________________
નિજદોષ દર્શનથી. નિર્દોષ !
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
બસ, આપણી ભૂલો હોય તે જ ! ભૂલો ને બ્લેડર્સ !!!
એટલે તમારી ભૂલ નહીં હોય તો કોઈ નામ દેનારું ય નથી આ વર્લ્ડમાં. જુઓ, રસ્તામાં કોઈ નામ દે છે ? પોલીસવાળા, ચેકીંગવાળા કોઈ કશું પજવે છે ? હેરાન કરે છે ? કારણ કે તમારી ભૂલ નહીં હોય તો કોઈ નામ જ ના
થવાથી એકને બદલે બે દેખાય છે ને ? આ કાચના ટુકડા જમીન ઉપર પડ્યા હોય તો કેટલી બધી આંખો દેખાય છે ? આ જરાક ભૂલથી કેટલી બધી આંખો દેખાય છે ? તેમ આ આત્મા પોતે દબાતો નથી, પણ સંયોગના પ્રેસર | (દબાણ)થી એકના અનંત રૂપે દેખાય છે. આ જગત આખું ભગવત્ સ્વરૂપ છે. આ ઝાડને કાપવાનો માત્ર ભાવ જ કરે તો ય કર્મ ચોંટે તેમ છે. સામાનું જરા ખરાબ વિચાર્યું તો પાપ અડે ને સારો ભાવ કરે તો પુણ્ય અડે.
- આ આપણે અહીં સત્સંગમાં આવ્યા ને અહીં માણસો ઊભા હોય તો થાય કે આ બધા શું ઊભા છે ? તે મનમાં ભાવ બગડે. તે ભૂલ માટે તેનું તરત જ પ્રતિક્રમણ કરવું પડે.
બે જ વસ્તુ વિશ્વમાં ! સંયોગો અને શુદ્ધાત્મા બે જ છે. સંયોગો ઊભા કેમ થયા ? સંયોગ બધાંને જુદા જુદા આવે. હા, કોઈને આખી જિંદગી કોઈ મારનાર ના મળે અને કોઈને આખી જિંદગીમાં કેટલીય વખત માર ખાવો પડે. અને આવો સંયોગ કેમ થાય છે ને આને આવો કેમ ? કારણ કે એણે કોઈને મારવાનો ભાવ જ કર્યો નહોતો, એટલે એને એવાં સંયોગ અને આણે મારવાના ભાવ કર્યા હતા તેથી એને આવો સંયોગ. એટલે એ સંયોગો શાથી આવ્યા, તેનાં પણ કારણો જડે એવાં છે. આ સંયોગ કયા કારણથી ભેગો થયો એ પણ જડે એવું છે.
રસ્તામાં કોઈ ગરીબ માણસ મળ્યો અને બહુ રડતો હોય તો તમે અગિયાર રૂપિયા આપતા હોય, તો આ ભાઈ કહેશે કે રહેવા દોને, એને રૂપિયો જ આપોને, અગિયાર રૂપિયા એને શાના આપો છો ? હવે પેલો લેનાર, આપનાર તમે અને આપણે ના પાડી એટલે અંતરાય પડ્યો. પેલાને મળતું હતું, તેમાં આંતરો પડ્યો. તે અંતરાય કર્મથી રૂપિયા એમની પાસે ભેગા ના થાય.
હવે આ જે જે બધું કર્યું આ એના જ બધા સંયોગો ભેગા થયેલા છે. કંઈ નવા સંયોગો નથી. તમારો કોઈ ઉપરી છે નહીં, તેમ તમારો અંડરહેન્ડ પણ કોઈ છે નહીં. જગત બધું સ્વતંત્ર છે. તમારી ભૂલો જ તમારી ઉપરી છે
આમંત્રી ધોલતે, વળતર સહિત ! કોઈ આપણને ગાળો ભાંડે, આપણને ખોટું સાંભળવાનું મળ્યું, એ તો બહુ પુણ્યશાળી કહેવાય, નહીં તો એ મળે નહીંને ! હું પહેલાં એવું કહેતો હતો, આજથી દસ-પંદર વર્ષ ઉપર કે ભઈ, કોઈ પણ માણસ પૈસાની અડચણવાળો હોય, તો હું કહું છું કે મને એક ધોલ (તમાચો) મારજે, હું પાંચસો રૂપિયા આપીશ. એક માણસ મળેલો, મેં એને કહ્યું કે, ‘તારે પૈસાની ભીડ છેને ? સોબસ્સોની ? તો તારી ભીડ તો આજથી જ નીકળી જશે. હું તને પાંચસો રૂપિયા આપું, તું મને એક ધોલ માર.' ત્યારે કહે, “ના દાદા, આવું નહીં થઈ શકે.” એટલે ધોલ મારનારા ય ક્યાંથી લાવે ? વેચાતા લાવે તોય ઠેકાણું પડે એવું નથી ને ગાળો દેનારાનું ય ઠેકાણું પડે એવું નથી. ત્યારે જેને ઘેર બેઠાં એવું ફ્રી ઑફ કોસ્ટ (મફત) મળતું હોય તો ભાગ્યશાળી જ કહેવાયને ! કારણ કે મને પાંચસો રૂપિયા આપતાંય કોઈ મળતું નહોતું.
તે જ્ઞાન થતાં પહેલાં તો હું મારી જાતને ગાળો ભાંડતો હતો, કારણ કે મને કોઈ ગાળો ભાંડતું નહોતું ને ! ત્યારે વેચાતી ક્યાંથી લાવીએ આપણે ? ને વેચાતું કોણ આપે ? આપણે કહીએ કે તું મને ગાળ દે, તો ય કહેશે કે ના તમને ગાળ ના દેવાય. એટલે પૈસા આપીએ તો ય ગાળો કોઈ ના દે. એટલે પછી મને મારી જાતે ગાળો દેવી પડતી હતી, ‘તમારામાં અક્કલ નથી, તમે મૂરખ છો, ગધેડા છો, આવા છો, કઈ જાતના માણસ છો, મોક્ષધર્મ કંઈ અઘરો છે કે તમે આટલું બધું તોફાન માંડ્યું છે ?” એવી ગાળો જાતે દેતો હતો. કોઈ ગાળો દેનાર ના હોય ત્યાર પછી શું કરીએ ? તમને તો ઘેર બેઠાં કોઈ ગાળો દેનાર મળે છે, ફ્રી ઑફ કોસ્ટ મળે છે ત્યારે તેનો લાભ ના ઉઠાવવો જોઈએ ?!