Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 14
________________ ઉ.૧૩૫ પુરુષ વેદવાળા ત્રસ જીવોમાં, પુરુષ વેદમાં, મનુષ્ય, તિર્યંચ તથા દેવગતિમાં, પંચેન્દ્રિયમાં તથા ત્રસકાયમ ઘટે છે, બીજા ભેદોમાં ઘટતા નથી. પ્ર.૧૩૬ સ્ત્રી વેદવાળા જીવો કયા કયા ભેદોમાં ઘટી શકે છે ? ઉ.૧૩૬ સ્ત્રી વેદવાળા જીવો ત્રસ હોય છે. સ્ત્રીવેદી હોય છે. મનુષ્ય, તિર્યંચ-દેવગતિવાળા હોય છે. પંચેન્દ્રિય હોય છે તથા ત્રસકાયવાળા હોય છે. પ્ર.૧૩૭ નરક ગતિવાળા જીવોનો સમાવેશ છ પ્રકારના ભેદોમાં કયા કયા ભેદોમાં થાય છે ? ઉ.૧૩૭ નરક ગતિવાળા જીવો કસ હોય છે. નપુસક વેદવાળા હોય છે. નરક ગતિવાળા પંચેન્દ્રિય છે તથા ત્રસકાયવાળા ગણાય છે. પ્ર.૧૩૮ તિર્યંચ ગતિવાળા જીવો છ પ્રકારના ભેદોમાંથી કયા કયા ભેદોમાં ગણાય છે ? ઉ.૧૩૮ તિર્યંચ ગતિવાળા જીવો બે પ્રકારના, ત્રણ પ્રકારના પાંચ ઇન્દ્રિયવાળા તથા છએ કાયના છા પ્રકારવાળા ગણાય છે. પ્ર.૧૩૯ મનુષ્ય ગતિવાળા જીવો કયા કયા ભેદોમાં ગણાય છે ? ઉ.૧૩૯ મનુષ્ય ગતિના જીવો ત્ર-મનુષ્ય-ત્રણ વેદ-પંચેન્દ્રિય તથા ત્રસકાયવાળા ગણાય છે. પ્ર.૧૪૦ દેવગતિવાળા જીવો બે આદિ ભેદોમાંથી કયા કયા ભેદોમાં ગણાય છે ? ઉ.૧૪૦ દેવગતિના જીવો કસ છે. પુરુષવેદ તથા સ્ત્રીવેદવાળા છે, દેવગતિવાળા છે, પંચેન્દ્રિય તથા. ત્રસકાયવાળા છે. પ્ર.૧૪૧ એકેન્દ્રિય જીવો બે આદિ ભેદોમાં કયા કયા ભેદોમાં ગણાય છે ? ઉ.૧૪૧ એકેન્દ્રિય જીવો સ્થાવર છે, તિર્યંચ ગતિવાળા છે, નપુંસક વેદવાળા છે. એકેન્દ્રિય છે તથા પૃથ્વીકાયાદિ પાંચ કાયવાળા છે. પ્ર.૧૪૨ બેઇન્દ્રિય જીવો બે આદિ ભેદોમાંથી કયા કયા ભેદોમાં ગણાય છે ? ઉ.૧૪૨ બેઇન્દ્રિય જીવો ત્રસ છે. નપુંસકવેદી છે. તિર્યંચ ગતિવાળા છે. બેઇન્દ્રિય છે તથા બસ-કાયવાળા છે. પ્ર.૧૪૩ તે ઇન્દ્રિય જીવો બે આદિ ભેદોમાંથી કયા કયા ભેદોમાં ગણાય છે ? ઉ.૧૪૩ તે ઇન્દ્રિય જીવો ત્રસ છે. નપુંસકવેદી છે. તિર્યંચગતિવાળા છે, તેઇન્દ્રિય છે, ત્રસકાયવાળા છે. પ્ર.૧૪૪ ચઉરીન્દ્રિય જીવો બે આદિ ભેદોમાંથી કયા કયા ભેદોવાળા હોય છે ? ઉ.૧૪૪ ચઉરીન્દ્રિય જીવો ત્રસ છે, નપુંસકવેદી છે, તિર્યંચગતિવાળા છે, ચઉરીન્દ્રિય છે, ત્રસકાયવાળા છે. પ્ર.૧૪૫ પંચેન્દ્રિય જીવો બે આદિ ભેદોમાંથી કયા કયા ભેદોવાળા હોય છે ? ઉ.૧૪૫ પચેન્દ્રિય જીવો ત્રસ છે. ત્રણ વેદવાળા છે, ચાર ગતિવાળા છે. પંચેન્દ્રિય છે, ત્રસકાયવાળા પ્ર.૧૪૬ પૃથ્વીકાય જીવો બે આદિ ભેદોમાંથી કયા કયા ભેદોવાળા હોય છે ? ઉ.૧૪૬ પૃથ્વીકાય જીવો સ્થાવર છે. નપુંસકવેદી છે. તિર્યંચગતિવાળા છે, એકેન્દ્રિય છે, પૃથ્વીકાયા પ્ર.૧૪૭ અપકાય જીવા કયા કયા ભેજવાળાં ગણાય છે ? Page 14 of 106

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106