________________
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
વિશ્વતી વાસ્તવિકતાઓ !
પ્રશ્નકર્તા : જગતની વાસ્તવિકતા વિષે કંઈક કહો.
દાદાશ્રી : જગતના લોકો વ્યવહારમાં બે રીતે રહે છે, એક લૌકિક ભાવથી અને એક અલૌકિક ભાવથી. તે ઘણો ખરો ભાગ જગતનો લૌકિક ભાવે જ રહે છે કે ભગવાન ઉપર છે ને ભગવાન બધું કરે છે. અને પાછો પોતે ય કરતો ભગવાને ય કરતા જાય. એમને કંઈ વિરોધાભાસનો ખ્યાલ નથી જાય, અને એમને ભગવાન માથે હોય તો બીક રહ્યા કરે કે ખુદા યે કરેગા ને યે કરેગા. આમ કરીને ગાડું ચાલ્યા કરે.
પણ જે અત્યંત વિચારવંત થયો છે, જેને માથે ભારરૂપ બોજો કોઈનો જોઈતો જ નથી, તો એને માટે ખરેખરી હકીકત અલૌકિક હોવી જ જોઈએ ને ? અલૌકિકમાં કોઈ ઉપરી છે જ નહીં. જગતમાં તમારી ભૂલો જ ઉપરી છે, તમારા બ્લેડર્સ (મોટી ભૂલો) એન્ડ મિસ્ટેક્સ (સામાન્ય ભૂલો) એ બે જ ઉપરી છે. બીજું કોઈ ઉપરી છે જ નહીં.
આપણો ઉપરી કોણ ?
આવું કોણ કહી શકે ? ત્યારે ઓહોહો ! આ કેટલા નીડર હશે ? અને ડર કોનો રાખવાનો ? મારી શોધખોળ છે કે તમારો ઉપરી જ કોઈ નથી આ
નિજદોષ દર્શનથી... નિર્દોષ !
વર્લ્ડમાં ! અને જેને તમે ઉપરી માનો છો, ભગવાનને, એ તો તમારું સ્વરૂપ છે ! ભગવાનનું સ્વરૂપ ઉપરી હોઈ શકે નહીં ક્યારેય પણ. એના અજાણ છે માટે એ ઉપરી હોઈ શકે નહીં. ત્યારે ઉપરી કોણ ? તમારી બ્લેંડર્સ અને મિસ્ટેક્સ. આ બે જ જો ના હોય તો તમારો કોઈ ઉપરી છે જ નહીં. મારા લંડર્સ અને મિસ્ટેક્સ નીકળી ગયેલાં છે, એટલે મારો ઉપરી કોઈ પણ છે નહીં. તમે જ્યારે લંડર્સ અને મિસ્ટેક્સ કાઢી નાખશો ત્યારે તમારા ઉપરી કોઈ નહીં. હમણે પોલીસવાળાની જોડે ત્યાં અથડામણ કરીને આવો, અહીં જલ્દી આવવા માટે, પતાવ્યા સિવાય આવો, ‘પોલીસવાળો’ કહે, ‘ઊભી રાખો’ અને તમે ઊભી ના રાખી તો પછી અહીં પોલીસવાળા આવે. તો તમે તરત સમજી જાવ
ર
કે આ મારા માટે આવ્યો છે. કારણ કે ભૂલ કરી એ આપણને તરત ખ્યાલમાં આવી જાય કે આ ભૂલ કરી. એ ભૂલ ભાંગો. મારું શું કહેવાનું છે ? નરી ભૂલો જ થયેલી છે. એ ભાંગો. અત્યાર સુધી પારકાની જ ભૂલો દેખાઈ, પોતાની ભૂલ દેખાઈ નથી. પોતાની ભૂલ દેખે, ભાંગે એ ભગવાન થાય !
મૂળ ભૂલ કઈ ?
અને આ બાજુ સાધુઓ-સંન્યાસીઓ ઇચ્છાઓ ખસેડ ખસેડ કરે છે. તે ઇચ્છાઓ તો કંઈ ખસે એવી નથી. ડબલ થઈને આવે એવી છે. મૂળ ભૂલ ક્યાં થયેલી છે તે ખબર નથી લોકોને. એ ઇચ્છાઓ આવે એ ભૂલ નથી. એની મૂળ ભૂલ દબાવીએને આપણે, ચાંપ દબાવીએને આપણે તો પંખો બંધ થઈ જાય. આમ પંખો ઝાલ ઝાલ કરીએ તો વળે નહીં. એની મૂળ ભૂલ દબાવીએ.
‘હું ચંદુભાઈ છું’ એ જ મૂળ ભૂલ છે. મૂળ ભૂલ જ આ છે. એ આરોપિત ભાવ છે. સાચો ભાવ નથી એ. જેમ અહીં આગળ ઈન્દીરા ગાંધી જેવા કપડાં પહેરી અને બધાને કહે, ‘હું ઈન્દીરા ગાંધી છું’ અને એમ કરીને એનો લાભ ઉઠાવે, તો એનો ગુનો લાગુ થાય કે ના થાય ? એવી રીતે ‘હું ચંદુભાઈ છું’, તેનો નિરંતર લાભ ઉઠાવે છે. એ આરોપિત ભાવ કહેવાય તેના ગુના.
એટલે તમારી ભૂલો (મીસ્ટેક્સ) અને તમારા બ્લેડર્સ, આ બે જ તમારા ઉપરી છે. તમારી બ્લેડર્સ શું હશે ? ‘હું ચંદુભાઈ છું’ એ પહેલું બ્લડર. ‘હું