Book Title: Nijdosh Darshan Thi Nirdosh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 5
________________ ઉપોદ્ઘાત તિજદોષ દર્શનથી.... તિર્દોષ ! ‘બીજાનો દોષ જોવાથી કર્મ બંધાય, પોતાના દોષ જોવાથી કર્મમાંથી છૂટાય.’ આ છે કર્મનો સિદ્ધાંત. ‘હું તો દોષ અનંતનું ભાજન છું કરુણાળ.’ - શ્રીમદ્ રાજચંદ્ર અનંત અવતારથી અનંત દોષો આ જીવે સેવ્યા. આ અનંત દોષોનું મૂળ એક જ દોષ, એક જ ભૂલ છે. જેના આધારે અનંત દોષોની વળગણા વર્તાઇ છે. એ કઇ ભૂલ હશે ? મોટામાં મોટો મૂળ દોષ ‘પોતાના સ્વરૂપનું અજ્ઞાન’ એ જ છે ! ‘હું કોણ છું ?” આટલું જ નહીં સમજાવાથી જાત જાતની રોંગ બિલિફો ઊભી થઇ ગઇ ને તેમાં જ રાચ્યા અનંત અવતારથી. ક્યારેક કોઇ અવતારમાં જ્ઞાની પુરુષનો ભેટો થઇ જાય ત્યારે “એ” ભૂલ ભાંગે પછી બધી ભૂલો ભાંગવા માંડે. કારણ કે ‘જોનારો' જાગૃત થાય એટલે બધી જ ભૂલો દેખાવા માંડે અને જે ભૂલ દેખાય તે અવશ્ય જાય. તેથી તો કૃપાળુદેવે આગળ કહ્યું, ‘દીઠા નહીં નિજ દોષ તો કરીએ કોણ ઉપાય ?' પોતાના દોષ દેખાય નહીં તો તરીએ કઇ રીતે ? એ તો ‘જોનારો’ જાગૃત થાય તો થાય. જગતની વાસ્તવિકતાનો ખ્યાલ નહીં હોવાથી ભ્રાંત માન્યતાઓમાં કે જે ડગલે ને પગલે વિરોધાભાસવાળી હોય છે, તેમાં મનુષ્ય અટવાયા કરે છે. જેને આ સંસારમાં નિરંતર બોજો લાગ્યા કરે છે, બંધન ગમતું નથી. મુક્તિના જે ચાહક છે, તેણે તો જગતની વાસ્તવિકતાઓ, જેમ કે આ જગત કોણ ચલાવે છે ? કેવી રીતે ચલાવે છે ? બંધન શું ? મોક્ષ શું ? કર્મ શું ? ઇ.ઇ. જાણવી આવશ્યક છે ! આપણો ઉપરી વર્લ્ડમાં કોઇ છે જ નહીં ! પોતે જ પરમાત્મા છે કે પછી તેનાથી ઉપરી અન્ય કોણ હોઇ શકે ? અને આ ભોગવટાવાળો વ્યવહાર આવી પડ્યો છે, તેના મૂળમાં પોતાની જ ‘બ્લેડર્સ અને મીસ્ટેક્સ’ છે ! ‘પોતે કોણ છે' તે નથી જાણ્યું અને લોકોએ જ કહ્યું કે તું ચંદુભાઇ છે. તેવું પોતે માન્યું કે ‘હું ચંદુભાઇ છું’, એ ઊંધી માન્યતા જ મૂળ ભૂલ અને એમાંથી આગળ ભૂલની પરંપરાઓ સર્જાય છે. આ જગતમાં કોઇ સ્વતંત્ર કર્તા જ નથી, નૈમિત્તિક કર્તા છે. અનેક નિમિત્તો ભેગા થાય ત્યારે એક કાર્ય થાય. ત્યારે આપણા લોકો એકાદ દેખીતું નિમિત્ત પોતાના જ રાગ-દ્વેષના નંબરવાળા ચશ્મામાંથી જોઇને પકડી લઇ તેને જ બચકાં ભરે છે, તેને જ દોષિત જુએ છે. પરિણામે પોતાના જ ચશ્માનો કાચ જાડો ને જાડો થતો જાય છે (નંબર વધે છે). આ જગતમાં કોઇ કોઇનું બગાડી ના શકે, કોઇ કોઇને સળી ના કરી શકે. જે સળીઓ આપણને વાગે છે તેમાં મૂળમાં આપણી જ કરેલી સળીઓનાં પરિણામો છે. જ્યાં મૂળમાં ‘પોતાની’ જ ભૂલ છે, ત્યાં આખું જગત નિર્દોષ નથી કરતું? પોતાની ભૂલ ભાંગે તો પછી વર્લ્ડમાં કોણ આપણું નામ દેનાર છે ? આ તો આપણે જ આમંત્યા તે જ સામા આવ્યા છે ! જેટલા આગ્રહથી આમંત્ર્યા એટલી જ ચોંટ સાથે વળગ્યા ! જે ભૂલ વગરના છે તેને તો બહારવટિયાઓના ગામમાં ય કોઇ નામ ના દે ! એટલો તો બધો પ્રતાપ છે શીલનો ! પોતાથી કોઈને દુઃખ થાય તેનું કારણ પોતે જ છે ! જ્ઞાનીઓથી કોઇને કિંચિત્માત્ર દુઃખ ના થાય. ઊર્દુ અનેકોને પરમ સુખીયા બનાવી દે છે ! જ્ઞાની સર્વ ભૂલો ભાંગીને બેઠાં છે તેથી ! પોતાની એક ભૂલ ભાંગે તે પરમાત્મા થઇ શકે ! આ ભૂલો શેના આધારે ટકી છે ? ભૂલોના ઉપરાણા લીધાં તેથી ! તેનું રક્ષણ કર્યું તેથી ! ક્રોધ થઇ ગયા પછી પોતે તેનું આમ ઉપરાણું લે, ‘જો એને એમ ક્રોધ ના કર્યો હોત તો એ પાંસરો થાત જ નહીં !' આ વીસ વર્ષના આયુષ્યનું એક્સટેન્શન કરી આપ્યું ક્રોધનું ! ભૂલોનું ઉપરાણું લેવાનું બંધ થાય તો એ ભૂલ જાય. ભૂલોને ખોરાક આપે, તેથી તે ખસે જ નહીં ! ઘર કરી જાય. આ ભૂલો કેમ કરીને ભંગાય ? પ્રતિક્રમણથી-પસ્તાવાથી ! કષાયોનો અંધાપો દોષ દેખવા ન દે. જગત આખું ભાવનિદ્રામાં પોઢી રહ્યું છે એટલે જ તો પોતે પોતાનું જ અહિત કરી રહ્યો છે ! ‘હું શુદ્ધાત્મા છું” એવું ભાન થયે ભાવનિદ્રા ઊંડે ને જાગૃત થાય.

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 77