________________
.
પોતાના જ્ઞાનને જ પોતાનું
શેય બનાવી, શાતા પોતે
પોતાના જ્ઞાનમાં સમાઈ
જાય તે મોક્ષ છે.
• જ્ઞાનમાંથી શાયકનું છૂટી
જવું એ જ્ઞાતાનો મોટામાં મોટો અપરાધ છે.
• આકાશ જો લોકાલોક વ્યાપક છે તો જ્ઞાન લોકાલોક પ્રકાશક છે.
•
.
આકાશ જો ક્ષેત્રથી વ્યાપક છે, તો આત્મા સર્વ પ્રકાશક હોવાના નાતે જ્ઞાનથી સર્વ વ્યાપક છે.
જ્ઞાનત્વનો અભાવ એ અજ્ઞાન નહિ પણ જ્ઞાનની વિકૃતિ તે અજ્ઞાન છે.
• પ્રકૃતિને એટલેકે સ્વભાવને સમજે તો વિકૃતિ-વિભાવ
સમજાય જાય.
પરક્ષેત્રે જ્ઞાન જાણે અને સ્વ ક્ષેત્રે વેદે. જ્ઞાન જાણે તે પણ પાછું અપ્રયાસ-સહજપણે જાણે, સ્વાધીનપણે જાણે, વીતરાગ-અવિકારી ભાવે જાણે, અક્રમથી પૂર્ણપણે જાણે.
નિજાનંદનો નિષ્કર્ષ ૪