીએ કે આવજો, ચા પાઈએ તો ય નથી આવતાં જુઓને, અજાયબી છે ને !
આ ભૂલો દેખાતી થઈને, એટલે હે ચંદુભાઈ ! તમે અતિક્રમણ કર્યું, માટે પ્રતિક્રમણ કરો’ કહીએ આપણે. આ જગતમાં પોતાની ભૂલ દેખાય નહીં. જેને પોતાની ભૂલ પોતાને દેખાય, એનું નામ સમકિત. આત્મા થાય એટલે દોષ જ દેખાય ને ! દોષ દેખાયો માટે આપણે આત્મા છીએ, શુદ્ધાત્મા છીએ, નહીં તો દોષ દેખાય નહીં. જેટલાં દોષ દેખાય એટલો આત્મા પ્રગટ થઈ ગયો.
ગુહ્યતમ વિજ્ઞાન ! પ્રશ્નકર્તા : દાદા, સામાના દોષ કેમ દેખાય છે ?
દાદાશ્રી : પોતાની ભૂલને લીધે જ સામાવાળો દોષિત દેખાય છે. આ દાદાને બધા નિર્દોષ જ દેખાય. કારણ કે પોતાની બધી જ ભુલો તેમણે ભાંગી નાખી છે. પોતાનો જ અહંકાર સામાની ભૂલો દેખાડે છે. જેને પોતાની ભૂલ જ જોવી છે તેને બધાં નિર્દોષ જ દેખાવાના.
જેની ભૂલ થાય તે ભૂલનો નિકાલ કરે. સામાની ભૂલનો આપણને શો ડખો?
પ્રશ્નકર્તા : દાદા, સામાના દોષો ના જોવા હોય છતાં જોવાઈ જાય અને ભૂત વળગે તો શું કરવું ?
દાદાશ્રી : જે ગૂંચવે છે એ બુદ્ધિ છે, એ વિપરીત ભાવને પામેલી બુદ્ધિ છે અને ઘણાં કાળની છે અને પાછો ટેકો છે. તેથી એ જતી નથી. જો એને કહ્યું કે મારે હિતકારી નથી તો એનાથી છૂટી જવાય. આ તો નોકર હોય છે, તેને કહ્યું કે તારું કામ નથી, પછી એની પાસે ધક્કો ખવડાવીએ તો ચાલે ? તેમ બુદ્ધિને એકેય વખત ધક્કા ના ખવડાવીએ. આ બુદ્ધિને તો તદન અસહકાર આપવાનો. વિપરીત બુદ્ધિ સંસારના હિતાહિતનું ભાન દેખાડનારી છે. જ્યારે સમ્યક્ બુદ્ધિ સંસાર ખસેડી મોક્ષ ભણી લઈ જાય છે.
પ્રશ્નકર્તા : દોષ છૂટતાં નથી તો શું કરવું ? દાદાશ્રી : દોષ છૂટે નહીં. પણ એને આપણી વસ્તુ ન હોય એમ