Book Title: Nijdosh Darshan Thi Nirdosh
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 3
________________ समर्पण નિજદોષ દર્શન વિણ, બંધન ભવોભવ તણું; ખુલે દ્રષ્ટિ સ્વદોષ દેખ્યાની, તરે ભવસાગર ઘણું. હું ‘ચંદુ’ માન્યું ત્યાંથી, મૂળ ભૂલનું થયું ઊગમણું; ‘હું શુદ્ધાત્મા’નું ભાન થતાં, થવા માંડે ભૂલોનું ઊઠમણું. ભગવાન ઉપરી, કર્તા જગનો, પછી વળગી અનંત અણસમજણું; વાગે રેકર્ડ પણ માને બોલ્યો, તેથી હાડોહાડ વાગે, વેણું. ભૂલો વળગી રહી શાથી ? લીધું તેનું સદા ઉપરાણું; ભૂલોને મળી જાય ખોરાક, કષાયોનું પેટ ભરાયું. જ્યાં સુધી રહે નિજ ભૂલો, ત્યાં સુધી જ ભોગવણું; દેખાય સ્વદોષો જ્યાં જાત, માટે પૂર્ણ નિષ્પક્ષપણું. દેહ-આત્માના ભેદાંકનવિણ, પક્ષ રહે સદા જાત તણું; ‘જ્ઞાની' ભેદજ્ઞાન થકી, રેખાંકન આંકે સ્વ-પર તણું. પછી દોષને દેખે ત્યાંથી ઠાર, મશીનગન મહીં ગોઠવાણું; દોષો ધોવાની માસ્ટર કી, દેખે ત્યાંથી કર ‘પડકમણું’. ભૂલ ભાંગે તે ભગવાન, ન રહ્યું કોઇનું ઉપરીપણું; ‘જ્ઞાની’નું અદ્ભૂત જ્ઞાન, પ્રગટે નિજ પરમાત્મપણું. શુદ્ધાત્મા થઇ જુએ, અંતઃકરણનાં અણુ એ અણુ; ‘બાવા'ના દોષો ધોવાય, સૂક્ષ્મત્વ સુધીનું શુદ્ધિકરણું. નિજદોષ દર્શન દ્રષ્ટિ, ‘દાદાવાણી’ આજ પ્રમાણું; નિજદોષ છેદન કાજ ગ્રંથ ધરાણું જગત ચરણું. 3 ત્રિમંત્ર

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 77