________________
નિજદોષ દર્શનથી. નિર્દોષ !
નિજદોષ દર્શનથી. નિર્દોષ !
દીધા આધાર ભૂલોને, ઉપરાણાં લઈને ! પ્રશ્નકર્તા : દાદા, ભૂલનું ઉપરાણું કેવી રીતે લેવાય છે ?
દાદાશ્રી : આ આપણે કોઈને ટૈડકાવ્યા પછી કહીએ કે, “આપણે એને ટૈડકાવ્યા ના હોત તો એ સમજત જ નહીં. માટે એને ટૈડકાવવો જ જોઈએ.’ આનાથી તો એ “ભૂલ’ જાણે કે આ ભાઈને મારી હજી ખબર નથી અને પાછો મારું ઉપરાણું લે છે. માટે અહીં જ ખાઓ, પીઓ ને રહો. એક જ વખત જો આપણી ભૂલનું ઉપરાણું લેવાય તો એ ભૂલનું વીસ વર્ષનું આયુષ્ય લંબાય. કોઈ ભૂલનું ઉપરાણું ના લેવાય.
કૂંચી ભૂલો ભાંગવાની ! મન-વચન-કાયાથી પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ ક્ષમા માંગ માંગ કરવાની. ડગલે ને પગલે જાગૃતિ રહેવી જોઈએ. આપણામાં ક્રોધ-માન-માયાલોભના કષાયો તો ભૂલો કરાવી ઉધાર કરાવે એવો માલ છે. તે ભૂલો કરાવે જ અને ઉધારી ઊભી કરે પણ તેની સામે આપણે તરત જ તત્ક્ષણ માફી માંગીને જમા કરીને ચોખ્ખું કરી લેવું. આ વેપાર પેન્ડિંગ ના રખાય. આ તો દરઅસલ રોકડિયો વ્યાપાર કહેવાય.
પ્રશ્નકર્તા : અત્યારે ભૂલ થાય છે એ ગયા અવતારની ખરીને ?
ભૂલને ઓળખતો થયો એટલે ભૂલ ભાંગે. કેટલાંક કાપડ ખેંચી ખેંચીને આપે છે અને ઉપરથી કહે છે કે આજે તો પા વાર કપડું ઓછું આપ્યું. આ તો આવડું મોટું રૌદ્રધ્યાન અને પાછું એનું ઉપરાણું ? ભૂલનું ઉપરાણું લેવાનું ના હોય. ઘીવાળો ઘીમાં કોઈને ખબર ના પડે એ રીતે ભેળસેળ કરીને પાંચસો રૂપિયા કમાય. એ તો મૂળ સાથે વૃક્ષ રોપી દે છે. અનંત અવતાર પોતે જ પોતાના બગાડી દે છે.
બંધ કરો કષાયતું પોષણ ! કોઈ માણસને ભૂલ રહિત થવું હોય તો તેને અમે કહીએ કે માત્ર ત્રણ જ વર્ષ ક્રોધ-માન-માયા-લોભને ખોરાક ના આપીશ. તો બધા મડદાલ થઈ જશે. ભૂલોને જો ત્રણ જ વર્ષ ખોરાક ના મળે તો ઘર બદલી નાખે. દોષ એ જ ક્રોધ-માન-માયા-લોભનું ઉપરાણું. જો ત્રણ જ વર્ષ માટે ઉપરાણું ક્યારેય પણ ના લીધું તો તે ભાગી જાય.
જ્ઞાની પુરુષના દેખાડ્યા સિવાય મનુષ્યને પોતાની ભૂલનો ખ્યાલ ન આવે. આવી અનંતી ભૂલો છે. આ એક જ ભૂલ નથી. અનંતી ભૂલો ફરી વળી છે.
પ્રશ્નકર્તા : પણ વધારે દોષ દેખાતા નથી. થોડાક જ દેખાય છે.
દાદાશ્રી : અહીં સત્સંગમાં બેસવાથી આવરણો તૂટતાં જાય તેમ દોષો દેખાતા જાય.
પ્રશ્નકર્તા : દોષો વધારે દેખાય એ માટે જાગૃતિ શી રીતે આવે ?
દાદાશ્રી : મહીં જાગૃતિ તો બહુ છે. પણ દોષોને ખોળવાની ભાવના થઈ નથી. પોલીસવાળાને ચોર જોવાની ઇચ્છા થાય ત્યારે ચોર જડી જાય. પણ આ જો પોલીસવાળો કહે કે “કંઈ ચોર પકડવા જેવું નથી. એ તો આવશે તો પકડીશું.’ એટલે પછી ચોર મજા કરે જ ને ? આ ભૂલો તો સંતાઈને બેઠી છે. તેને શોધો તો તરત જ પકડાઈ જાય.
બધી જ કમાણીનું ફળ શું? તમારા દોષો એક પછી એક તમને દેખાય
દાદાશ્રી : ગયા અવતારના પાપને લઈને જ આ ભૂલો છે. પણ આ અવતારમાં ફરી ભૂલ ભાંગે જ નહીં ને વધારતા જાય. ભૂલને ભાંગવા માટે ભૂલને ભૂલ કહેવી પડે. તેનું ઉપરાણું ના લેવાય. આ જ્ઞાની પુરુષોની કૂંચી કહેવાય. તેનાથી ગમે તેવાં તાળાં ઊઘડી જાય.
જ્ઞાની પુરુષ તમારી ભૂલ માટે શું કરી શકે ? એ તો માત્ર તમારી ભૂલ બતાવે, પ્રકાશ પાડે, રસ્તો બતાવે કે ભૂલનું ઉપરાણું ના લેશો. પણ પછી જો ભૂલોનું ઉપરાણું છે કે આપણે તો આ દુનિયામાં રહેવું છે, તે આમ શી રીતે કરાય ?” અલ્યા, આ તો ભૂલને પોષી ઉપરાણું ના લઈશ. એક તો મૂઓ ભૂલ કરે અને ઉપરથી કલ્પાંત કરે, તો ‘કલ્પ” (કાળચક્ર)ના અંત સુધી રહેવું પડશે !