________________
નિજદોષ દર્શનથી.. નિર્દોષ !
૪૩
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
આ સાચા જ્ઞાનમાં તો તમે શુદ્ધાત્મા છો અને એ ય શુદ્ધાત્મા છે. પણ એ શુદ્ધાત્માનું ભાન થવું જોઈએ ને ? અત્યારે તો ‘હું ચંદુલાલ છું’ એ ભાન છે, ‘હું જૈન છું” એ બીજું ભાન છે. ઉમર ચુમોતેર વર્ષની છે, એ ય પણ ભાન છે. બધું ય ભાન છે. નાનપણમાં ક્યાં ક્યાં રમવા ગયેલા તે ય ભાન છે. નોકરી ક્યાં ક્યાં કરેલી, વ્યાપાર ક્યાં ક્યાં કર્યા, તે ય બધું ભાન છે પણ ‘પોતે કોણ છે?” એ ભાન નથી.
પ્રશ્નકર્તા : હવે એ આપો તમે, એ ભાન કરવાની ઇચ્છા જાગૃત થઈ છે ને એ માટે આવ્યા છીએ.
દાદાશ્રી : એ જ્ઞાન માટે ભવોભવ ઇચ્છા હોય છે, પણ સાચું નિયાણું નથી કર્યું. જો નિયાણું કર્યું હોત ને તો બધી પુણ્ય એમાં વપરાઈ જાય. નિયાણાનો સ્વભાવ શો ? ત્યારે કહે કે જેટલી તમારી પુણ્ય હોય તે નિયાણા ખાતે જ વપરાય.
આ તો ઘરમાં પુણ્ય વપરાઈ ગઈ, દેહમાં પુણ્ય વપરાઈ ગઈ, બધામાં પુણ્ય વપરાઈ ગયું, મોક્ષનું નિયાણું કરેલું નહીં ને ! મોક્ષનું નિયાણું કરેલું હોત તો બધી પુણ્ય એમાં જ વપરાઈ જાય. જોને અમે મોક્ષનું નિયાણું કરી આવેલા તે બધું પાંસરું ચાલે છે ને કંઈક અડચણો હોય તો મિલમાલિકોને અડચણ હશે, વડાપ્રધાનને હશે, પણ અમારે કોઈ અડચણ નહીં.
ભૂલ વગરતું, જ્ઞાન અને સમજણ ! પ્રશ્નકર્તા : ભૂલ વગરનું જ્ઞાન અને ભૂલ વગરની સમજણ થશે તો તું પોતે જ મોક્ષ સ્વરૂપ છે. કેટલી બધી ઊંચી વાત કહી દીધી. આરોપિત ભાવ એ જ મૂળમાં ભૂલ છે, બંધન છે !
દાદાશ્રી : હા અને આ વિજ્ઞાન ઊભું ના થાય ત્યાં સુધી આવો ફોડ જ ના પડે ને ! શાસ્ત્રમાં આવો ફોડ જ ના હોયને ! ફક્ત શુભ કરો, કંઈક શુભ કરો, કહેશે પણ આરોપિત ભાવ છે એવું તો કોઈ સમજાવે કરે નહીં. કારણ કે જ્ઞાની પુરુષ વગર આવો ફોડ પડે નહીં.
લોકોને બુદ્ધિમાં સમજાઈ ગયેલું હોય કે આ કંઈક ભૂલ છે, બહુ મોટી ભૂલ થઈ રહી છે. એવું સમજાય પણ તો ય જ્ઞાની પુરુષ ભેગા ના થાય તો કરે શું છે ? એમ ને એમ કેરી બફાયા કરે. લોક સમજણવાળા બહુ, તે બુદ્ધિમાં બધું સમજીને તોર કાઢે કરે કે આ શું છે તે ? પણ તો ય બફાયા કરે. અને જ્ઞાની પુરુષ ભેગા થાય તો બધા ફોડ પાડી આપે. દરેક શબ્દનો ફોડ ના પડે તો એ જ્ઞાની પુરુષ નહીં. ફોડ પડવા જ જોઈએ. અજ્ઞાનથી ફોડ પડતા હોય તો અજ્ઞાન શું ઓછું હતું ? અજ્ઞાને ક્યાં ન હોતું આપણે ઘેર ? સ્ટોક બંધ હતું જ ને !
કાફી છે બેસવી પ્રતીતિ ભૂલતી ! આ લોકો કહે છે કે હવે અમે અમારા દોષો છે એ અમે જાણ્યા. પણ હવે કાઢી આપો. તમે અમને મારો-કરો, જે કરવું હોય એ કરો, પણ દોષ કાઢી આપો. હવે એના માટે શું રસ્તો ?'
દોષ કેવી રીતે પેઠો, એ તમે તપાસ કરો. ત્યાર પછી ખબર પડે. દોષ નીકળે કેવી રીતે ? પેઠો તે ઘડીએ ઘાલવો નથી પડતો. એટલે કાઢવા વખતે કાઢવો ના પડે. જે વસ્તુ ઘાલેલી હોય તે કાઢવી પડે. આ તો મને કહે છે, ‘દોષ કાઢી આપો !' અલ્યા પણ એ શાથી પેસી ગયાં ? ત્યારે કહે, “એક માણસ એવા કુસંગમાં ગયો. તે એને ખાતરી થઈ કે ‘આ મઝા કરે છે અને આ રસ્તો બહુ સરસ, બહુ સરસ સુખનો.’ એને એ જ્ઞાન પર શ્રદ્ધા બેસી ગઈ, પ્રતીતિ બેસી ગઈ.
એવી રીતે હું આમને શું કરું છું ? જે એમની ભૂલો છે એ નકારે છે. કે “અમારામાં બિલકુલેય ભૂલ નથી એવી, લોકોનામાં ભૂલ છે.’ એ એમની ભૂલ એમને દેખાડું છું. પછી એમને પ્રતીતિ બેસે છે, હંડ્રેડ પરસેન્ટ (સો ટકા) કે આ બધી ભૂલો જ છે. એ અમે એક્સેપ્ટ (સ્વીકાર) કરીએ છીએ. ‘આ ભૂલ અમને કાઢી આપો.’ કહે. મેં કહ્યું. હવે કાઢવાનું ના હોય. પ્રતીતિ બેસી ગઈ, એ જ નીકળવા માંડી. તારે ફક્ત મન ખુલ્લું રાખવાનું કે ભઈ, તમે ચલે જાવ બસ, એટલું જ બોલવાની જરૂર. પ્રતીતિ બેસવાથી જ ભૂલ જતી રહે ને પ્રતીતિ