________________
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
૩પ
નિજદોષ દર્શનથી. નિર્દોષ !
બધાં. બોલો, હવે કેટલી પોતાની ભૂલો બહાર નીકળે ? પોતાની કેટલી ભૂલોનું સ્ટેટમેન્ટ (લખાણ) આપી દે ?
પ્રશ્નકર્તા : પછી એ સ્ટેટમેન્ટ શું આપે ?
દાદાશ્રી : આ માથાના વાળ છેને, એટલી ભૂલો છે. પણ પોતે જજ ને પોતે વકીલ ને પોતે આરોપી, શી રીતે ભૂલો જડે ? નિષ્પક્ષપાતી વાતાવરણ ઉત્પન્ન ના થાય ને ! નિષ્પક્ષપાતી વાતાવરણ ઉત્પન્ન થાય તો મોક્ષ સરળ છે. મોક્ષ કંઈ છેટો નથી. આ તો પક્ષપાત બહુ છે.
અને બીજાની ભૂલો કાઢવી હોય તો કાઢી આપે, એને માટે ન્યાયાધીશ છે એ, થોડોઘણો, અલ્પઅંશે, પણ પોતાની ભૂલો કાઢવા માટે જરાય ન્યાયાધીશ નથી. એટલે પોતે જજ, પોતે જ વકીલ અને આરોપી પોતે એટલે કેવું જજમેન્ટ આવે ? પોતાના લાભમાં જ હોય.
પ્રશ્નકર્તા : સગવડિયું, બસ ! પોતાને જેવી સગવડ હોય ને એવું લાવીને ગોઠવી દે !
ત્યારે દોષો છે તે એક બાજુ પાયા ચણાવીને મહીં રહેવાનું મકાન કરતા હોય. પાયા સિમેન્ટ નાખીને કરતાં હોય. એ દોષો જાણે કે આ મૂઓ કશું કરવાનો નથી. મોઢે બોલે છે એટલું જ, શી રીતે દોષ કાઢવાનો ?
- જે એક દોષ કાઢી શકે, તે ભગવાન થાય !!! એક જ દોષ ! એક દોષનું નિવારણ કરે એ ભગવાન થાય. આ તો દોષનું નિવારણ થાય છે પણ બીજાનો દોષ પાડીને ! બીજાની હયાતી લાવીને પેલાનું નિવારણ કરે. બાકી પોતાની એક ભૂલ ભાંગે તો ભગવાન થાય.
પ્રશ્નકર્તા : બીજો દોષ પાડે નહીં, એ કેવી રીતે બને ?
દાદાશ્રી : આ તો બધી ભૂલો જ છે, પણ એક ભૂલ ભાંગે તે ક્યારે ? સમકિત થયા પછી ભાંગે, નહીં તો ભાંગે નહીં, ત્યાં સુધી એક ભૂલ ભાંગે નહીં. ત્યાં સુધી તો પહેલા ખોદે ને પછી પાછો પૂરે. ખોદે ને પુરે, ખોદે તે પૂરે. કશી ક્રિયા એની કામ લાગે નહીં. બધી ક્રિયા નિષ્ફળ જાય છે !
એને કહેવાય જૈત ! તમારામાં બે-ચાર દોષ હશે કે નહીં હોય ? પ્રશ્નકર્તા : વધારે. દાદાશ્રી : દસ-પંદર દોષો હશે ? પ્રશ્નકર્તા : એ ગણ્યા ગણાય નહીં.
દાદાશ્રી : હા. એનું નામ જૈન કહેવાય. જૈન કોનું નામ કહેવાય કે પોતાનામાં અહંકાર છે, દોષ છે, એવી પોતાને એમ ખાત્રી છે. ભલે દોષ ન દેખાય, પણ એ છે એવી જેને શ્રદ્ધા છે એને જૈન કહેવાય. પોતે અનંત દોષનું ભાજન છે. પણ હવે ક્યારે એ ખાલી કરી રહેશો ?
પ્રશ્નકર્તા : એ તો આપની કૃપા થશે ત્યારે. દાદાશ્રી : બહુ મોટી વાત કરી !
દાદાશ્રી : એટલે પછી સંસાર છૂટે નહીંને કોઈ દહાડો ય ! આમ તમે સગવડિયું કર્યા કરો અને નિર્દોષ થવું છે, બને નહીંને ! વકીલ ના હોય તો જ પોતાની ભૂલો માલમ પડે. પણ આજના લોકો વકીલ રાખ્યા વગર રહે નહીંને ! વકીલ રાખે કે ના રાખે લોક ?
આ જ્ઞાન આપ્યા પછી તરત જ ખબર પડે કે આ ભૂલ થઈ. કારણ કે વચ્ચે વકીલ નથી હવે. વકીલ ઘેર ગયા, રિટાયર્ડ થઈ ગયા. ગુનેગાર તો હજુ રહ્યા છે પણ વકીલ ના રહ્યા.
આ ભૂલો જાયને તો પોતાનું ભગવાનપદ પ્રાપ્ત થાય એવું છે. આ ભૂલોને લઈને જીવપદ છે અને ભૂલી જાય તો શિવપદ પ્રાપ્ત થાય.
આ જગતનાં લોકોએ પોતાના દોષ જોયા નથી, એટલે જ એ દોષો રહે છે, મુકામ કરે છે નિરાંતે ! આમ તો એ કહેશે કે મારે દોષ કાઢવા છે, પણ