________________
• અજ્ઞાન વસ્તુસ્વરૂપને ઊંધું બતાડે-ઊંધું સમજાવે-ઊંધી
દિશા પકડાવે ભ્રમિત કરે.
-
જણાવું એ જ્ઞાનક્રિયા છે પણ જણાયા છતાં કશું ન થવું તે વીતરાગતા છે.
• જ્ઞાન અધુરું-અપૂર્ણ ચાલે પણ જ્ઞાન અવળું-ઊંધું-ખોટું-મલિન હોય તે ન ચાલે.
• જ્ઞાનમાં મલિનતા દર્શન મોહનીય કર્મના ઉદયને સૂચવે છે.
• જ્ઞાનનો સમ્યગ્ ઉઘાડ એ જ ધર્મ. પુણ્યનો બંધ એ ધર્મ નથી પણ શુભક્રિયાનું ફળ છે.
• સંસાર ખોટી-અવળી માન્યતાથી ઊભો થાય છે કેમકે જીવની માન્યતા એક પ્રકારનો પર્યાય છે. માટે સંસાર પર્યાયમાં છે.
♦ માન્યતા-શ્રદ્ધા-દર્શન વગરનો જીવ કોઇ કાળે હોય નહિ.
.
ઉપયોગથી ઉપયોગને પકડીને ઉપયોગમાં રહીએ તો ઉપયોગવંત થઇએ.
૩ દર્શન-જ્ઞાન-ચારિત્ર