Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 98
________________ ભવ્યમાર્ગણા, (૮) સન્નીમાર્ગણા, (૯) સમ્યત્વમાર્ગણા, (૧૦) આહારીમાર્ગણા. પ્ર.૯૩૯ ગતિમાર્ગણામાં કઇ ગતિમાં મોક્ષ થાય છે ? ઉ.૯૩૯ ગતિમાર્ગણામાં મનુષ્ય ગતિમાં મોક્ષ થાય છે. પ્ર.૯૪૦ ઇન્દ્રિયમાર્ગણામાં કઇ માર્ગણામાં મોક્ષ થાય છે ? ઉ.૯૪૦ ઇન્દ્રિયમાર્ગણામાં પંચેન્દ્રિય માર્ગણામાં મોક્ષ થાય છે. પ્ર.૯૪૧ કાયમાર્ગણામાં કઇ માર્ગણામાં મોક્ષ થાય છે ? ઉ.૯૪૧ કાયમાર્ગણામાં બસમાર્ગણામાં મોક્ષ થાય છે. પ્ર.૯૪૨ જ્ઞાનમાર્ગણાના કયા ભેદમાં મોક્ષ થાય છે ? ઉ.૯૪૨ જ્ઞાનમાર્ગણાના કેવલજ્ઞાનમાં મોક્ષ થાય છે. પ્ર.૯૪૩ સંયમમાર્ગણાના કયા ભેદમાં મોક્ષ થાય છે ? ઉ.૯૪૩ સંયમમાર્ગણાના યથાખ્યાત ચારિત્રમાં મોક્ષ થાય છે. પ્ર.૯૪૪ દર્શનમાર્ગણાના કયા ભેદમાં મોક્ષ થાય છે ? ઉ.૯૪૪ દર્શનમાર્ગણાના કેવલ દર્શનમાં મોક્ષ થાય છે. પ્ર.૯૪૫ ભવ્યમાર્ગણાના કયા ભેદમાં મોક્ષ થાય છે ? ઉ.૯૪૫ ભવ્યમાર્ગણાના ભવ્ય ભેદમાં મોક્ષ થાય છે. પ્ર.૯૪૬ સન્નીમાર્ગણાના કયા ભેદમાં મોક્ષ થાય છે ? ઉ.૯૪૬ સન્નીમાર્ગણામાં સન્ની ભેદમાં મોક્ષ થાય છે. પ્ર.૯૪૭ સમ્યકત્વમાર્ગણાના કયા ભેદમાં મોક્ષ થાય છે ? ઉ.૯૪૭ સભ્યત્વમાર્ગણાના ક્ષાયિક સમ્યત્વ નામના ભેદમાં મોક્ષ થઇ શકે છે. પ્ર.૯૪૮ આહારી માર્ગણાના ક્યા ભેદમાં મોક્ષ થઇ શકે છે ? ઉ.૯૪૮ આહારીમાર્ગણાના અણાહારી માર્ગણામાં મોક્ષ થઇ શકે છે. પ્ર.૯૪૯ કેટલી માર્ગણાઓમાં મોક્ષ થતો નથી ? ઉ.૯૪૯ મૂલ ચાર માર્ગણાઓમાં મોક્ષ થતો નથી તથા પર માર્ગણાઓમાં મોક્ષ થતો નથી. પ્ર.૯૫૦ મૂલ કઇ ચાર માર્ગણામાં મોક્ષ નથી ? તથા ઉત્તર માર્ગણામાં મોક્ષ નથી તે કઇ કઇ છે ? ઉ.૫૦ મૂલ ચાર માર્ગણાઓ આ પ્રમાણે છે. (૧) યોગમાર્ગણા, (૨) વેદમાર્ગણા, (૩) કષાયમાર્ગણા, (૪) લેશ્યામાર્ગણા. પર માર્ગણાઓ આ પ્રમાણે છે. ગતિ ૩, ઇન્દ્રિય ૪, કાય ૫, યોગ ૩, વેદ ૩, કષાય ૪, જ્ઞાન ૭, સંયમ ૬, દર્શન 3, વેશ્યા ૬, ભવ્ય ૧, સમ્યકત્વ ૫, સન્ની ૧, આહારી ૧ = પર માર્ગણાઓમાં મોક્ષ થતો નથી. પ્ર.૯૫૧ આ દશ માર્ગણાઓમાં મોક્ષ છે એમ કઇ રીતે કહી શકાય ? ઉ.૫૧ મોક્ષમાં જવાની સંસારી જીવની છેલ્લી અવસ્થામાં જે જે માર્ગણા વિધમાન હોય તે તે માર્ગણામાં મોક્ષ છે એમ કહેવાય માટે મોક્ષ તે માર્ગણાઓમાં છે. दव्वपमाणे सिद्धाणं, जीव दव्वाणि हुंतिडणंताणि, लोगस्स असंखिन्जे, भागे इक्कोय सव्वे वि ||४७|| ભાવાર્થ :- દ્રવ્ય પ્રમાણ દ્વારમાં સિધ્ધના જીવો અનંત છે લોકના અસંખ્યાતમા ભાગમાં એક અને Page 98 of 106

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106