Book Title: Nijdosh Darshan Thi Nirdosh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 29
________________ નિજદોષ દર્શનથી. નિર્દોષ ! નિજદોષ દર્શનથી... નિર્દોષ ! પરમાત્માની સત્તા ક્યારે પ્રાપ્ત થાય ? ભૂલ ભાંગે તો ! એ ભૂલ ભાંગતી નથી ને સત્તા પ્રાપ્ત થતી નથી અને લોકોનાં સસરા અને સાસુ થઈને મઝા માણે છે. ભૂલ ભાંગે તો સત્તા પ્રાપ્ત થાય, પરમાત્માની સત્તા પ્રાપ્ત થાય. અને આ જ્ઞાન પ્રાપ્ત થયા પછી ‘પોતે પરમાત્મા છે' એવું લક્ષ બેઠું છે, એટલે હવે ધીમે ધીમે શ્રેણી માંડે એ ને તે સત્તા પ્રાપ્ત થયા કરે. બાકી ભૂલ દેખાડે તે સાચું. કેટલી બધી ભૂલો ? એક ભૂલ આપણી જે ભાંગે, આપણી મોટામાં મોટી ભૂલ ભાંગી આપે તે ભગવાન કહેવાય. દોષો એટલાં જ ખપે પ્રતિક્રમણ ! અનંત દોષનું ભાન છે ત્યારે એટલાં જ પ્રતિક્રમણ કરવાં પડશે. જેટલાં દોષ ભરી લાવ્યા છે, તે તમને દેખાશે. જ્ઞાની પુરુષે જ્ઞાન આપ્યા પછી દોષો દેખાય, નહીં તો પોતાના દોષ પોતાને દેખાય નહીં, એનું નામ જ અજ્ઞાનતા. પોતાના દોષ એકંય દેખાય નહીં ને કો'કના જોવા હોય તો બધા બહુ જોઈ આપે, એનું નામ મિથ્યાત્વ. અને જ્ઞાની પુરુષે જ્ઞાન આપ્યા પછી, દિવ્યચક્ષુ આપ્યા પછી પોતાને પોતાના સર્વ દોષ દેખાય. સહેજ મનફેર થયું હોય તો ય ખબર પડી જાય કે આ દોષ થયો. આ તો વીતરાગ માર્ગ એક અવતારી માર્ગ છે. આ તો બહુ જવાબદારીવાળો માર્ગ છે. એક અવતારમાં બધું ચોખ્ખું જ થઈ જવું જોઈએ. અહીં પહેલું ચોખ્ખું થઈ જવું જોઈએ. એટલે નર્યા દોષનું ભંડાર છો. અહીં જ્ઞાનવિધિમાં આવશો તો હું બધા પાપ ધોઈ નાખીશ. એ ધોવાનું મારે ભાગ આવ્યું. પછી પોતાના દોષ દેખાશે. અને પોતાના દોષ દેખાયા ત્યારથી જાણવું કે હવે મોક્ષે જવાની તૈયારી થઈ. બાકી કોઈનેય પોતાના દોષ દેખાયેલા નહીં. આત્મા પોતે જ થર્મોમીટર સમ ! જે પોતે કરે ને એમાં પોતાને ભૂલ છે એવું ક્યારેય ખબર પડે નહીં. પોતે જે કરતો હોય, સહજ સ્વભાવે જે કાર્ય ક્રિયા કરતો હોયને એમાં પોતાની ભૂલ છે એવું ક્યારેય દેખાય નહીં, ઉલટું કોઈ ભૂલ દેખાડે તો ય એને ઊંધું દેખાય. એ જપ કરતો હોય કે તપ કરતો હોય, ત્યાગ કરતો હોય, એમાં એને પોતાની ભૂલ ન દેખાય. ભૂલ તો પોતે આત્મસ્વરૂપ થાય, જ્ઞાની પુરુષે આપેલો આત્મા પ્રાપ્ત થાય, તો આત્મા એકલો જ થર્મોમીટર સમાન છે કે ભૂલ દેખાડે, બાકી કોઈ ભૂલ ના દેખાડે. પોતાની ભૂલ ના દેખાય કોઈને. ભૂલ દેખાય તો તો કામ જ થઈ ગયું ને ! આ તો પહેલાનો અભ્યાસ હોય કે હું બધામાં ભગવાન જોઉં છું પણ વઢવાડ કરતી વખતે તો ભગવાન બધું ભૂલી જાય ને ઝઘડો કરી બેસે કે દૂધ કેમ ઢોળ્યું ! ઘરનું છોકરું જાતે દૂધ ઢોળે ખરું ? આ તો આદિ-અનાદિથી ચાલી આવેલી, બાપાએ છોકરાને વઢવું જોઈએ એવી રીત છે. આ તે કંઈ માણસાઈ કહેવાય ? માનવતા તો કેવી સુગંધ આપે ? પચ્ચીસ પચીસ માઈલના એરિયામાં સુગંધ આવે. પોતાની બધી ભૂલ દેખાય તો જાણવું કે ભલીવાર આવશે. એક ભૂલ લોકોને પોતાની દેખાતી નથી. એ છે ભૂલોનું સ્વરૂપ ! અહંકાર ઓગળી જાય તો તો ભૂલ ખલાસ થઈ જાય. અહંકાર એમ ને એમ ઓગળશે નહીં, એ ચટણીની પેઠ વાટવા જેવો નથી. અહંકાર તો ભૂલો દેખાય એટલો ઓગળે. અહંકાર એટલે ભૂલનું સ્વરૂપ. ઇગોઇઝમ એ સ્ટ્રક્ટર જ ભૂલનું છે. કહેવાય શું કે સ્વરૂપનું ભાન નથી, તે ભાન ભૂલેલાં છે. ભાન ભૂલેલામાં આખો ઇગોઇઝમ ભાન ભૂલેલો છે. ત્યારે મહીં શું સામાન છે એની પાસે, કે મહીં નાની-મોટી ભૂલો છે ! તે ભૂખ્વ ભાંગશે તો કામ થશે. નિષ્પક્ષપાતી થાય તો પોતાની ભૂલ દેખાશે. વાણી તો મહીં બધા શાસ્ત્રોની વાણી પડેલી છે. ભૂલ ભાંગશે ત્યાર પછી વાણી નીકળશે અને તે વાણી પાછી નિષ્પક્ષપાતી હોવી જોઈએ. મુસલમાન બેઠો હોય તેને ય સાંભળવાનું મન થાય. જૈન બેઠો હોય તેને ય સાંભળવાનું મન થાય. બધા સ્ટાન્ડર્ડને સાંભળવાનું મન થાય તે નિષ્પક્ષપાતી વાણી કહેવાય. અને ભૂલ ભાંગે તો પરમાત્મા થાય. પરમાત્મા તો છે જ પણ

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77