Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 101
________________ ઉ.૭૩ ક્ષયોપશમભાવ ચાર કર્મનો હોય છે. (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) મોહનીય, (૪) અંતરાય કર્મનો હોય છે. પ્ર.૯૭૪ ઔદયિક ભાવ કેટલા કર્મનો હોય છે ? ઉ.૭૪ ઔદયિક ભાવ આઠે કર્મનો હોય છે. પ્ર.૯૭૫ પારિણામિક ભાવ કેટલા દ્રવ્યોમાં હોય છે ? ઉ.૭૫ સર્વ દ્રવ્યોમાં પારિણામિક ભાવ હોય છે. પ્ર.૯૭૬ સિધ્ધના જીવોમાં કેટલા ભાવો હોય છે ? ઉ.૭૬ સિધ્ધના જીવોમાં બે ભાવો હોય છે. (૧) ક્ષાયિકભાવ, (૨) પારિણામિકભાવ. પ્ર.૯૭૭ ક્ષાયિકભાવે શું હોય છે ? ઉ.૯૭૦ ક્ષાયિકભાવે જ્ઞાન અને દર્શન હોય છે. પ્ર.૯૭૮ પારિણામિક ભાવે શું થાય છે ? ઉ.૯૭૮ પારિણામિક ભાવે જીવ તત્વ હોય છે. ___ थोवानपुंस सिद्धा थीनर सिद्धा कमेण संखगुणा इअमुख तत्त मेअं, नवतत्ता लेसओ भणिआ ||१०|| ભાવાર્થ - નપુંસક લિંગે સિધ્ધ થોડા છે, સ્ત્રીલીંગ અને પુરૂષ લીંગે અનુક્રમે સંખ્યાત ગુણા છે એ પ્રમાણમાં મોક્ષ તત્ત્વ છે. નવ તત્ત્વો ટૂંકામાં કહ્યા. પ્ર.૯૭૯ નપુંસક વેદના લિંગવાળા જીવો વધારેમાં વધારે એક સાથે કેટલા મોક્ષમાં જાય ? ઉ.૯૭૯ નપુંસક લિંગવાળા જીવો એક સમયમાં ઉત્કૃષ્ટથી ૧૦ મોક્ષે જાય છે પછી અવશ્ય અંતર પડે. પ્ર.૯૮૦ સ્ત્રી લિંગવાળા જીવો એક સમયમાં વધારેમાં વધારે કેટલા મોક્ષે જાય છે ? ઉ.૯૮૦ સ્ત્રી લિંગવાળા જીવો એક સમયમાં ઉત્કૃષ્ટથી ૨૦ મોક્ષે જાય છે. પછી અવશ્ય અંતર પડે. પ્ર.૯૮૧ પુરૂષ લિંગવાળા જીવો વધારેમાં વધારે એક સમયમાં કેટલા મોક્ષે જાય છે ? ઉ.૯૮૧ પુરૂષ લિંગવાળા જીવો એક સમયમાં ઉત્કૃષ્ટથી ૧૦૮ મોક્ષે જાય છે પછી અંતર પડે છે. પ્ર.૯૮૨ નપુંસકવાળા મોક્ષે જાય છે તે કેવા પ્રકારના નપુંસક જીવો જાય છે ? ઉ.૯૮૨ દશ પ્રકારના જન્મ નપુંસક જીવો ચારિત્ર પ્રાપ્ત કરી શકતા નથી માટે મોક્ષે જતા નથી. પરંતુ જમ્યા બાદ કૃત્રિમ રીતે થયેલા છ પ્રકારના નપુંસકોને ચારિત્રનો લાભ થતો હોવાથી મોક્ષે જાય છે તે જીવોની અપેક્ષાએ મોક્ષ કહ્યો છે. પ્ર.૯૮૩ જિન સિધ્ધ કરતાં અજિન સિધ્ધ જીવો કેટલા અધિક હોય છે ? ઉ.૯૮૩ જિન સિધ્ધ જીવો કરતાં તીર્થ સિધ્ધ જીવો અસંખ્યાતગુણા અધિક હોય છે. जीवाइ नव पयत्थे जो जाणइ तस्स होइ सम्मत्तं भावेण सदहंतो अयाण माणेवि सम्मत्तं ।।११।। ભાવાર્થ :- જીવાદિ નવ પદાર્થોને જે જાણે તેને સમ્યક્ત્વ હોય, બોધ વિના પણ ભાવથી શ્રધ્ધા રાખનારને પણ સમ્યકત્વ હોય છે. પ્ર.૯૮૪ નવ તત્ત્વ જાણવાનું શું ફળ છે ? તથા જાણ્યા વગર શ્રદ્ધાથી શું લાભ થાય છે ? ઉ.૯૮૪ જે જીવાદિ નવે પદાર્થોને સારી રીતે જાણે તેને ભાવથી સમ્યકત્વ હોય છે. કોઇ જીવનો Page 101 of 106

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106