________________
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
કહીએ તો છૂટે.
૬૫
પ્રશ્નકર્તા : પણ એવું કહીએ છતાં ના છૂટે તો શું કરવું ?
દાદાશ્રી : આ તો જે દોષો બરફ જેવા થઈ ગયા છે તે એકદમ કેમ છૂટે ? છતાં એ જ્ઞેય ને આપણે જ્ઞાતા એ સંબંધ રાખીએ, તો એનાથી એ દોષો છૂટે. આપણો ટેકો ના હોવો જોઈએ. ટેકો ના મળે તો એને પડ્યે જ છૂટકો. આ તો આધારથી વસ્તુ ઊભી રહે છે. નિરાધાર થાય તો પડી જાય. આ જગત આધારથી ઊભું રહ્યું છે. નિરાધાર થાય તો તો ઊભું જ ના રહે, પણ નિરાધાર કરતાં આવડે નહીં ને ! એ તો જ્ઞાનીઓના જ ખેલ ! આ જગત તો અનંત ‘ગુહ્ય’વાળું, એમાં ‘ગુહ્યમાં ગુહ્ય' ભાગને શી રીતે સમજે ?
દોષો હોય પડોવાળા !
એ ભૂલો પછી શેય સ્વરૂપે દેખાય. જેટલાં જ્ઞેય દેખાય એટલાથી મુક્ત થવાય. આ ડુંગળીના પડો હોય છેને, તેમ દોષો પણ પડોવાળા હોય છે. તે
જેમ જેમ દોષ દેખાય તેમ તેમ તેના પડ ઉખડતાં જાય અને જ્યારે એના બધા જ પડો ઉખડી જાય ત્યારે એ દોષ જડ મૂળથી કાયમને માટે વિદાય લઈ લે. કેટલાંક દોષો એક પડવાળા હોય છે. બીજું પડ જ તેમને હોતું નથી તેથી તેમને એક જ વખત જોવાથી ચાલ્યો જાય. વધારે પડવાળા દોષોને ફરી ફરી જોવા પડે અને પ્રતિક્રમણ કરીએ તો જાય અને કેટલાક દોષ તો એવા ચીકણા હોય છે કે ફરી ફરી પ્રતિક્રમણ કર્યા કરવું પડે અને લોકો કહેશે કે એનો એ જ દોષ થાય છે ? તો કહે કે ભાઈ હા, પણ એનું કારણ એમને આ ના સમજાય. દોષ તો પડની પેઠ છે, અનંત છે. એટલે જે બધા દેખાય અને એના પ્રતિક્રમણ કરે એટલે ચોખ્ખા થતાં જાય.
પ્રશ્નકર્તા : એક બાજુ આપણે કહીએ છીએ કે જ્ઞાન ક્રિયાકારી છે અને એક બાજુ કંઈ ભૂલ થઈ જાય છે તો એને નિકાલી ભાવ કહીએ છીએ, એ એડજસ્ટમેન્ટ કહેવાય ને ?
દાદાશ્રી : એ નિકાલી બાબતો જ છે બધી. આ બધી બાબત જ નિકાલી
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
છે. તે નથી ગ્રહણીય ને નથી ત્યાગ કરવાની. ત્યાગમાં તિરસ્કાર હોય, દ્વેષ હોય અને ગ્રહણમાં રાગ હોય અને આ તો નિકાલી બાબતો બધી !!
૬૬
અને તમારે દોષ છે એવું તમને કેમ દેખાય છે ! એનો પુરાવો શો ? ત્યારે કહે છે, ચંદુભાઈ ગુસ્સે થયા તે તમને ના ગમે. એ તમને ના ગમે એ તમને ચંદુભાઈનો દોષ દેખાયો. એવું આખો દહાડો ના ગમતું હોય એ બધા દોષ તમને દેખાવા માંડ્યા.
ગુતેગારી પાપ-પુણ્યતી !
આ જગત ‘વ્યવસ્થિત’ છે. તે ‘વ્યવસ્થિત શક્તિ’, જે આપણી ગુનેગારી હતી તે પાછી આપણી પાસે મોકલે. તેને આવવા દેવી અને આપણે આપણા સમભાવમાં રહીને તેનો નિકાલ કરી નાખવાનો. ગયા અવતારમાં જે જે ભૂલો કરેલી તે આ અવતારમાં આવે, તેથી આ અવતારમાં આપણે સીધા ચાલીએ તો ય તે ભૂલ નડે, એનું નામ ગુનેગારી !
આ ગુનેગારી બે પ્રકારની છે. અમને ફૂલો ચઢાવે તે ય ગુનેગારી અને પથરા પડે તે ય ગુનેગારી ! ફૂલો ચઢે એ પુણ્યની ગુનેગારી અને પથરા પડે એ પાપની ગુનેગારી છે. આ કેવું છે ? પહેલાં જે ભૂલો કરેલી તેનો કોર્ટમાં કેસ ચાલે ને પછી ન્યાય થાય. જે જે ભૂલો કરેલી તે તે ગુનો ભોગવવો પડે, તે ભૂલો ભોગવવી જ પડે. એ ભૂલોનો આપણે સમતા ભાવે નિકાલ કરવાનો, એમાં કશું જ બોલવાનું નહીં. બોલે નહીં તો શું થાય ? કાળ આવે એટલે ભૂલ
આવે અને તે ભોગવાઈ ને નીકળી જાય. મોટી નાતોમાં આ બોલવાથી જ તો બધી ગૂંચો પડેલી છે ને ! માટે તે ગૂંચો ઉકેલવા મૌન રાખે તો ઉકેલ આવે એવું છે.
‘જ્ઞાની પુરુષે’ ગૂંચો પાડેલી નહીં. તેથી તેમને અત્યારે બધું આગળ ને આગળ વૈભવ મળ્યા કરે. અને તમને બધાંને અત્યારે આ અવતારમાં ‘જ્ઞાની પુરુષ' મળી ગયા છે. માટે પાછલી ગૂંચોનો સમભાવે નિકાલ કરી નવી ગૂંચો ફરી ના પાડશો, તો ફરી એ ગૂંચો નહીં આવે અને ઉકેલ આવી જશે.
એટલે આપણે ભૂલ તો ભાંગવી પડશે ને !