________________
નિજદોષ દર્શનથી. નિર્દોષ !
૧૭
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
વધારી આપો છો ! કારણ કે આયુષ્ય એટલે શું ? કોઈ પણ સંયોગ છે તે વિયોગનું નક્કી થયા પછી સંયોગ ભેગો થાય. આ તો નક્કી થયું હોય એનું પાછું આયુષ્ય વધારે આમ ! કારણ કે જીવતો માણસ ગમે એટલું વધ-ઘટ કરાવડાવે એટલે શું થાય પછી ?! આ બધા આયુષ્ય વધારે છે, દરેક બાબતમાં એનું રક્ષણ કરે છે કે “કશો વાંધો નહીં, અમને તો અડે જ નહીં.” ખોટી વસ્તુનું રક્ષણ કરવું એ તો ભયંકર ગુનો છે.
પ્રશ્નકર્તા અને શુષ્ક અધ્યાત્મમાં ઊતરી ગયા હોય તો તે એમ કહે કે આત્માને કશું અડે નહીં. આ તો પુદ્ગલને છે બધું.
દાદાશ્રી : એ તો બધા બહુ છે અહીં. ગોળ ગોળ ગોળ ગોળ કરે પેલાં. એમનાં જ માલ, એ શુષ્ક કહેવાય.
પછી બધું સાંભળ્યા પછી હું કહું કે ભગવાને કહ્યું છે કે આટલા લક્ષણ જોઈએ. મૃદુતા, ઋજુતા, ક્ષમા ! આ તો મૃદુતા દેખાતી નથી, ઋજુતા દેખાતી નથી, આમ તો અકડાઈ !
અકડાઈ ને આત્માને બહુ છેટું છે.
આ તો પોલ ચાલ્યું જાય છે. આ લોકો જવાબ આપી શકતા નથી એટલે પછી આ બધા પોલ મારવા જાય. પણ મારા જેવા જવાબ આપે ને ? તરત જવાબ આપે. બીરબલ જેવો તરત હાજરજવાબ.
દોષો સ્વીકારો, ઉપકાર માનીને ! અમારામાં આડાઈ જરાય ના હોય. કોઈ અમને અમારી ભૂલ બતાવે તો અમે તરત જ એક્સેપ્ટ (સ્વીકાર) કરી લઈએ. કોઈ કહે કે આ તમારી ભૂલ છે તો અમે કહીએ કે, ‘હા, ભાઈ, આ તે અમને ભૂલ બતાડી તો તારો ઉપકાર.” આપણે તો જાણીએ કે જે ભૂલ એણે બતાવી આપી માટે એનો ઉપકાર. બાકી દોષ હોય કે ના હોય એની તપાસ કરવા જવાનું નહીં, એમને દેખાય છે માટે દોષ છે જ. મારા કોટની પાછળ લખ્યું હોય કે ‘દાદા ચોર છે.” લોક પછી પાછળ બોલે કે ના બોલે ? શાથી ‘દાદા ચોર છે' એવું બોલે છે ?
કારણ કે મારી પાછળ લખ્યું છે, બોર્ડ માર્યું છે ને ! તે આપણે જોઈએ ત્યારે ખબર પડે કે હા, પાછળ બોર્ડ માર્યું છે. ભલે બીજું કોઈક લખી ગયું હશે, પણ આ બધાંને વાંચતા તો આવડેને !
પ્રશ્નકર્તા : દાદાએ આપ્તવાણીમાં એમ લખ્યું છે કે “દાદા ચોર છે” એવું કોઈ લખી આપે તો મહાન ઉપકાર માનવો. એવું લખ્યું છે.
દાદાશ્રી : હા, લખ્યું છે. પ્રશ્નકર્તા : એટલે એ કેવી રીતે ?
દાદાશ્રી : હા, ઉપકાર નહીં માનો તો એમાં તમને આખો તમારો અહંકાર ઊભો થઈને દ્વેષ પરિણામ પામશે. એને શું નુકસાન જવાનું છે ? એના બાપનું શું જવાનું છે ? એ તો નાદાર જ થઈને ઊભો રહેશે ને તમે નાદારી કરાવી. એટલે તમારે કહેવું, ‘ભાઈ, તમારો ઉપકાર છે બા” ! આપણી નાદારી ના નીકળે એટલા હારુ. એ તો નાદાર થઈને ઊભો જ રહેશે, એને શું ? એને દુનિયાની પડેલી નથી. આ તો બોલે. બેજવાબદારીવાળું વાક્ય કોણ બોલે ? જેને પોતાની જવાબદારીનું ભાન નથી તે બોલે. તો એના જોડે આપણે ભસવા જઈએ તો આપણે ય કૂતરાં કહેવાઈએ. એટલે આપણે કહીએ, ‘તારો ઉપકાર છે બા”.
પ્રશ્નકર્તા : આપણા દોષના ભાવ ઉદયમાં આવે એ આપણે જોઈએ ને સમજીએ એટલા માટે આપણે એનો ઉપકાર માનવો ?
દાદાશ્રી : હા, જ્યાં જ્યાં દોષ આવતો હોય ત્યાં ઉપકાર માનજો અંદરખાનેથી, તો એ દોષ બંધ થઈ જશે. પોલીસવાળા ઉપરે ય અભાવ આવતો હોય તો એનો ઉપકાર માનજો. તો અભાવ બંધ થઈ જશે. આજે કોઈ પણ માણસ ખુંચતો હોય તો તે બહુ સારો માણસ, આ તો આપણો ઉપકારી છે. બંધ થઈ જશે ખુંચતું. એટલે આ શબ્દ અમે જે આપીએ છીએને, એક-એક શબ્દ દવાઓ છે. આ બધા દરઅસલ મેડીસીન છે, દરઅસલ !! નહીં તો ‘ચોર’ કહે તેનો ઉપકાર માનજો એ વાક્ય શી રીતે સમજાય એને ? એટલે તમે મને