________________
નિજદોષ દર્શનથી નિર્દોષ !
નિજદોષ દર્શનથી. નિર્દોષ !
૩૯ પોતાના દોષ જોવામાં નિષ્પક્ષપાતી એવા કોણ હોય ? એ તો કૃપાળુદેવ હોય અને એમનાં બે-ત્રણ ફોલોઅર્સ હોયને, તે હોય. બાકી પોતાના દોષ જોવામાં, પક્ષપાતનો સવાલ જ ક્યાં છે ? પોતાના દોષ જોવામાં ખબર જ નથી પડતી.
જ્ઞાતીતી તત્વદ્રષ્ટિ ! અમને આ જગતમાં કોઈ દોષિત દેખાતું જ નથી. ગજવું કાપનારો હોય કે ચારિત્ર્યહીન હોય, તેને ય અમે નિર્દોષ જ જોઈએ ! અમે ‘સત્ વસ્તુને જ જોઈએ. એ તાત્ત્વિક દ્રષ્ટિ છે. પેકિંગને અમે જોતા નથી. વેરાઇટીઝ ઓફ પેકિંગ છે, તેમાં અમે તત્ત્વદ્રષ્ટિથી જોઈએ. ‘અમે” સંપૂર્ણ નિર્દોષ દ્રષ્ટિ કરી અને આખા જગતને નિર્દોષ જોયું ! માટે જ “જ્ઞાની પુરુષ’ તમારી ‘ભૂલને ભાંગી શકે ! બીજાનું ગજું નહીં.
તરેલો જ તારે. આ બધી ભૂલ તો ખરીને ? એની તપાસે ય નથી કરીને ?
પ્રશ્નકર્તા : આપણી કંઈક ભૂલ થાય છે એટલું સમજાય છે, પણ એમાંથી નીકળતું નથી. અને નીકળવાની કોશિશ કરીએ તેમ ઊંડા ને ઊંડા ઊતરતાં જઈએ છીએ.
દાદાશ્રી : કોશિશ જ ના કરશો. એ કોશિશ કરવાની, તે અહીં આગળ ખાડો ખોદવાનો છે, ત્યાં આગળ ખાડો પૂરવાનો છે. તેને બદલે ત્યાં ખાડો ખોદીને અહીં પૂરે તે કામનાં કોણ પૈસા આપે ?
પ્રશ્નકર્તા : ના આપે.
દાદાશ્રી : અને ઉપરથી દંડ થાય કે આ જમીન કેમ ખોદી નાખી ? ઉપરથી કેસ થાય કે તમે અહીં કેમ ખોદી નાખ્યું ? માટે ફરી પૂરી આપો. ને ફરી આની ઉપર પાણી રેડી અને સરખું કરાવી દો.
આપો. તે કોઈ ઉકેલ લાવી આપે. જે છૂટેલો હોય તે છોડાવી આપે. પેલો બંધાયેલો માણસ, એ જ ડૂબકાં ખાયા કરતો હોય, ‘બચાવો’ કહેતો હોય, ‘તે મૂઆ, તું બચાવ બચાવ કહે છે, તું શું મને બચાવવાનો છે તે ?”
પ્રશ્નકર્તા: આટલાં વખત તેને શરણે ગયા ઉકેલ લાવવા માટે, ત્યાં પાછાં ડૂબી ગયા, જે ડૉક્ટરની દવા લીધી એણે દર્દ વધાર્યું, ઘટાડ્યું નહીં.
દાદાશ્રી : એ ડૉક્ટરો બરાબર ભણેલા નહીં. એ ડૂબકાં ખાતા હતા અને જે ડૉક્ટર એમ કહે, ‘ના, અમે તરેલા છીએ. તું આવ’ તો આપણે જાણીએ કે એ પોતે કહે છે ને !
બાકી કોઈ કહે નહીં કે તરેલા છીએ. નહીં તો જાણે કોઈક દહાડો કંઈક ભાંજગડ થશે ને લોક જાણી જશે, કે આ ડૂબકાં ખાતી વખતે બૂમ પાડતા હતા. તે માપી જાયને લોકો ? કેમ તર્યા હતા ને ડૂબકાં ખાતી વખતે બૂમ પાડો છો ? કહે કે ના કહે ? એટલે સંજોગ સારાં બાઝયા નહીં. આ ફેર સંજોગ સારો બાઝ, કામ નીકળી જશે.
એટલે આ બધું શી રીતે આમાં પામે ? ઓહોહો ! માથાના વાળ તો ગણી શકાય, પણ આ એમની ભૂલ ના ગણી શકાય.
- જો રોજ પચ્ચીસ જેટલી ભૂલો સમજાય તો તો અજાયબ શક્તિ ઉત્પન્ન થાય. સંસાર નડતો નથી, ખાવા-પીવાનું નડતું નથી. નથી તપે બાંધ્યા કે નથી ત્યાગે બાંધ્યાં. પોતાની ભૂલે જ લોકને બાંધ્યા છે. મહીં તો પાર વગરની ભૂલો છે. પણ માત્ર મોટી મોટી પચ્ચીસેક જેટલી જ ભૂલો ભાંગે તો છવ્વીસમી એની મેળે ચાલવા લાગે. કેટલાક તો ભૂલને જાણે છતાં પોતાના અહંકારને લઈને તેને ભૂલ ના કહે, આ કેવું છે ? એક જ ભૂલ અનંત અવતાર બગાડી નાખે. એ તો પોષાય જ નહીં. કારણ કે નિયાણું મોક્ષનું કરેલું, તે ય નિયાણું પૂરેપૂરું નહીં કરેલું. તેથી તો આવું થયું ને ! દાદા પાસે આવવું પડ્યું ને ?
ત્યારે ભૂલ ભાંગી કહેવાય ! એક-એક અવતારે એક ભૂલ ભાંગી હોત તો ય મોક્ષ સ્વરૂપ થઈ જાત.
એટલે આ બધા લોક કરે છે ને. તે ઊંધી જગ્યાએ ખોદે છે. એનાં કરતાં ના ખોદતા હોય ને કોઈકને કહેતા હોય કે ભાઈ, કંઈક મારો ઉકેલ લાવી