________________
જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ ન હોય અને જીવાદિ નવ પદાર્થને ન જાણે પણ ભગવાને જે કહ્યા છે તે સત્ય જ છે એવી શ્રદ્ધા જેના હૈયામાં હોય તેને સમ્યક્ત્વ હોય છે માટે શ્રધ્ધાથી પણ સમ્યક્ત્વ થાય છે. सव्वाइं जिणेसर, भासिआई वयणाइं नन्नहाहुंत्ति, હા ધુદ્ધિ નસ મળે, સન્માં નિવ્વાં તસ્ય ||oશા
ભાવાર્થ :- શ્રી જિનેશ્વર ભગવંતોએ કહ્યું છે તે સાચું જ છે, ખોટું હોય જ નહિ એ ઓઘ સમ્યક્ત્વ કહેવાય છે.
પ્ર.૯૮૫ સમ્યક્ત્વ એટલે શું ?
ઉ.૯૮૫ શ્રી જિનેશ્વર ભગવંતો રાગદ્વેષ રહિત વીતરાગ થયા પછી કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે ત્યાર પછી જ ઉપદેશ આપે છે અને તીર્થની સ્થાપના કરે છે માટે તેઓના જે વચનો છે તે અસત્ય હોય જ નહિ તદ્દન સત્ય જ છે એવો જેના હૈયામાં દ્રઢ નિશ્ચય હોય છે તેને ઓઘથી સમ્યક્ત્વ હોય છે એમ કહેવાય છે. સંતો યુદુત્ત-મિત્તપિ, સિગ્રંહબ્ન નેહિં સન્મત્ત, તેસં ાવ′′ પુન્ગલ, પરિાટ્ટો વેવ સંસારો. ।।૭।।
ભાવાર્થ :- જે જીવોને અંતમુહૂર્ત માત્ર પણ સમ્યક્ત્વ સ્પ હોય તેઓનો સંસાર માત્ર અર્ધ
પુદ્ગલ
પરાવર્ત જેટલો જ બાકી રહે છે.
પ્ર.૯૮૬ સમ્યક્ત્વ મલવાથી શું લાભ થાય છે ?
૩.૯૮૬ અસંખ્યાત સમયવાળું એક અંતમુહૂર્ત માત્ર સમ્યક્ત્વની સ્પર્શના જીવોને થાય છે. તે જીવોનો સંસાર માત્ર અર્ધપુદ્ગલ પરાવર્ત કાળ જેટલો જ બાકી રહે છે પછી અવશ્ય તે જીવ મોક્ષે જ જાય છે. પ્ર.૯૮૭ અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળ એટલે કેટલો કાળ સમજવો ?
ઉ.૯૮૭ અર્ધ પુદ્ગલ પરાવર્તકાળ એટલે અનંતીઉત્સરપીણી અવસરપીણી જેટલો કાળ થાય છે. દા.ત. જેમ ગોસાલાએ ભગવાન મહાવીર સ્વામી એટલે પોતાના ગુરુની ઘોર આશાતના કરી તેના કારણે એવો જોરદાર અનુબંધ પાડ્યો છે કે તે મોટે ભાગે અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળ સુધી સંસારમાં રહેશે તો ગોળાશાનો જીવ મરતાં પહેલા સમ્યક્ત્વ પામ્યો અને દેવલોકમાં ગયો છે ત્યાંથી ચ્યવીને રાજા થશે અને એક વાર ગાડીમાં બેસી રવા નીકળશે તે વખતે દરવાજા વચ્ચે સાધુઓને કાઉસગ્ગ ધ્યાને ઉભેલા જોશે કે તરત જ તેને ક્રોધ પેદા થશે અને સાધુને પાડી નાખશે. સાધુ પાછા ઉભા થઇને કાઉસ્સગ્ગમાં ઉભા રહેશે પાછા ફરીથી પાડી નાખશે એમ વારંવાર કરશે તેનાથી મુનિ અવધિ જ્ઞાન હોવાથી જ્ઞાનનો ઉપયોગ મૂકીને જોશે કે આ કયો જીવ છે ? શા માટે આમ કરે છે ? તેમાં જાણે છે કે આ મંખલી પુત્ર ગોશાલો છે કે જેણે ભગવાનની ઘોર આશાતના કરી છે, તે કર્મ બાંધ્યું છે તે ઉદયમાં આવ્યું છે અને જો આ જીવતો રહેશે તો આખી સાધુ સંસ્થાનો નાશ કરશે માટે તેનો નાશ કરવો જોઇએ એમ વિચાર કરી તે રાજાને મારી નાખશે. રાજા મરીને સાતમી નરકમાં જશે, ત્યાંથી તિર્યંચમાં જશે, પાછો ફરીથી સાતમીમાં જશે એમ બે વાર છઠ્ઠી નરકમાં, બે વાર પાંચમી નરકમાં, બે વાર ચોથી નરકમાં, બે વાર ત્રીજી નરકમાં, બે વાર બીજીમાં, બે વાર પહેલી નરકમાં જશે પછી તિર્યંચની બધી યોનિમાં બબેવાર જશે પછી મનુષ્યની યોનિમાં બધા ભવોમાં બબેવાર જશે, પછી ક્રમસર દેવલોક ચઢશે. બધા દેવલોકમાં જશે. છેવટે અનુત્તરમાં જશે અને ત્યાંથી મહાવિદેહમાં મનુષ્યપણું પામી, ચારિત્ર પામી, કેવલજ્ઞાન પામી ઘણા જીવોને પોતાનું દ્રષ્ટાંત કહી પ્રતિબોધ કરશે અને મોક્ષે જશે. આ કાળ તે અર્ધ પુદ્ગલ પરાવર્ત કાળ જેટલો સામાન્યથી કહેવાય છે. उस्सपिणी अणंता, पुग्गल - परिअट्टओ मुणे य्यवो,
Page 102 of 106