Book Title: Nijdosh Darshan Thi Nirdosh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 41
________________ નિજદોષ દર્શનથી... નિર્દોષ ! આત્મદ્રષ્ટિ થયા પછી.. જાય કે પછી એ સિદ્ધગતિમાં જ ચાલ્યો જાય ! જ્યાં છૂટું માલિકીપણું સર્વસ્વપણે.... એટલે જેટલાં આપણને પોતાનાં દોષ દેખાય, એટલા દોષ મહીંથી ઓછાં થાય, એમ ઓછાં થતાં થતાં જ્યારે દોષનો કોથળો પૂરો થઈ રહે, ત્યારે તમે નિર્દોષ થાવ. ત્યારે છે તે પોતાના સ્વરૂપમાં આવી ગયા કહેવાય. હવે એ ક્યારે પત્તો પડે ? અનંત અવતારથી ભટક ભટક કરીએ છીએ, દોષ તો વધતા જ ચાલ્યા છે. એટલે જ્ઞાની પુરુષની કૃપાથી જ બધું કામ થઈ જાય. કારણ કે પોતે મોક્ષદાતા છે. મોક્ષનું દાન આપવા આવેલા છે. એમને કશું જોઈતું નથી. સંપૂર્ણ જાગૃતિ વર્તે, ત્યારે પોતાની એક પણ ભૂલ ના થાય ! એક પણ ભૂલ થાય એ અજાગૃતિ છે. દોષ ખાલી કર્યા વગર નિર્દોષ ના થવાય ! અને નિર્દોષ વગર મુક્તિ નહીં. જ્યારે દોષરહિત થશો ત્યારે નિર્દોષ થશો. નહીં તો પછી થોડા-ઘણાં બાકી હશે તો આ માલિકીપણું છોડી દેશો એટલે નિર્દોષ થશો. આ દેહ મારો નહીં, આ મન મારું નહીં, આ વાણી મારી નહીં, તો તમે નિર્દોષ થઈ શકશો. પણ અત્યારે તો તમે માલિક ખરાને ? ટાઈટલ હઉ (માલિકી) છે કે ?' મેં તો ટાઈટલ કેટલા વખતથી ફાડી નાખેલું છે ! છવ્વીસ વર્ષથી એક સેકન્ડ પણ આ દેહનો હું માલિક થયો નથી, આ વાણીનો માલિક થયો નથી, મનનો માલિક થયો નથી. ગરૂડ આવે, ભાગે સાપ !! શાસ્ત્રકારોએ એક દાખલો આપ્યો છે કે ભઈ, આ ચંદનના જંગલમાં નર્યા સાપ સાપ સાપ હોય. પેલા ઝાડને વીંટાઈને બધા બેસી જ રહ્યા હોય ઠંડકમાં. ચંદનના ઝાડને વીંટાઈને એના જંગલમાં. પણ એક ગરૂડ આવે કે બધું ભાગમભાગ, ભાગમભાગ થાય એવી રીતે આ મેં ગરૂડ મૂકી આપ્યું છે, બધા દોષો નાસી જશે. શુદ્ધાત્મારૂપી ગરૂડ બેઠું છે. એટલે બધા દોષો નાસી જવાના. અને દાદા ભગવાન માથે છે પછી એને શો ભય ! મારે માથે ‘દાદા ભગવાન' છે તો ‘મને” આટલી બધી હિંમત છે, તો તમને હિંમત ના આવે ? પ્રશ્નકર્તા : હિંમત તો પૂરેપૂરી આવે ! નિષ્પક્ષપાતી દ્રષ્ટિ ! દાદાશ્રી : “સ્વરૂપના જ્ઞાન’ વગર તો ભૂલ દેખાય નહીં. કારણ કે હું જ ચંદુભાઈ ને મારામાં તો કશો વાંધો નથી, હું તો ડાહ્યો-ડમરો છું” એમ રહે અને ‘સ્વરૂપના જ્ઞાનની પ્રાપ્તિ પછી તમે નિષ્પક્ષપાતી થયાં, મન-વચન-કાયા પર તમને પક્ષપાત ના રહ્યો. તેથી પોતાની ભૂલો તેમને પોતાને દેખાય. જેને પોતાની ભૂલ જડશે, જેને ક્ષણે ક્ષણે પોતાની ભૂલ દેખાય, જ્યાં જ્યાં થાય ત્યાં દેખાય, ના થાય ત્યાં ના દેખાય એ પોતે પરમાત્મા સ્વરૂપ” થઈ ગયો ! વીર ભગવાન થઈ ગયો !!! ‘આ’ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પોતે નિષ્પક્ષપાતી થયો. a a a

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77