________________
પ્ર.૩૮૯ આ આઠ કર્મોમાંથી કેટલા કર્મોમાં પુણ્યતત્વ આવે છે ? કયા કયા ?
ઉ.૩૮૯ આ આઠ કર્મોમાંથી ચાર કર્મમાં પણ્ય તત્વના ૪૨ ભેદોની પ્રકૃતિઓ આવે છે. (૧) વેદનીય કર્મમાં, (૨) આયુષ્ય કર્મમાં, (૩) નામ કર્મમાં અને (૪) ગોત્ર કર્મમાં.
પ્ર.૩૯૦ પુણ્યના ૪૨ પ્રકાર ચાર કર્મોમાંથી કયા કયા કર્મમાં કેટલા કેટલા ભેદ આવે છે ?
ઉ.૩૯૦ પુણ્યના ૪૨ ભેદો ચાર કર્મોમાંથી નીચે પ્રમાણે દરેક કર્મોમાં ગણાય છે. વેદનીય કર્મમાં પશ્યનો એક ભેદ આવે છે. આયુષ્ય કર્મમાં પૂણ્યના ૩ ભેદ આવે છે. નામ કર્મમાં પુણ્યના ૩૦ ભેદો આવે છે, અને ગોત્ર કર્મમાં પુણ્યનો એક ભેદ આવે છે. આ રીતે બેંતાલીસ ભેદો થાય છે.
પ્ર.૩૯૧ વેદનીય, ગોત્ર અને આયુષ્ય કર્મના ભેદો કયા કયા છે ?
ઉ.૩૯૧ વેદનીયનો (૧) શાતા વેદનીય. આયુષ્ય-૩, દેવાયુષ્ય, મનુષ્યાયુષ્ય, તિર્યંચાયુષ્ય. ગોત્ર-૧ ઉચ્ચગોત્ર.
પ્ર.૩૯૨ નામ કર્મના મુખ્ય ભેદ પુણ્યનાં કેટલા થાય છે ? કયા કયાં ?
ઉ.૩૯૨ નામ કર્મના પુણ્યના ૩ ભેદ થાય છે. (૧) પિંડ પ્રકૃતિ, (૨) પ્રત્યેક નામ કર્મ, (૩) ત્રસ નામ કર્મ.
પ્ર.૩૯૩ પુણ્યની પિડ પ્રકૃતિઓ કેટલી છે ? કઇ કઇ ?
ઉ.૩૯૩ પુણ્યની પિંડ પ્રકૃતિઓ વીશ છે. તે આ પ્રમાણે (૧) મનુષ્યગતિ, (૨) દેવગતિ, (3) પંચેન્દ્રિય જાતિ, (૪) દારિક શરીર, (૫) વૈક્રિય શરીર, (૬) આહારક શરીર, (૭) તેજસ શરીર, (૮) કાર્પણ શરીર, (૯) દારિક અંગોપાંગ, (૧૦) વૈક્રિય અંગોપાંગ, (૧૧) આહારક અંગોપાંગ, (૧૨) વજઋષભનારાય સંઘયણ, (૧૩) સમચતુરસ્ત્ર સંસ્થાન, (૧૪) વર્ણનામ, (૧૫) ગંધનામ, (૧૬) રસનામ, (૧૭) સ્પર્શ નામ, (૧૮) શુભ વિહાયોગતિ, (૧૯) દેવાનુપૂર્વી અને (૨૦) મનુષ્યાનુપૂર્વી.
પ્ર.૩૯૪ પુણ્યની પ્રત્યેક પ્રકૃતિઓ કેટલી છે ? કઇ કઇ ?
ઉ.૩૯૪ પુણ્યની પ્રત્યેક પ્રકૃતિઓ સાત છે, તે આ પ્રમાણે. (૧) પરાઘાત નામ કર્મ, (૨) ઉચ્છવાસ નામ કર્મ, (૩) આતમ નામ કર્મ, (૪) ઉધોત નામ કર્મ, (૫) અગુરૂ-લઘુ નામ કર્મ, (૬) જિન નામ કર્મ અને (૭) નિર્માણ નામ કર્મ.
પ્ર.૩૯૫ પુણ્યની બસ નામ કર્મની કેટલી પ્રકૃતિઓ છે ? કઇ કઇ ?
ઉ.૩૯૫ પુણ્યની બસ નામકર્મની દશ પ્રકૃતિઓ છે, તે આ પ્રમાણે છે. (૧) કસ નામકર્મ, (૨) બાદર નામકર્મ, (3) પર્યાપ્ત નામકર્મ, (૪) પ્રત્યેક નામકર્મ, (૫) સ્થિર નામકર્મ, (૬) શુભ નામકર્મ, (૭) સુભગ નામકર્મ, (૮) સુસ્વર નામકર્મ, (૯) આય નામકર્મ અને (૧૦) યશનામકર્મ
પ્ર.૩૯૬ શાતા વેદનીય કર્મ શું કામ કરાવે ચે ? ઉ.૩૯૬ શાતા વેદનીય અટલે જીવને સુખનો અનુભવ થાય છે. પ્ર.૩૯૭ ઉચ્ચ ગોત્ર શું કામ કરે ? ઉ.૩૯૭ ઉચ્ચ ગોત્ર જીવને ઉત્તમ વંશ જાતિ-કુળમાં જન્મ અપાવે. પ્ર.૩૯૮ મનુષ્પાયુષ્યથી જીવને શું થાય ? ઉ.૩૯૮ મનુષ્પાયુષ્યનો ઉદય જીવને મનુષ્યપણામાં ધારણ કરી રાખે છે. પ્ર.૩૯૯ તિર્યંચાયુષ્યથી જીવને શું થાય ? ઉ.૩૯૯ તિર્યંચ આયુષ્ય કર્મનો ઉદય જીવને તિર્યચપણામાંથી મરણ પામવા દેતો નથી.
Page 40 of 106