________________
ઉ.૧૧૭ પાપ તત્ત્વના ૮૨ ભેદો રૂપી છે, અજીવ છે, તથા હેય છે. પ્ર.૧૧૮ આશ્રવ તત્ત્વના ૪૨ ભેદો રૂપો-આદિ ભેદોમાંથી કયા કયા ભેદો આવે છે ? ઉ.૧૧૮ આશ્રવ તત્ત્વના ૪૨ ભેદો રૂપી છે, અજીવ છે. તથા હેય છે. પ્ર.૧૧૯ સંવર તત્ત્વના ૫૭ ભેદો રૂપી આદિ ભેદોમાંથી કયા કયા ભેદોમાં જણાય છે ? ઉ.૧૧૯ સંવર તત્ત્વના પ૭ ભેદો અરૂપી છે, જીવ છે તથા ઉપાદેય છે.
પ્ર.૧૨૦ નિર્જરા તત્ત્વના ૧૨ ભદોનો રૂપી આદિ ભેદોમાંથી કયા કયા ભેદોમાં સમાવેશ થાય છે ?
ઉ.૧૨૦ નિર્જરા તત્ત્વના ૧૨ ભેદો અરૂપી છે, જીવ છે તથા ઉપાદેય છે. પ્ર.૧૨૧ બંધ તત્ત્વના ૪ ભેદોનો રૂપી આદિ કયા કયા ભેદોમાં સમાવેશ થઇ શકે ? ઉ.૧૨૧ બંધ તત્ત્વના ૪ ભેદો રૂપી છે, અજીવ છે તથા હેય છે. પ્ર.૧૨૨ માક્ષ તત્ત્વના ૯ ભેદોનો રૂપી આદિ ભેદોમાં કયા કયામાં સમાવેશ થાય છે ? ઉ.૧૨૨ મોક્ષ તત્ત્વના ૯ ભેદો અરૂપી છે. જીવ છે તથા ઉપાદેય છે. પ્ર.૧૨૩ સાત તત્ત્વો કહેલા છે, તે પ્રમાણે કયા કયા તત્ત્વના કેટલા કેટલા ભેદ થઇ શકે ?
ઉ.૧૨૩ સાત તત્ત્વના ભેદો આ પ્રમાણે છે. જીવ-તત્વના ૧૪, અજીવ તત્ત્વના-૧૪, આથવા તત્વના-૧૬૬, સંવર તત્ત્વના-પ૭, બંધ તત્ત્વના-૪, નિર્જરા-૧૨, મોક્ષ તત્ત્વના-૯.
પ્ર.૧૨૪ પાંચ તત્ત્વના કેટલા કેટલા ભેદો છે ?
ઉ.૧૨૪ જીવ તત્વના-૧૪, અજીવ તત્પના-૧૪, બંધના-૧૭૦, સંવર તત્વના-પ૭, મોક્ષ તત્વના-૨૧ ભેદો થાય છે.
પ્ર.૧૨૫ બે તત્ત્વોનાં કેટલા ભેદો થાય છે ?
ઉ.૧૨૫ બે તત્ત્વોમાં-જીવ તત્ત્વનાં ૯૨ ભેદ અને અજીવ તત્ત્વના ૧૮૪ ભેદો ગણાય છે. સંસારી જીવોની જુદી જુદી અપેક્ષાઓ -
अगविह दुविह तिविहा, चउविहा पंच छविहा जीवा ।
વેય તરસ ચરહિં, વેચ- ર0-91ોહિં Il3II ભાવાર્થ - એક પ્રકારે ચેતનાવાળા, બે પ્રકારે બસ અને સ્થાવર, ત્રણ પ્રકારે ત્રણ વેદવાળા, ચાર પ્રકારે ચાર ગતિવાળા, પાંચ પ્રકારે પાંચ ઇન્દ્રિયવાળા, છ પ્રકારે છ કાયવાળા, એમ વિવક્ષાથી જીવો છો પ્રકારના પણ કહેવાય છે.
પ્ર.૧૨૬ સંસારી સઘળાય જીવો એક પ્રકારના કઇ અપેક્ષાએ હોય છે ?
ઉ.૧૨૬ સઘળા સંસારી જીવો ચેતનાવાળા હોવાથી દરેક જીવોનું ચેતના સ્વરૂપ હોવાથી તે એક પ્રકારના કહેવાય છે.
પ્ર.૧૨૭ બે પ્રકારના સંસારી જીવો કઇ રીતે જાણી શકાય ?
ઉ.૧૨૭ સંસારી સઘળા જીવોમાં કેટલાક જીવો ત્રસ નામના કર્મના ઉદયવાળા હોવાથી તે જીવો ત્રસ કહેવાય છે, તથા સંસારી ઘણા જીવો સ્થાવર નામ કર્મના ઉદયવાળા હોવાથી સ્થાવર જીવો કહેવાય છે, માટે બસ અને સ્થાવર એમ બે પ્રકારના સંસારી જીવો કહી શકાય.
પ્ર.૧૨૮ ત્રણ પ્રકારના સંસારના જીવોની વિવક્ષા કઇ રીતે થઇ શકે ?
Page 12 of 106