Book Title: Nijdosh Darshan Thi Nirdosh Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 7
________________ દર્શનમાં હોય અને ભૂલવાળુ વર્તન એના વર્તનમાં હોય, તો એને ‘અમે’ છૂટો થયેલો કહીએ છીએ.’ અમને અમારી સૂક્ષ્મમાં સૂક્ષ્મ તેમજ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમ ભૂલો બધી જ દેખાય. દોષ થાય તેનો દંડ નથી પણ દોષ દેખાય તેનું ઈનામ છે. ઈનામમાં દોષ જાય. તે આત્મજ્ઞાન પછી ‘પોતે’ પોતાની જાત માટે નિષ્પક્ષપાતી થાય છે, તેથી પોતાની બધી જ ભૂલો જોઈ શકે છે ! શુદ્ધ ઉપયોગીને કોઈ કર્મ અડે નહીં. બુદ્ધિ હંમેશાં સમાધાન ખોળે છે, સ્થિરતા ખોળે છે. બુદ્ધિ સ્થિર ક્યારે થાય ? બીજાના દોષ જુએ તો બુદ્ધિ સ્થિર થાય અગર તો પોતાના દોષ જુએ તો ય બુદ્ધિ સ્થિર થાય. અજ્ઞાનતામાં બીજાના જ દોષ જુએ, પોતાના દેખાય જ નહીં. બુદ્ધિ સ્થિર ન થાય એટલે હાલમડોલ થયા કરે. પછી આખું અંતઃકરણ હલાવી નાખે, હુલ્લડ મચાવી દે. તે પાછી બુદ્ધિ બીજાના દોષ દેખાડે એટલે પોતે સાચી ઠરીને સ્થિર થાય! પછી હુલ્લડ શાંત થઈ જાય ! નહીં તો વિચારોનું ધમસાણ ચાલ્યા જ કરે અને આ રીતે જગતમાં ડખો થઈ રહ્યો છે. આવી ઝીણી વાત કયા શાસ્ત્રમાં જડે ?! જગતનું સરવૈયું કોઈ શાસ્ત્રમાં જડે એવું નથી, એ તો જ્ઞાની પાસે જ મળે. સામાના દોષ દેખાય તે જ સંસારની અધિકરણ ક્રિયા ! મોક્ષે જનારો પોતાની ભૂલો જોયા કરે અને સંસારમાં ભટકનારા પારકાની ભૂલો જોયા કરે ! અભિપ્રાય રાખવાથી દ્રષ્ટિ દોષિત થઈ જાય છે. પ્રતિક્રમણથી અભિપ્રાય તૂટે છે ને નવું મન બંધાતું નથી. આત્મદ્રષ્ટિ થયા પછી... દેહાધ્યાસ છૂટે અને આત્માનો અધ્યાસ બેસે ત્યાર પછી નિજદોષ જ કેટલાંક દોષો બરફરૂપે જામેલા હોય, તે જલ્દી શી રીતે જાય ? અનેક દેખાય. પડોવાળા હોય તે ધીમે ધીમે જાય. જેમ જેમ દોષ દેખાય, તેમ તેમ પડ ઉખડતા જાય. જેમ કાંદાના પડ હોય તેમ બહુ ચીકણા દોષોનાં બહુ પ્રતિક્રમણ કરવા પડે. ‘ચંદુભાઈ’ના દોષ થાય ને પોતાને ના ગમે તો એ દોષ દેખાયો કહેવાય અને દેખાય તે જાય. જીવન પોતાના જ પાપ-પુણ્યની ગુનેગારીનું પરિણામ છે. ફૂલા પડે તે પુણ્યનું ને પથરા પડે તે પાપનું પરિણામ છે ! કિંમત છે સમતાભાવે ભોગવી લેવાની. મોટા ભાગની ગૂંચો વાણીથી પડે છે. ત્યાં જાગૃતિ રાખી કે મૌન સેવી ઉકેલ લવાય. સમ્યક્ દ્રષ્ટિને નવા દોષો ભરાતાં નથી ને જૂના ખાલી થાય છે. જ્ઞાનપ્રાપ્તિ પછી ય કષાય થઈ જાય પણ તેની તરત ખબર પડે ને જુદું રહે. અક્રમ વિજ્ઞાનીએ તો જ્ઞાન આપીને પચીસેય પ્રકારના મોહનો નાશ કરી આપ્યો. સુટેવો-કુટેવો બંનેવને ભ્રાંતિ કહી છોડાવ્યા છે સર્વથી. સામાની કઈ ભૂલ કઢાય ? જે ભૂલ એને દેખાતી ના હોય તે. અને કઈ રીતે કઢાય ? સામાને ભૂલ કાઢનારો ઉપકારી દેખાય તો કઢાય. ‘કઢી ખારી થઈ’ કરીને કકળાટ ના કરાય. ઘરનાં બધાં જ નિદોષ દેખાય ને પોતાના જ દોષ દેખાય ત્યારે સાચા પ્રતિક્રમણ થાય. પ્રતિક્રમણ ક્યાં સુધી કરવાં ? જેના તરફ મન બગડ્યા કરતું હોય, યાદ આવ્યા કરતું હોય ત્યાં સુધી. જ્યાં સુધી આપણો એટેકીંગ નેચર હશે, ત્યાં સુધી માર પડશે. આપણને ગમે તેવો અથડાવા આવે તો ય આપણે અથડામણ ટાળવી, આપણે ખસી જવું. પોતે કર્તા નથી પણ સામાને કર્તા જુએ છે એ પોતે જ કર્તા થયા બરાબર છે ! સામાને કિચિત્માત્ર કર્તા જોયો કે પોતે કર્તા થઈ જ ગયો ! પ્રકૃતિ ભલે વઢવઢા કરે, પણ તેને કર્તા ના જોવો. કારણ કે એ નથી કરતો. ‘વ્યવસ્થિત' કરે છે ! દોષ કરનારો અહંકાર અને દોષ જોનારો ય અહંકાર ! દોષ જોનારોPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 77