Book Title: Navtattva Ange Prashnottari
Author(s): Narvahanvijay
Publisher: Narvahanvijay

View full book text
Previous | Next

Page 92
________________ વેદનીયને અનુભવતાં પરિણામે અતિશય અશાતા વેદનીયને અનુભવવી પડે છે. પ્ર.૮૭૮ વેદનીય કર્મથી જીવનો કયો ગુણ અવરાય છે ? ઉ.૮૭૮ વેદનીય કર્મ જીવનો અવ્યાબાધ સુખ રૂપ જે ગુણ છે તેને રોકે છે, અનંત સુખ ગુણને રોકે છે. પ્ર.૮૭૯ અવ્યાબાધ સુખ કેવા પ્રકારનું હોય છે ? ઉ.૮૭૯ જેમ અહીંયા કોઇપણ સુખનો અનુભવ કરતા જેવા પ્રકારની તૃપ્તિ થાય છે તેવી વૃતિ સદા. માટેની ત્યાં રહેલી હોય છે. પ્ર.૮૮૦ મોહનીય કર્મ કોના સરખું કહેલું છે ? ઉ.૮૮૦ મોહનીય કર્મ મદિરા સરખું કહેલું છે. જેમ મદિરા પીધેલો માણસ હિતાહિતન જાણતો નથી તેમ મોહનીય કર્મના ઉદયથી જીવ હિતાહિતને જાણતો નથી, તેને લઇને ધર્મ-અધર્મ જાણતો નથી અને પાળી શકતો નથી. પ્ર.૮૮૧ મોહનીય કર્મના ઉદયથી જીવનો કયો ગુણ અવરાય છે ? ઉ.૮૮૧ મોહનીય કર્મના ઉદયથી જીવનો અનંત ચારિત્ર ગુણ અવરાય છે. પ્ર.૮૮૨ આયુષ્ય કર્મ કોના સરખું કહેલું છે ? ઉ.૮૮૨ આયુષ્ય કર્મ બેડી કર્મ માનેલું છે. જેમ બેડીમાં પડેલો માણસ જ્યાં સુધી બેડીમાં રહે ત્યાં સુધી બહાર નીકળી શકતો નથી તેમ આયુષ્ય કર્મના ઉદયથી જે ગતિમાં જીવ હોય તે ગતિમાં રહે છે. પ્ર.૮૮૩ આયુષ્ય કર્મથી જીવનો કયો ગુણ અવરાય છે ? ઉ.૮૮૩ આયુષ્ય કર્મના ઉદયથી જીવનો અક્ષય સ્થિતિરૂપ ગુણ અવરાય છે. પ્ર.૮૮૪ નામકર્મ કોના સરખું કહેલું છે ? ઉ.૮૮૪ નામકર્મ ચિત્રકાર સરખું કહેલું છે. જેમ ચિત્રકાર સારંનરસું ગમે તેવું ચિત્ર બનાવે છે તેમ નામકર્મના ઉદયથી જીવને અનેક રૂપો પેદા થઇ શકે છે. પ્ર.૮૮૫ નામકર્મથી આત્માનો કયો ગુણ અવરાય છે ? ઉ.૮૮૫ નામકર્મના ઉદયથી જીવનો અરૂપીપણાનો ગુણ જે છે તે રોકાય છે. પ્ર.૮૮૬ ગોત્રકર્મ કોના સરખું કહેલું છે ? ઉ.૮૮૬ ગોત્રકર્મ કુંભાર સરખું કહેલું છે. જેમ કુંભાર ખરાબ અને સારા ઘડા બનાવે છે, તેમ તે જીવને સારૂં કુળ, ખરાબ કુળ, ઇત્યાદિ જે મળે છે તે ગોત્રકર્મના ઉદયથી મલે છે પ્ર.૮૮૭ ગોત્રકર્મથી જીવનો કયો ગુણ અવરાય છે ? ઉ.૮૮૭ ગોત્રકર્મના ઉદયથી જીવનો અગરૂ-લઘુ ગુણ અવરાય છે. પ્ર.૮૮૮ અંતરાય કર્મ કોના સરખું કહેલું છે ? ઉ.૮૮૮ અંતરાય કર્મ ભંડારી સરખું છે. જેમ રાજા દાન આપવાના સ્વભાવવાળો હોય પણ ભંડારી પ્રતિકુળ હોય તો દઇ શકતો નથી તેમ જીવને અંતરાય કર્મના ઉદયથી દાનાદિ ગુણ પેદા થઇ શકતો નથી. પ્ર.૮૮૯ અંતરાય કર્મથી જીવનો કયો ગુણ અવરાય છે ? ઉ.૮૮૯ અંતરાય કર્મના ઉદયથી જીવનો અનંતવીર્ય નામનો ગુણ અવરાય છે. હદના-હંસા-વર, વેચ-મોદી-નામ ગોયાણી, विग्धं च पण नवदु अट्ठवीस चउ तिसय दुपण विहं. ||३९।। Page 92 of 106

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106