________________
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
દાદાશ્રી : કોઈ દોષિત છે નહીં એમ જાણશો તો જ બીજા બધાં નિર્દોષ લાગશે આપણને ! કારણ કે આપણે નિમિત્ત છીએ, એ બિચારા નિમિત્ત છે અને આપણા લોકો નિમિત્તને બચકાં ભરે છે. નિમિત્તને બચકાં, એવું ભરે ખરું કોઈ દા'ડો ? ના ભરે, નહીં ? નિમિત્તને બચકાં ભરે ?
પ્રશ્નકર્તા : આપણે નિમિત્તને બચકાં ભરીએ છીએ, પણ ભરવા ન જોઈએ.
દાદાશ્રી : પારકો દોષ જોવો એને અમે નિમિત્તને બચકાં ભરવાની સ્થિતિ કહીએ છીએ. અરેરે, નિમિત્તને બચકાં ભર્યા તે ? એ તને ગાળો ભાંડે છે, એ તારા કર્મનો ઉદય છે. આ ઉદય તારે ભોગવવાનો છે. વચ્ચે એ નિમિત્ત છે. નિમિત્ત તો ઉપકારી છે કે ભઈ, તને કર્મમાંથી છૂટો કરવા આવ્યો છે. ઉપકારી છે તેને બદલે તું ગાળો ભાંડે છે ? તું એને બચકાં ભરે છે, એટલે એ નિમિત્તને બચકાં ભર્યા કહેવાય. એટલે આ મહાત્માઓ ડરી ગયેલાં કે ના, અમે બચકું ભરીશું નહીં હવે કોઈ દહાડો ય !!
આ મને છેતરી ગયો’ તેમ બોલ્યો તે ભયંકર કર્મ બાંધે ! એના કરતાં બે ધોલ મારી લે તો ઓછું કર્મ બંધાય. એ તો જ્યારે છેતરાવાનો કાળ ઉત્પન્ન થાય, આપણા કર્મનો ઉદય થાય ત્યારે જ છેતરાઈએ. એમાં સામાનો શો દોષ ? એણે તો ઉલટું આપણું કર્મ ખપાવી આપ્યું. એ તો નિમિત્ત છે.
અતુમોદનતું ફળ ! પ્રશ્નકર્તા: બીજાના દોષે પોતાને દંડ મળે ?
દાદાશ્રી : ના, એમાં કોઈનો ય દોષ નહીં. પોતાના દોષથી જ સામેવાળા નિમિત્ત બને. આ તો ભોગવે એની ભૂલ. કરવું, કરાવવું અને અનુમોદવું. એ અનુમોદનનું ય ફળ આવે. કર્યા વગર ફળ ના આવે.
પ્રશ્નકર્તા : અનુમોદન કોને કહેવાય ? દાદાશ્રી : આ કોઈ કાંઈ કરતાં અચકાતો હોય તો તમે કહો કે “તું તારે
કર, હું છું ને !' તે અનુમોદન કહેવાય અને અનુમોદન કરનારની વધારે જોખમદારી કહેવાય ! કર્યાનું ફળ કોને વધારે મળે ? ત્યારે કહે, જેણે વધારે બુદ્ધિ વાપરી, તેના આધારે તે વહેંચાઈ જાય !
ન પડકાર, તો પૂર્ણતા પમાય ! આ જગતમાં કોઈ પણ માણસ તમારું કંઈ પણ નુકસાન કરે છે, એમાં એ નિમિત્ત છે. નુકસાન તમારું છે, માટે “રિસ્પોન્સિબલ' (જવાબદાર) તમે છો. કોઈ માણસ કોઈનું કશું કરી શકે જ નહીં, એવું આ સ્વતંત્ર જગત છે ! અને જો કોઈ કંઈ પણ કરી શક્યું હોય તો ‘ફીયર’ (ડર)નો પાર જ ના રહેત ! તો તો પછી કોઈ કોઈને મોક્ષે જ ના જવા દે. તો તો ભગવાન મહાવીરને ય મોક્ષે જવા ના દેત ! ભગવાન મહાવીર તો કહે છે કે તમને જે અનુકૂળ આવે તે ભાવ મારી ઉપર કરો. તમને મારી ઉપર વિષયના ભાવ આવે તો વિષયના કરો, નિર્વિષયીના ભાવ આવે તો નિર્વિષયીના કરો, ધર્મના ભાવ આવે તો ધર્મના કરો, પૂજ્યપદના આવે તો પૂજ્યપદ આપો, ગાળો દેવી હોય તો ગાળો દો. મારે એનો પડકાર નથી. જેને પડકાર નથી એ મોક્ષે જાય છે અને પડકાર કરવાવાળાનો અહીં મુકામ રહે છે !
નહીં તો આ જગત તો એવું છે ને તમારી ઉપર અવળો કે સવળો ભાવ બાંધ્યા જ કરે. ગજવામાં તમે રૂપિયા મૂકતા હોય ને તે કો’ક ગજવું કાપનારાના જોવામાં આવી ગયું તો એ ગજવું કાપવાના ભાવ કરે કે ના કરે ? કે રૂપિયા છે, કાપી લેવા જેવું છે, પણ ત્યાં તો તમે ગાડી આવી ને બેસી ગયા ને તમે ઉપડી ગયા અને એ રહી ગયો, પણ એ ભાવ તો કરે જ જગત ! પણ તેમાં તમારો પડકાર નથી તો કોઈ તમારું નામ દેનાર નથી. કોઈના પણ ભાવમાં તમારો ભાવ નથી તો કોઈ તમને બાંધનાર નથી. એમ બાંધે તો પાર જ ના આવેને ? તમે સ્વતંત્ર છો, કોઈ તમને બાંધી શકે એમ નથી.
એકમાંથી અનંત, અજ્ઞાનતાથી ! આ આંખ હાથથી દબાઈ જાય તો વસ્તુ એક હોય તો બે દેખાય. આંખ એ આત્માનું રિયલ સ્વરૂપ નથી. એ તો રિલેટિવ સ્વરૂપ છે. છતાં, એક ભૂલ