________________
નિજદોષ દર્શનથી.... નિર્દોષ !
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
લગાડીએ તો ય ભૂલ છે. કારણ કે એ આદત એને છોડતી નથી.
પ્રશ્નકર્તા: પણ દાદા, એનો કંઈક રસ્તો તો હોય કે નહીં ? એ આદત છોડવા માટે કંઈક રસ્તો તો હોવો જોઈએને ?
ઘટે જ નહીં. તમારા ગામમાં કોઈ ભૂલ કબૂલ કરે ખરાં ?
પ્રશ્નકર્તા : કબૂલ ના કરે.
દાદાશ્રી : હા. કોઈ કબૂલ ના કરે. જો અક્કલના કોથળા વેચવા જાય તો ચાર આનાય ના આવે. અક્કલના કોથળાને વેચવા જાય તો આવે પૈસા ? બધાય અક્કલવાળા, હિન્દુસ્તાન દેશમાં બધા અક્કલવાળા તે કોણ પૈસા આપે ? કોઈ ભૂલ કબૂલ ના કરેને તમારે ત્યાં ? અને તું ભૂલ કબૂલ કરું છું તરત ?
પ્રશ્નકર્તા : હા, તરત. મારી એક ભૂલ કહું ?
દાદાશ્રી : હા.
પ્રશ્નકર્તા : હું પાનાં રમવાનો બહુ શોખીન છું.
દાદાશ્રી : એમ ?! પાના રમવા એ તો હિસાબ છે. મહીં હિસાબ કરેલો પોતે, જે ડિસાઈડ કરેલું છે, તે જ આપણે પોતે ભોગવીએ છીએ આ.
પ્રશ્નકર્તા ઃ હવે આ પાના રમે ને રાજી થાય પણ એમના વાઇફને સારું ના લાગે.
દાદાશ્રી : રસ્તો એનો એક જ કે આ ભઈ પાનાં રમતાં હોય તો એમને નિરંતર મહીં રહેવું જોઈએ કે આ ખોટી વસ્તુ છે, આ ખોટી વસ્તુ છે, આ ખોટી વસ્તુ છે. નિરંતર આમ રહેવું જોઈએ. અને આવું રોજ ખોટી વસ્તુ બોલીએ અને એક દહાડો કોઈ આવીને ટસરે ચઢાવે કે “આ પાના રમવા બહુ ખરાબ વસ્તુ છે. ત્યાં તમે કહો કે “ના, સારી વસ્તુ છે' કે પાછું બગડ્યું. તે ઘડીએ તમારે એમ કહી દેવું કે ખોટી વસ્તુ જ છે. પણ ટસરે ચઢાવેને, એટલે જીવતું રાખે છે આ લોકો ! એટલે લોકો કહે છે, “અમારી આદતો કેમ છૂટતી નથી ?” પણ જીવતું શું કરવા રાખો છો ? ફરી પાણી નહીં પાવાનું તે દહાડે. લોક તો ઊંધું બોલે. તમને સમજાયુંને ? એવું બને કે ના બને ?
પ્રશ્નકર્તા : બને છે. દાદાશ્રી : એટલે તેથી જીવતું રહ્યું છે.
મને હઉ એવું થયેલું એટલે પછી મેં શોધખોળ કરેલી. એટલે આ બધી વસ્તુ હોય છતાં અંદર એને માટે જુદું. હુક્કો પીતો હતો તો ય અંદર જુદું, ચા પીતો હતો તો ય અંદર જુદું. પરવશ કરનારી વસ્તુઓ આપણને ના હોવી જોઈએ. છતાં પરવશ થઈ ગયાં તો હવે કેમ છૂટવું તેનો ઉપાય આપણે જાણવો જોઈએ. ઉપાય જાણ્યો ત્યારથી છૂટા જ છીએ. એટલે થોડા વખતમાં છોડી દેવાનું જ છે, આ છૂટી જ જવાનું છે. એની મેળે છૂટી જાય એનું નામ છૂટયું કહેવાય. અહંકારે કરીને છોડીએ એ કાચું રહે તો આવતા ભવમાં પાછું ફરી આવે. એનાં કરતાં સમજણથી છોડવા જેવું છે.
એટલે જેને જે વસ્તુ હોય, તે આમ પાના રમીએ સારી રીતે ફર્સ્ટક્લાસ, પણ મનમાં મહીં આમ હોવું જોઈએ કે આ ન હોવું જોઈએ, આ ન હોવું જોઈએ. પછી હજાર માણસની રૂબરૂ, આપણે ઉપદેશ આપતા હોય તે ઘડીએ
દાદાશ્રી : સારું ના લાગે તો એ જ ભોગવે. જે ભોગવે એની ભૂલ. જો ના ભોગવતા હોય તો કશી એમની ભૂલ નથી. જો એ ભોગવતા હોય તો એમની જ ભૂલ છે.
પ્રશ્નકર્તા: વાઇફ કહે છે, હું ભોગવતી જ નથી. ત્યારે ધણીને લાગે છે કે એ ભોગવે છે.
દાદાશ્રી : પણ એ પોતે કહે છે કે હું નથી ભોગવતી એટલે પછી થયું, છૂટયું ! આ જ્ઞાન પહેલાં ભોગવતા હશે ! પછી તો સમજેને ! કારણ કે કોઈ ને કોઈ આદત હોય. તે કંઈ એને ને આપણને લેવા-દેવા નથી. એ તો માલ ભરીને આવેલા છે. પોતાને છોડવું હોય તો ય ના છૂટે. એ આદત એને ના છોડે પછી ! હવે એને આપણે વઢીએ તો આપણી ભૂલ છે. એના પર ખોટું