________________
સર્વસિધ્ધો રહેલા છે.
પ્ર.૫૨ દ્રવ્ય પ્રમાણ દ્વારમાં સિધ્ધના જીવોની સંખ્યા કેટલી કહેલી છે ?
ઉ.૫૨ દ્રવ્ય પ્રમાણ દ્વારમાં સિધ્ધના જીવો અનંતા છે અને તે પાંચમા અનંતાના પ્રમાણ જેટલા કહ્યા
છે.
પ્ર.૯૫૩ મોક્ષમાં જવાનું આંતરૂં કેટલું કહ્યું છે ?
ઉ.૯૫૩ મોક્ષમાં જવાનું અંતર જઘન્યથી એક સમયનું હોય છે અને ઉત્કૃષ્ટથી છ માસનું કહેલું છે એટલે કે છ માસમાં કોઇપણ જીવ અવશ્ય મક્તિમાં જાય છે જ.
પ્ર.૫૪ એક સમયમાં વધારેમાં વધારે કેટલા મોક્ષમાં જાય છે ?
ઉ.૫૪ એક સમયમાં વધારેમાં વધારે ૧૦૮ જીવો મોક્ષે જઇ શકે છે.
પ્ર.૫૫ સિધ્ધના જીવોનું ક્ષેત્ર કેટલું હોય છે ?
ઉ.૫૫ સિધ્ધના જીવો ક્ષેત્રદ્વારની અપેક્ષાએ લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલા છે.
પ્ર.૫૬ સિધ્ધના જીવની જઘન્ય અવગાહના કેટલી હોય છે ?
ઉ.૫૬ સિધ્ધના જીવની જઘન્ય અવગાહના ૧ હાથ અને ૮ અંગુલની હોય છે કારણ કે બે હાથની કાયાવાળા મોક્ષમાં જાયતો તેઓના આત્મ પ્રદેશો એટલી જઘન્ય અવગાહનાવાળા હોય છે.
પ્ર.૯૫૭ સિધ્ધના જીવોની ઉત્કૃષ્ટ અવગાહના કેટલી કહેલી છે ?
૩.૯૫૭ સિધ્ધના જીવોની ઉત્કૃષ્ટ અવગાહના 333 ધનુષ્ય અને ૩૨ અંગુલ પ્રમાણ હોય છે એટલે કે ૧૩૩ હાથ અને ૮ અંગુલની હોય છે કારણ કે વધારેમાં વધારે ૫૦૦ ધનુષ્યની કાયાવાળા જીવો મોક્ષમાં જઇ શકે છે તેના ત્રીજા ભાગની અવગાહના સિધ્ધના જીવોની રહે છે.
फुसणा अहिया कालो, इग- सिद्ध-पडुच्च साइओ णंतो, ડિવાયા-માવાઝો, સિદ્ધાણં અંતરં નસ્થિ. ।।૪।।
ભાવાર્થ :- સ્પર્શના અધિક છે. એક સિધ્ધને આશ્રયીને સાદિ અનંતકાળ છે. પડવાનો અભાવ હોવાથી સિધ્ધોમાં અંતર નથી.
પ્ર.૯૫૮ સિધ્ધના જીવોની સ્પર્શના કેટલી હોય છે ?
ઉ.૫૮ સિધ્ધના જીવોની જે ક્ષેત્ર અવગાહના છે તેનાંથી સ્પર્શના અધિક હોય છે.
પ્ર.૯૫૯ સ્પર્શના અધિક કઇ રીતે જાણવી જોઇએ ?
ઉ.૫૯ જેમ એક પરમાણું જે આકાશ પ્રદેશમાં રહેલો હોય તે તે એક આકાશ પ્રદેશની અવગાહના કહેવાય છે અને તે પરમાણુને ચાર દિશાએ ચાર, ઉર્ધ્વ અને અધઃ એમ છ પ્રદેશની સ્પર્શના કહેવાય છે. તેવો રીતે સિધ્ધના જીવોને જે અવગાહના હોય છે તેનાથી અધિક સ્પર્શના થાય છે.
પ્ર.૯૬૦ સિધ્ધનો એક જીવ જ્યાં રહેલો છે ત્યાં બીજા કેટલા સિધ્ધના જીવો રહેલા છે ? ૩.૯૬૦ સિધ્ધનો એક જીવ જ્યાં રહેલો છે ત્યાં બીજા સિધ્ધના અનંતા જીવો રહેલા છે. પ્ર.૯૬૧ એક સિધ્ધને આશ્રયીને સિધ્ધપણાનો કાળ કેટલો કહેલો છે ?
૩.૯૬૧ એક સિધ્ધના જીવને આશ્રયીને આદિ અનંતકાળ કહેલો છે જે જીવ સિધ્ધપણાને પામ્યો તે કાળથી તેની આદિ થઇ માટે તે આદિ કહેવાય છે અને અનંતકાળ સુધી રહેવાનો હોવાથી અનંત કાળ કહેવાય છે.
પ્ર.૯૬૨ અનેક જીવોને આશ્રયીને સિધ્ધનો કાળ કેટલો કહેલો છે ?
Page 99 of 106