Book Title: Nijdosh Darshan Thi Nirdosh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 12
________________ નિજદોષ દર્શનથી... નિર્દોષ ! નિજદોષ દર્શનથી. નિર્દોષ !. આમનો દીકરો થાઉં” એ બીજું બ્લેડર. ‘હું આનો ધણી થઉં” એ ત્રીજું બ્લેડર. ‘હું આ છોકરાનો બાપ થઉં” એ ચોથું બ્લેડર, એવાં કેટલાં બ્લેડર્સ કર્યા છે? પ્રશ્નકર્તા : અનેક થયાં હશે. દાદાશ્રી : હા. તે આ બ્લેડર્સ છે તે તમારાથી તૂટશે નહીં. અમે બ્લેડર્સ તોડી આપીએ અને પછી મિસ્ટેક્સ હોય તે તમારે કાઢવાની. તે કોઈ ઉપરી છે નહીં. વગર કામનો અજંપો !! તમને સમજાય છેને, ઉપરી નથી એવું ? ચોક્કસ ખાતરી થઈ ગઈ ? ભૂલો ક્યારે જડે? લોક માને કે ભગવાન ઉપરી છે, તે તેમની ભક્તિ કરીશું, તો છૂટી જઈશું. પણ ના, કોઈ બાપોય ઉપરી નથી. તું જ તારો ઉપરી, તારો રક્ષક પણ તું જ ને તારો ભક્ષક પણ તું જ. યુ આર હોલ એન્ડ સોલ રીસ્પોન્સિબલ ફોર યોર સેલ્ફ (તમે જ તમારે પોતાને માટે સંપૂર્ણ જવાબદાર છો) પોતે જ પોતાનો ઉપરી છે, આમાં બીજો કોઈ બાપોય આંગળી ઘાલતો નથી. આપણો બોસ(ઉપરી) છે તેય આપણી ભૂલથી ને અન્ડરહેન્ડ(હાથ નીચેના) છે તેય આપણી ભૂલથી જ છે. માટે ભૂલ તો ભાંગવી પડશે ને ? પોતાની સંપૂર્ણ સ્વતંત્રતા-આઝાદી જોઈતી હોય તો પોતાની બધી જ ભૂલો ભાંગી જાય તો મળે. ભૂલ તો ક્યારે જડે કે “પોતે કોણ છે ?” એનું ભાન થાય, પરમાત્માનો સાક્ષાત્કાર થાય ત્યારે ! કોણ જગતનો માલિક ? અમારો ઉપરી કોઈ બાપોય નથી. આ ઉપર બોસ છે કે બાપોય ઉપર બેઠો છે, એવું નથી. જે છો એ તમે જ છો અને તમને દંડ આપનારો ય કોઈ નથી ને તમને જન્મ આપનારો ય કોઈ નથી. તમે પોતે જન્મ લો છો ને ધારણ કરો છો ને આ પાછું જાવ છો ને આવો છો. જાવ છો ને આવો છો. તમારી મરજી મુજબના સોદા છે. હિન્દુસ્તાનમાં આવતા સુધી તો જાણે કે કુદરતી સાહજીક રીતે છે, પણ આ હિન્દુસ્તાનમાં આવ્યા પછી થોડું ઘણું સમજાય કે આપણી કંઈક ભૂલ થાય છે. ડાહ્યા માણસ જો આટલું જ સમજે કે શું મારામાં કોઈ પણ માણસ સળી કરી શકે એમ નથી ? તો આપણે કહીએ કે નથી, નથી, નથી !!! અને કહેશે, મારો ઉપરી કોઈ નથી ?” ત્યારે કહીએ, ‘નથી, નથી, નથી !!!” તારા ઉપરી તારા બ્લડર્સ અને મિસ્ટેક્સ. બ્લેડર્સ કેમ ભાંગવા ? તો અમે કહીએ કે અહીં આવજે બા અને મિસ્ટેક કેમ ભાંગવી ? તે અમારે તને સમજ પાડવી પડે. પછી તારે ભાંગવાની. અમે રસ્તો દેખાડીશું. મિસ્ટેક ભાંગવાની તારે અને બ્લેડર્સ અમારે ભાંગી આપવાનાં. અણસમજણે સજર્યા દુઃખ ! દુઃખ બધું અણસમજણનું જ છે આ જગતમાં ! બીજું કંઈ પણ દુઃખ છે એ બધું અણસમજણનું જ છે. પોતે ઊભું કરેલું છે બધું, ના દેખાવાથી ! દાઝે ત્યારે કહેને કે ભઈ, કેમ તમે દાઝયા ? ત્યારે કહે, ભૂલથી દાઝયો, કંઈ જાણી જોઈને દાઝું ? એવું આ બધું ભૂલથી દુઃખ છે. બધા દુ:ખ આપણી ભૂલનું પરિણામ. ભૂલ જતી રહેશે એટલે થઈ રહ્યું. પ્રશ્નકર્તા : કર્મ ચીકણાં હોય છે, તેને લીધે આપણને દુઃખ ભોગવવું પડે છે ? દાદાશ્રી : આપણાં જ કર્મ કરેલાં, તેથી આપણી જ ભૂલ છે. કોઈ અન્યનો દોષ આ જગતમાં છે જ નહીં. બીજા તો નિમિત્ત માત્ર છે. દુ:ખ તમારું છે ને સામા નિમિત્તને હાથે અપાય છે. સસરા મરી ગયાનો કાગળ પોસ્ટમેન આપી જાય, તેમાં પોસ્ટમેનનો શો દોષ ? આ બ્રહ્માંડનો દરેક જીવ બ્રહ્માંડનો માલિક છે. માત્ર પોતાનું ભાન નથી તેથી જ જીવડાંની જેમ રહે છે. પોતાના દેહની માલિકીનો જેને દાવો નથી તે આખા બ્રહ્માંડનો માલિક થઈ ગયો ! આ જગત આપણી માલિકીનું છે તેવું સમજાય એ જ મોક્ષ ! હજી એવું શાથી સમજાયું નથી ? કારણ કે આપણી જ ભૂલોએ બાંધેલા છે તેથી. આખું જગત આપણી જ માલિકીનું છે !

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77