________________
નિજદોષ દર્શનથી. નિર્દોષ !
પ૩
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
છે. પોતાના જ દોષ છે, એવું જેણે જોયું નથી, વિચાર્યું નથી અને એ દોષનો પોતે નિકાલ કરતા નથી. અને બીજા લોકોને આરોપ આપ આપ કરે છે. તેથી આગળનું વિજ્ઞાન બધું બંધ થયું છે, અટક્યું છે. તમારા દોષ જ્યારે સમજાય, ત્યારે તમને આગળ વિજ્ઞાન ચાલુ થાય.
બુદ્ધિ એક્સપર્ટ, દોષ જોવામાં.. આ જગતમાં કોઈ દોષિત જ નથી. આ દોષ દેખાય છે તે જ આપણી ભ્રાંતિ છે. તમને સમજ પડી આ વાત થોડી ઘણી ?
પ્રશ્નકર્તા : થોડી પડી.
દાદાશ્રી : કોઈ દોષિત જ નથી. દોષિત તો આપણને આ બુદ્ધિ મહીં ઊંધું દેખાડ દેખાડ કર્યા કરે છે ને તેથી આ બધો સંસાર ઊભો રહ્યો છે. બુદ્ધિને દોષ જોતાં બહુ આવડે. ‘પેલાએ આમ કર્યું છે ને !' આપણે કહીએ કે તમારા દોષનું વર્ણન કરો. ત્યારે કહેશે, એવું કંઈ ખાસ નથી. એક-બે દોષ છે, બાકી ખાસ નથી.
પ્રતિક્રમણ કર્યા કરે તો એ ભગવાનનું મોટામાં મોટું જ્ઞાન છે. આજ મોક્ષે લઈ જાય. આટલો શબ્દ, અમારું એક જ વાક્ય જો પાળને, તો મોક્ષે જતો રહે.
દોષ દેખે ત્યાં બુદ્ધિ સ્થિર ! પ્રશ્નકર્તા : એટલે પારકાનો દોષ નહીં આપણો જ દોષ ?
દાદાશ્રી : હા, એવું છેને, બુદ્ધિને એક જગ્યાએ સ્થિર કર્યા વગર કામ નહીં થાય એટલે જો એનો દોષ જોશો તો ય બુદ્ધિ સ્થિર થશે. અને એને નિર્દોષ જુઓને પોતાનો દોષ જુઓ, તો ય બુદ્ધિ સ્થિર થાય. નહીં તો એમ ને એમ બુદ્ધિ સ્થિર થાય નહીંને પાછી !
પ્રશ્નકર્તા : એટલે ક્યાંક તો દોષ છે. એનો અર્થ એ થયો કે ત્યાં દોષ નથી તો અહીંયા દોષ છે.
દાદાશ્રી : હા એટલો જ ફેર. પ્રશ્નકર્તા : હવે સમજમાં બેઠું કે આ નિર્દોષ કેવી રીતે છે !
દાદાશ્રી : કારણ કે બુદ્ધિ શું કહે છે ? બુદ્ધિ સમાધાન ખોળે છે, સ્થિરતા ખોળે છે. એટલે તમે કોઈકનો દોષ કાઢો તો બુદ્ધિ સ્થિર થાય. પછી એની જવાબદારી ગમે તે હોય. પણ કોઈકનો દોષ કાઢ્યોને એટલે બુદ્ધિ સ્થિર થાય. દોષ કોઈનો નથી, મારો જ છે, તો ય બુદ્ધિ સ્થિર થાય. પણ આમ બુદ્ધિ સ્થિર થવાનો રસ્તો એ મોક્ષમાર્ગ.
હવે બુદ્ધિ આમે ય સ્થિર થાય અને આમે ય સ્થિર થાય છે પણ જે કોઈના પર આરોપણ થયા સિવાયની બુદ્ધિ હોય, એવી બુદ્ધિની સ્થિરતા હોવી જોઈએ. એટલે આપણે પોતાના પર જ નાખીએ તો આનો ઉકેલ આવે એવો છે. તો બુદ્ધિ પણ સ્થિર થાય ને !
આવી રીતે આ જગતમાં ડખો થઈ રહ્યો છે. અને પોતાની ભૂલ પકડાતી નથી. અને સામાની ભૂલ તરત માલમ પડી જાય. કારણ કે બુદ્ધિ મૂકાઈ છે ને ! અને જેને બુદ્ધિ મૂકાઈ નથી તેને તો કંઈ ભૂલનો સવાલ જ નથી રહેતો
દોષ જોવો જાતતો જ સદા !
પ્રશ્નકર્તા : કોઈ દોષિત નથી એટલે પોતે પણ દોષિત નથી એવું થયું ?
દાદાશ્રી : નહીં, મને આ દુ:ખે છે કે કેમ ? ઉપરથી કોઈકે ઢેખાળો નાખ્યો અને મને લાગ્યું એટલે દોષ કોનો કહેવો ?
પ્રશ્નકર્તા : એ તો કોઈનો દોષ નથી.
દાદાશ્રી : એટલે ત્યાં આગળ આ મારો દોષ હશે, ત્યારે આ બન્યું. તે પોતાની જાતનો દોષ તો જોવો જ પડશે ને ?! અને પોતાની ભૂલો જ્યાં સુધી ના દેખાય ત્યાં સુધી માણસ હજુ આગળ વધે કેવી રીતે ?
બાકી કોઈ ગાળ ભાંડે અને પોતાને અસર ના થાય, પોતાની જાતની જ ભૂલ છે એવું પોતાને લાગ્યા કરે અને સામો નિર્દોષ છે એવું સમજાય, પોતે