Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 25
________________ જીવવા માટે યોગ્ય પર્યાપ્તઓ કરવાની હોય છે, તે કરતો હોય છે, ત્યારે કરણ અપર્યાપ્ત કહેવાય છે, તેથી કરણ અપર્યાપ્તામાં લબ્ધિ પર્યાપ્ત ઘટી શકે છે. પ્ર.૨૩ પ્રાણ કોને કહેવાય છે ? ઉ,૨૩૯૮ જેના વડે જીવે તે પ્રાણ કહેવાય છે અર્થાત્ આ જીવ છે અથવા જીવે છે, એવી પ્રતિની બાહ્ય લક્ષણોથી થાય તે બાહ્ય લક્ષણોનું નામ અહીં પ્રાણ કહેવાય છે. પ્ર.૨૪૦ પ્રાણ કેટલા પ્રકારના છે ? કયા કયા ? ઉ,૨૪૦ પ્રાણો બે પ્રકારના કહેલા છે. (૧) દ્રવ્ય પ્રાણ, (૨) ભાવ ખાણ, પ્ર.૨૪૧ ભાવ પ્રાણો કયા કયા છે ? ઉ.ર૪૧ ભાવ પ્રાણો અનેક પ્રકારના છે. જેમ કે જ્ઞાન-દર્શન-ચારિત્ર અનંતવીર્ય ઇત્યાદિ આત્મિક ગુણો જેટલા છે તે બધા ભાવ પ્રાર્ય કહેવાય છે. પ્ર.૨૪૨ દ્રવ્ય પ્રાણો કેટલા છે ? કયા કયા ? ઉ.૨૪૨ પ્રાણો દશ છે. તે આ પ્રમાણે (૧) સ્પર્શેન્દ્રિય, (૨) રસનેન્દ્રિય, (૩) ધ્રાણેન્દ્રિય, (૪) રાસુરીન્દ્રિય, (૫) શ્રોતેન્દ્રિય, (૬) કાચબલ, (૭) વચનબલ, (૮) મનબલ, (૯) આયુષ્ય અને (૧૦) શ્વાસોચ્છવાસ. આ દસ પ્રાણો છે. પ્ર.૨૪૩ લબ્ધિ પર્યાપ્તા એકેન્દ્રિય જીોમાં કેટલા પ્રાણી હોય છે ? ઉ.૨૪૩ એકેન્દ્રિય લબ્ધિ અપર્યાપ્તા જીવો એક પ્રાણવાળા પણ હોય છે, બે પ્રાણવાળા હોય છે, ત્રણ પ્રાણવાળા પણ હોય છે અને ચોથો પ્રાણ અવશ્ય અધુરોજ હોય છે. પ્ર.૨૪૪ પર્યાપ્તા એકેન્દ્રિય જીવોને કેટલા પ્રાણો હોય છે ? કયા કયા ? ઉ.ર૪૪, પર્યાપ્ત એકેન્દ્રિય જીવોને ચાર પ્રાણ સંપૂર્ણ હોય છે. (૧) આયુષ્ય પ્રાણ, (૨) કાયબલ, (૩) સ્પર્શેન્દ્રિય અને (૪) શ્વાસોચ્છવાસ. પ્ર.૨૪૫ લબ્ધિ અપર્યાપ્તા બેઇન્દ્રિય જીવોને કેટલા પ્રાણો હોય છે ? ઉ.૨૪૫ લબ્ધિ અપમા બેઇન્દ્રિય જીવો એક પ્રાણવાળા હોય છે. બે પ્રાણવાળા હોય છે, પાંચ પ્રાણવાળા પણ હોય છે, પાંચમો પ્રાણ અઘરો પણ હોય છે અને છઠ્ઠો પ્રાણ અવશ્ય અધુરો જ હોય છે. ૫.૨૪૬ બેઇન્દ્રિય પર્યાપ્તા જીવોને કેટલા પ્રાણોં હોય છે ? કયા કયા ? ઉ,૨૪૬ - બેઇન્દ્રિય પર્યાપ્ત જીવોને છ પ્રાણ હોય છે. (૧) આયુષ્ય, (૨) કાયબલ, (૩) સ્પર્શેન્દ્રિય, (૪) રસનેન્દ્રિય, (૫) શ્વાસોચ્છવાસ તથા (૬) વચનબલ. પ્ર.૨૪૭ લબ્ધિ અપર્યાપ્તા તૈઇન્દ્રિય જીવોને કેટલા કેટલા પ્રાણો ઘટી શકે ? ઉ.ર૪૭ લબ્ધિ અપર્યાપ્તતા તેઇન્દ્રિય જીવો એક પ્રાણવાળા હોય, બે પ્રાણવાળા હોય, પાંચ પ્રાણવાળા હોય, છ પ્રાણવાળા પણ હોય છે અને છઠ્ઠા અધુરા પ્રાણવાળા પણ હોય છે અને સાતમો પ્રાણ અવશ્ય અધુરો રહે છે. પ્ર.૨૪૮ તેઇન્દ્રિય પર્યાપ્તા જીવોને કેટલા પ્રાણો કહેલા છે ? કયા કયા ? ઉ,૨૪૮ તેઇન્દ્રિય પર્યાપ્તા જીવોને સાત પ્રાણો હોય છે. (૧) આયુષ્ય, (૨) કારાબલ, (૩) સ્પર્શેન્દ્રિય, (૪) રસનેન્દ્રિય, (૫) ઘ્રાણેન્દ્રિય, (૬) શ્વાર્સોચ્છવાસ અને (૬) વચનબલ. આ સાત પ્રાર્ણા હોય છે. ૫.૨૪૯ લબ્ધિ પર્યાપ્તા ઉરીન્દ્રિય જીવોને કેટલા પ્રાણી હોઇ શકે ? Page 25 of 106

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106