________________
નિજદોષ દર્શનથી.... નિર્દોષ !
અમારે શર્ત નથી. તારી સમજણ ને જ્ઞાન ભૂલ વગરનું કર, કોઈ પણ રસ્તે. શું ખોટું કહે છે ભગવાન ? ભૂલ છે ત્યાં સુધી તો કોઈ કબૂલ જ ના કરેને ! અત્યારે તો કેટલી બધી ભૂલો ?! હું ચંદુલાલ છું, આ બાઈનો ધણી છું, એમ કહે છે પાછો ને આ બાબાનો બાપો છું કહે છે. કેટલી બધી ભૂલો ?! આ તો પરંપરા ભૂલોની. મૂળમાં ભૂલ. મૂળ ત્યાં ૨કમ છે તે એક અવિનાશી છે અને એક છે તે વિનાશી છે. અને અવિનાશી જોડે વિનાશી ગુણવા જાય છે, ત્યારે હોરો તો પેલી રકમ ઊડી જાય છે. પેલી વિનાશી, ધણી નહીં તો બાપ તો ખરો, એ મૂકીએ ત્યાર હોરો તો એ ઊંડી એટલે ગુણાકાર કોઈ દહાડો થાય નહીં, જવાબ આવે નહીં ને દી વળે નહીં. શક્કરવાર કાયમ રહે. શક્કરવાળ વળે નહીં ને શનિવાર થાય નહીં, એવરી ડે ફ્રાઈડ (દરરોજ શુક્રવાર).
ભગવાને કંઈ એમ કહ્યું છે કે તપ કરજે, જપ કરજે, ભૂખ્યો મરજે, ઉપવાસ કરજે, ત્યાગ કરજે એવું કહ્યું છે ? તારું જ્ઞાન ને તારી સમજણ ભૂલ વગરની કર, તે દહાડે તું પોતે જ મોક્ષ સ્વરૂપ છે ! જીવતા દેહધારીનો મોક્ષ !!!
ભગવાનની વાત તો સહેલી જ છે ને પણ આપણે તપાસ કરી કોઈ દહાડો કે ભૂલ વગરનું જ્ઞાન ને ભૂમ્સ વગરની સમજણ શી રીતે થાય ? આપણે તો એવી તપાસ કરી કે શું આજે ઉપવાસ કરવો છે કે આજે શેનો ત્યાગ કરું? અલ્યા, ભગવાને ત્યાગની શર્ત ક્યાં કરી છે ? આ તો ઊંધા રસ્તે ચઢી ગયા, આડગલીઓમાં પેસી ગયા. ભગવાને શું કહેલું, જ્ઞાન અને સમજણ ભૂલ વગરની કરી નાખ તું.
પ્રશ્નકર્તા : સમજણ ભૂલ વગરની એ વાત ફરીથી સમજાવો !
દાદાશ્રી : હા. તમારી સમજણ ભૂલ વગરની થશે ત્યારે તમારો મોક્ષ થશે. સમજણમાં જ ભૂલ તમારી. એ જ્યારે ભૂલ વગરની થશે, મારી જોડે બેસી બેસીને, તો નિવેડો આવે. જ્યાં સુધી ભૂલ છે ત્યાં સુધી કેમ નિવેડો આવે ?! કોઈની ભૂલો હશે ?!
પછી શું કહે છે, હું પોતે મોક્ષ સ્વરૂપ છું. તું પોતે જ પરમાત્મા છે. માત્ર ભૂલ વગરનું જ્ઞાન અને ભૂલ વગરની સમજણનું ભાન થવું જોઈએ.
નિજદોષ દર્શનથી.... નિર્દોષ ! જ્ઞાન કેવું હોય ? ભૂલ વગરનું. અને સમજણ કેવી હોવી જોઈએ ? ભૂલ વગરની. જો જ્ઞાન એકલું હશે તો પપૈયા નહીં બેસે. છે ઝાડ પપૈયાનું પણ એક પપૈયો ના બેસે, એવું હોય ખરું ? તમે જોયા નહીં હોય પપૈયા ?
પ્રશ્નકર્તા: જોયેલા છે.
દાદાશ્રી : જોયેલાં ? અલ્યા મૂઆ, ઉછેરીને મોટો કર્યો, તો આવો નીકળ્યો ? પાણી પાઈ ઉછેરીને મોટો કર્યો, તો મહીં આવો નીકળ્યો ? મહીં પપૈયું જ ના બેસે.
એટલે જ્ઞાન ભૂલ વગરનું થવું જોઈએ ને ભૂલ વગરની સમજણ. હવે એકલું જ્ઞાન ભૂલ વગરનું થાય તો ય કશું વળે નહીં. સમજણ ભૂલ વગરની થાય તો ચાલે. સમજણ એ હાર્ટને પહોંચે છે અને જ્ઞાન એ બુદ્ધિને પહોંચે છે.
આજે ચાલુ જ્ઞાન એ, લોકોનું વ્યવહારિક જ્ઞાન એ બુદ્ધિને પહોંચે અને સમજણ એ હાર્ટને પહોંચે, હાર્ટવાળું ઠેઠ પહોંચાડે છે. મોક્ષ સુધી પહોંચાડે છે. એને આપણા લોક સુઝ કહે છે. આ સમજણ જે છે, તેનાથી સૂઝ ઉત્પન્ન થાય છે ને સૂઝથી સમજણ ઉત્પન્ન થાય છે, એ ઠેઠ પહોંચાડનારી વસ્તુ ઉત્તમમાં ઉત્તમ આ છે.
ભૂલથી તો આ સંસારેય સારો નથી ચાલતો, તો ભૂલથી તો મોક્ષ થાય કોઈ દહાડો ય ? જ્ઞાન ને સમજણ ભૂલ વગરની થશે, તમે જાણો કે જ્ઞાન તો આવું છે અને આ તો બધું અજ્ઞાન છે, ભૂલવાળું છે ત્યારથી જ્ઞાન થયા
કરે.
આ તો આટલી ઉંમરે ય એને એમ શરમ ના આવે કે હું આમનો ધણી છું. કહેતા શરમ આવે ? એવું કહે. આ મારા ધણી થાય. એવું બઈએ ય કહે. આટલી ઉમરે એમને શરમે ય ના આવે, બળી. કારણ કે એંસી વર્ષના થયા, તેને ય શરમ નથી આવતી. કારણ કે જેવું જાણે એવું બોલેને અને લોકે ય સમજે એવું બોલેને ! નહીં તો ક્યાં જાય ? પણ એ જ્ઞાન ખોટું નથી. આ જે જાણે છે તે પણ એ વ્યવહારનું જ્ઞાન છે, સાચું જ્ઞાન નથી.