________________
નિજદોષ દર્શનથી.... નિર્દોષ !
દાદાશ્રી : આ જ છે. બીજું કશું નથી. નિંદા કરવા જેવું નથી પણ બધે આવું જ છે.
ત્યારે આવ્યો મહાવીરતા માર્ગમાં ! દોષ જ્યારથી દેખાવાના થાયને, ત્યારથી કૃપાળુદેવનો ધર્મ સમજ્યો કહેવાય. પોતાના દોષ આજે જે દેખાય તે કાલે ના દેખાય, કાલે નવી જાતના દેખાય, પરમ દહાડે એનાથી નવી જાતના દેખાય, ત્યારે આપણે જાણીએ કે આ કૃપાળુદેવનો ધર્મ સમજાય છે ને કૃપાળુદેવનો ધર્મ પાળે છે. પોતાના દોષ દેખાય નહીં ત્યાં સુધી કશું સમજ્યો નથી.
ક્રમિક માર્ગમાં તો ક્યારેય પોતાના દોષ પોતાને દેખાય જ નહીં. ‘દોષો તો ઘણા છે પણ અમને દેખાતા નથી.’ એવું જો કહે તો હું માનું કે તું મોક્ષનો અધિકારી છે પણ જે કહે કે, મારામાં બે-ચાર જ દેખાય છે, તે અનંત દોષથી ભરેલો છે, ને કહે છે કે બે-ચાર જ છે ! તે તને બે-ચાર દોષ જ દેખાય છે, તેથી એટલા જ તારામાં દોષ છે એમ હું માને છે ?
મહાવીર ભગવાનના માર્ગને ક્યારે પામ્યો કહેવાય ? જ્યારે રોજ પોતાના સો-સો દોષો દેખાય, રોજ સો-સો પ્રતિક્રમણ થાય, ત્યાર પછી મહાવીર ભગવાનના માર્ગમાં આવ્યો કહેવાય. “સ્વરૂપનું જ્ઞાન’ તો હજી એની પછી ક્યાંય દૂર છે. પણ આ તો ચાર પુસ્તકો વાંચીને ‘સ્વરૂપ” પામ્યાનો કેફ લઈને ફરે છે. આ તો ‘સ્વરૂપ”નો એક છાંટો પણ પામ્યો ના કહેવાય. જ્યાં “જ્ઞાન” અટક્યું છે ત્યાં કેફ જ વધે. કેફથી જ્ઞાનાવરણ અને દર્શનાવરણ ખસવાનું અટક્યું છે. મોક્ષે જવા માટે બીજી એકે ય વસ્તુ નડતી નથી. મોટામાં મોટાં ભયસ્થાનો એ સ્વછંદ અને કેફ છે !
ત દીઠા પોતાનાં જ દોષો ! પોતાના દોષ દેખાય છે તમને ? પ્રશ્નકર્તા : એ જ પોતાના દોષ ગોતવાની જ જરૂર છે. આપણે દાદાશ્રી : હા, તે શાથી નથી દેખાતા એ ?
નિજદોષ દર્શનથી.... નિર્દોષ ! પ્રશ્નકર્તા: આપણે સંસારમાં અટવાયેલા પડ્યા છીએ, એટલે રોજીંદા કાર્યમાં પરોવાઈ ગયેલા છીએ માટે દેખાતા નથી.
દાદાશ્રી : ના, દેખાવામાં કંઈક ભૂલ થઈ રહી છે. પોતે જજ છે, આરોપીય પોતે છે. ગુનો કરનારે ય પોતે છે પણ જોડે વકીલ ઊભો કર્યો છે, પોતે જ વકીલ થાય છે પાછો.
પ્રશ્નકર્તા : એટલે પોતાનો ખોટી રીતે બચાવ જ કરે.
દાદાશ્રી : હા, બધો બચાવ કર્યો છે. હા, બસ, બીજું કશું કર્યું નથી. ખોટી રીતે બધા બચાવ કર્યા.
જગત ઊઘાડી આંખે ઊંધે છે. એટલે પછી દોષ શી રીતે માલમ પડે ? તારાં દોષ તને દેખાતા નથી. શી રીતે માણસ દોષ દેખી શકે પોતાના ?
પ્રશ્નકર્તા : ધૂળ થોડા દેખાય, સૂક્ષ્મ ના દેખાય.
દાદાશ્રી : દોષ કેમ નથી દેખાતા ? ત્યારે કહે છે, “મહીં આત્મા નથી ?” ત્યારે કહે, આત્મા છે, એટલે કે જજ છે, જજ ! અહંકાર આરોપી છે. અહંકાર ને જજ(આત્મા) બે જ જણ હોયને, તો બધા દોષ દેખાય, ઘણાં ખરાં દોષ દેખાય પણ આ તો મહીં વકીલ (બુદ્ધિ) રાખ્યો છે એટલે વકીલ કહે કે, “આ બધાં ય એવું જ કરે છે ને !” આખો દોષ ઊડી ગયો. તમે જાણો છો વકીલ રાખે છે એવું ? વકીલ રાખે બધાંય. પોતે જજ, પોતે આરોપી ને પોતે જ વકીલ. બોલો, કલ્યાણ થાય ખરું ?
પ્રશ્નકર્તા : ના થાય.
દાદાશ્રી : આમ તેમ કરીને વકીલ પાછો પતાવી આપે. થાય કે ના થાય એવું ?
પ્રશ્નકર્તા : થાય.
દાદાશ્રી : આખો દહાડો આનું આ જ તોફાન અને તેનાં દુઃખો છે આ