Book Title: Nijdosh Darshan Thi Nirdosh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 22
________________ નિજદોષ દર્શનથી... નિર્દોષ ! કોઈક આવીને કહે, ‘હવે શું, પાના છૂટતાં નથીને, અમથાં એ કર્યા કરો છો ?!’ ત્યારે કહે, “પાનાનો વાંધો નથી.’ એવું ના બોલાય. ત્યાં કહી દેવું કે, ભઈ, અમારી નબળાઈ છે, આ પાના ૨મું છું તે બસ !' ૨૩ પ્રશ્નકર્તા ઃ હજાર માણસની વચ્ચે ભૂલનો એકરાર કરવો જોઈએ ? દાદાશ્રી : બસ, એકરાર કરવો જોઈએ, તો પાનાં ચઢી નહીં બેસે. નહીં તો તમે એમ કહો કે એનો કશો વાંધો નહીં, તો પાનાએ જાણ્યું કે, ‘આ બબુચક માણસ છે, અહીં જ રહેવા જેવું છે.’ પાના પોતે જ સમજી જાય. આ પોલું ઘર છે. એટલે આપણે એકરાર, ગમે તે ટાઈમે ! આબરૂ જાય ત્યાં પણ આબરૂ નહીં, નાકકટ્ટી થાય તો ય એકરાર કરી લેવો. એકરાર કરવામાં પૂરા રહેવું જોઈએ. મન વશ કરવું હોય તો એકરારથી થાય. એકરાર કરોને, દરેક બાબતમાં પોતાની નબળાઈ ખુલ્લી કરી દે તો મન વશ થઈ જાય. નહીં તો મન વશ થાય નહીં. પછી મન બેફામ થઈ જાય. મન કહેશે, ‘ફાવતું ઘર છે આ !’ આલોચતા જ્ઞાતી પાસે ! અને દોષ અમને કહે ને એની સાથે જ છૂટી જાય અને અમારે કંઈ એની જરૂર નથી. તમારે છૂટવાનો રસ્તો છે એક આ. કારણ કે વીતરાગો સિવાય દોષ કોઈ જગ્યાએ કહેવાય જ નહીં. કારણ કે જગત આખું દોષિત જ છે. અમને તો આમાં નવીનતા ય ના લાગે કે આ ભારે છે કે આ હલકો છે. એવું બોલે ય નહીં અમારી પાસે તો ય અમને તો એક જાતનું જ લાગે છે. ભૂલ તો થાય માણસ માત્રની, એમાં ગભરાવાનું શું ? ભૂલ ભાંગનારા છે ત્યાં કહીએ, મારી આવી ભૂલ થાય છે. તો એ રસ્તો બતાવે. તેમ તેમ ખીલતી જાય સૂઝ... ભૂલ ભાંગશે તો કામ થશે. ભૂલ ભાંગશે શેનાથી ? ત્યારે કહે મહીં સૂઝ નામની શક્તિ છે. બહુ ગૂંચાય ત્યારે સૂઝ પડે કે ના પડે ? પછી આમ નિરાંતે બેસી રહે પછી મહીં સૂઝ પડે કે નથી પડતી ? ૨૪ નિજદોષ દર્શનથી... નિર્દોષ ! પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : તે કોણ આપવા આવે છે ? સૂઝ તો એકલી જ શક્તિ મોક્ષે લઈ જાય એવી છે. જીવ માત્રને સૂઝ નામની શક્તિ હોય છે. ગાયો ખૂંચાય ને થોડીવાર ઊભી રહે, ચોગરદમ નીકળવાનો રસ્તો ના હોય તો થોડીકવાર ઊભી રહે ત્યારે મહીં સૂઝ સમજાય ને ત્યાર પછી નીકળી જાય. એ સૂઝ નામની શક્તિ છે, એ ખીલે શાનાથી ? ત્યારે કહે, જેટલી ભૂલ ભાંગે તેમ તેમ સૂઝ ખીલતી જાય. અને ભૂલ કબૂલ કરી કે ભઈ, આ ભૂલ મારી થયેલી છે બા. ત્યારથી શક્તિ બહુ વધતી જાય. હતી જ નહીં તે જાય ક્યાંથી ? આ ક્રોધ કર્યો છે તે ખોટું કર્યું છે, એવી સમજણ પડે કે ના પડે ? હવે સમજણ પડી હોય કે સાલું આ વધારે પડતું છે. એટલે પોતાની ભૂલ સમજણ પડી છે. ત્યાર પછી શેઠ આવ્યા બહારથી અને એમણે કહ્યું કે ‘મહારાજ, આ શિષ્ય જોડે આટલું બધું થાય ? પાછો ત્યાં આગળ નવી જાતનું કહે, ‘ક્રોધ કરવા જેવો છે. તે બહુ વાંકો છે.’ અલ્યા, તને પોતાને સમજણ પડેલી છે કે આ ભૂલ થયેલી છે ને પાછું આ ઉપરાણું લઉં છું ? કઈ જાતનો ઘનચક્કર છું ? આપણે શેઠને ત્યાં શું કહેવું જોઈએ કે, ‘મને ભૂલ સમજાઈ છે. હું હવે ફરી આવું નહીં કરું.' તો એ ભૂલ ભાંગે. નહીં તો આપણે ભૂલનું ઉપરાણું લઈએ, શેઠ આવે ત્યારે. તે શાના હારુ ? શેઠની આગળ આબરૂ રાખવા. અલ્યા, આ શેઠ આબરૂ વગરનો છે. આ લૂગડાંને લીધે લોકોની આબરૂ છે. બાકી લોકોની આબરૂ જ ક્યાં છે ? આ બધે દેખાય છે ? દસતા કર્યા એક ! આ જગત ‘રિલેટિવ’ છે, વ્યવહારિક છે. આપણાથી સામાને અક્ષરે ય ના બોલાય અને જો ‘પરમ વિનય’માં હોય તો ખોડે ય ના કઢાય, આ જગતમાં કોઈની ખોડ કાઢવા જેવું નથી. ખોડ કાઢવાથી શો દોષ બેસશે તેની ખોડ

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77